તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Monday, 24th November 2025
નવરચના ક્ષત્રિય ઠાકોર સમાજ ટ્રસ્ટ ગાંધીનગર (સુ) દ્વિતીય સ્નેહમિલન કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા
વિરમગામ સહિતના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરવા બદલ ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : નવરચના ક્ષત્રિય ઠાકોર સમાજ ટ્રસ્ટ ગાંધીનગર (સુ) દ્વારા ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે દ્વિતીય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વિરમગામના ઠાકોર જીનલ, ઠાકોર હર્ષિતા, ઠાકોર વૈભવ અને ઠાકોર પાર્થ સહિતના તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરવા બદલ ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વિરમગામના કૃષ્ણકાંત ઠાકોરે સહ સંચાલક તથા કારોબારી સભ્ય તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અને ઉત્સાહપૂર્વક નિભાવીને કાર્યક્રમને સફળ બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહાનુભાવો, અધ્યાપકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
