News of Sunday, 23rd November 2025
ક્રિપ્ટો કેવા કલરનું હોય, કેવું હોય મને ખબર નથી : મારી સંડોવણી આવે તો પદ છોડી દઈશ : અલ્પેશભાઈ ઢોલરીયા
અરજી કરનારને હું ઓળખતો નથી :ભાજપ મારી માં છે જેને લાંછન લગાડવાનું ષડ્યંત્ર છે : મેં પણ પોલીસ સમક્ષ અરજી કરી દીધી છે : અલ્પેશભાઈ ઢોલરીયા

રાજકોટ જિલ્લા ભાજપના કેટલાક આગેવાનો સામે એક ગંભીર ક્રિપ્ટોકરન્સી કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહેશભાઈ હિરપરા નામના વ્યક્તિએ મુખ્યમંત્રી (CM) કાર્યાલય અને પોલીસ કમિશ્નર (CP) કચેરીએ આ મામલે લેખિત અરજી કરી છે. અરજી મુજબ, આરોપીઓએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું કહીને ફરિયાદી સાથે કુલ 4 કરોડ 28 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.
આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે ક્રિપ્ટો કેવા કલરનું હોય છે, અને કેવું હોય છે એ મને ખબર નથી, આ સમગ્ર કાંડમાં જો મારી સંડોવણી ખુલે તો હું પદ છોડી દઈશ, અલ્પેશભાઈ ઢોલરિયાએ વધુમાં કહ્યું હતું કે અરજી કરનારને હું ઓળખતો નથી,, ભાજપ મારી માં છે અને તેને લાંછન લગાડવા મારા વિરુદ્ધ આ ષડ્યંત્ર છે, વધુમાં એવું પણ કહ્યું હતું કે આ મામલે મેં પણ પોલીસમાં અરજી આપી દીધી છે
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
