News of Monday, 24th November 2025
નવા નાયબ મ્યુનિસિપલ કમિશનર પથિક પટેલ કાલે ચાર્જ સંભાળશે
તળાજા, હિમતનગર, મહેસાણા વગેરેમાં યાદગાર કામગીરી

રાજકોટ તા. ર૪ : ગુજરાત સરકારે અધિકારી શ્રી પથિક પી. પટેલને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનરની ખાલી પડેલ જગ્યા પર નિયુકત કર્યા છે. તેઓ આવતીકાલે મંગળવારે કાર્યભાર સંભાળનાર છે.
શ્રી પી.પી. પટેલ મૂળ અમદાવાદ પંથકના વતની છે. ભૂતકાળમાં તળાજા અને હિંમતનગરમાં મામલતદાર, બનાસકાંઠાના ધાનેરામાં પ્રાંત અધિકારી, મહેસાણામાં નાયબ ચૂંટણી અધિકારી, રાજયના મહેસૂલ વિભાગમાં પ્રી-સ્ક્રુટીની અધિકારી, તત્કાલીન માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના અધિક સચિવ, તત્કાલીન સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અંગત મદદનીશ વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. નિષ્ઠાવાન અને પ્રતિષ્ઠાવાન અધિકારી તરીકે જાણીતા છે. હાલ નિમણૂક માટે પ્રતિક્ષામાં હતા. રાજકોટમાં ડે મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થતા તેમને વ્યાપક શુભેચ્ઋા મળી રહી છે. મો. ૭૩૮૩૩૭૭ર૪૬, અમદાવાદ.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
