<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

રાજ્યમાં વધુ એક BLOએ જીવ ગુમાવ્યો :સુરતમાં મહિલા ઘરના બાથરૂમમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ

સુરત મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી દિનકલબેન શીંગોડાવાળા ઘરના બાથરુમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા

ગુજરાતમાં ચૂંટણી પંચે મતદારયાદી સુધારણા અંતર્ગત શિક્ષકોને SIRનું કામ આપ્યા બાદ હાલત કફોડી થઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી 4 BLO ના મોત થઈ ગયા છે. ત્યારે હવે વધુ એક BLO નું શંકાસ્પદ સંજોગો મોત થયું છે. સુરત મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી દિનકલબેન શીંગોડાવાળા ઘરના બાથરુમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. હોસ્પિટલમાં ખસેડતાં ડોક્ટરે મૃત ઘોષિત કરી કર્યા હતા.

(11:53 PM IST)