તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 24th November 2025
વડોદરાના વારસીયામાં મહિલાઓ દ્વારા સંચાલિત જુગારધામ ઝડપાયું : 15 જેટલી મહિલાઓ અને યુવતીઓ જુગાર રમતી હતી
સિંધુ પાર્ક સોસાયટીમાં આવેલી નિકી મનવાનીના ઘર પર વારસીયા પોલીસે રેડ કરી: 13 મોબાઇલ ફોન સહિત કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

વડોદરાના વારસીયા વિસ્તારમાં મહિલાઓ દ્વારા સંચાલિત જુગારધામ ઝડપાયું હોવાનું બહાર આવ્યું છે. સિંધુ પાર્ક સોસાયટીમાં આવેલી નિકી મનવાનીના ઘર પર વારસીયા પોલીસે રેડ કરી હતી. પોલીસે છાપો માર્યો ત્યારે ત્યાં લગભગ 15 જેટલી મહિલાઓ અને યુવતીઓ જુગાર રમતી જોવા મળી હતી, જેને તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી
. ઘટનાસ્થળેથી 13 મોબાઇલ ફોન સહિત કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને પણ આશ્ચર્ય થયું કે જુગારધામ કોઈ સામાન્ય જગ્યાએ નહીં પરંતુ સારા ઘરની મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. હાલમાં પોલીસ સમગ્ર કેસની વધુ તપાસ કરી રહી છે અને આ ગેરકાયદે પ્રવૃત્તિ પાછળ બીજાં કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં તેની પણ જાણકારી એકત્રિત કરી રહી છે. હતી
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
