News of Tuesday, 25th November 2025
સુરતની સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું રિપોર્ટમાં ખુલતા ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ
સુરભી ડેરીના અન્ય એક માલિક અને સંચાલક કૌશિક પટેલને ગુનાની ગંધ આવી જતાં તે પોલીસ પકડથી બચવા માટે ફરાર થવામાં સફળ

સુરતમાં લોકોને આરોગ્ય માટે અત્યંત જોખમી અને નકલી ખાદ્યપદાર્થો ખવડાવવાનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. શહેરની જાણીતી સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું સરકારી રિપોર્ટમાં સત્તાવાર રીતે જાહેર થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટમાં સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું ખુલતા, પોલીસે સુરભી ડેરીના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ અને નકલી પનીરને અસલી પનીર કહીને વેંચીને છેતરપિંડી કરવાના ગુના હેઠળ ડેરીના એક સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં સુરભી ડેરીના અન્ય એક માલિક અને સંચાલક કૌશિક પટેલને ગુનાની ગંધ આવી જતાં તે પોલીસ પકડથી બચવા માટે ફરાર થવામાં સફળ રહ્યો છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ સંચાલકો સુરત શહેરમાં રોજનું આશરે એક હજાર કિલો (1000 Kg) નકલી પનીરનું વેંચાણ કરતા હતા. આ નકલી પનીર સીધેસીધું લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતું હતું. આ કાર્યવાહીથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
