News of Tuesday, 25th November 2025
સુરત ઇકોનોમિક સેલ દ્વારા ચાલુ વર્ષમાં ૭૮ ફરિયાદ..
ગુજરાતમાં નવો વિક્રમ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની દૂરંદેશીથી સ્થપાયો કરોડો રૂપિયા પરત અપાવી ઇતિહાસ સર્જયો

ડીસીપી કરણરાજ વાઘેલા, એસીપી ઘનશ્યામસિંહ સરવૈયા, પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. હડિયા, પીઆઇ એમ. એન.જાડેજા સહિતની અનુભવી ટીમની રાત દિવસની જહેમત રંગ લાવી
રાજકોટ તા. ૨૫: ટેકનોલોજી યુગમાં હવે ગુનાખોરીનો પ્રકાર બદલાયો છે, આગમના એંધાણ સિનિયર IPS અનુપમસિંહ ગેહલોત રાજકોટ પોલીસ કમિશનર હતા તે સમયથી પારખી જવા સાથે ટેકનોલોજી આરોપીને પકડવા ખૂબ મહત્વનું પરિબળ બનશે તે બાબત ખૂબ સારી રીતે જાણી આખા ગુજરાતમાં થર્ડ આઇની ભરમાર સાથે એક કિલોમીટર દૂરથી નંબર પ્લેટ ખૂબ સારી રીતે દેખાઈ તેવો પોલીસ કમિશનર ઓફિસમાં લોકોના સહકારથી ભવ્ય કમાન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કરેલ. ફરી મૂળ વાત પર આવીએ તો ચાલુ વર્ષ દરમિયાન કરોડો રૂપિયાના આર્થિક ફ્રોડના ગુન્હા આ ગુજરાતના ઔધોગિક પાટનગર સુરતમાં બન્યા હતા.
પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત જેમ ડ્રગ્સ મામલે વડોદરા પોલીસ કમિશનર તરીકેના પ્રથમ કાર્યકાળથી જાગળતિ દાખવી અને સુરતમાં અદભુત પરિણામ. મેળવ્યા તેવી જાગળતિ આર્થિક ફ્રોડ મામલે દાખવી જેના પરિણામ સ્વરૂપ આર્થિક ગુન્હા નિવારણ શાખાનુ એક ફૂલ પ્રૂફ અનુભવી અધિકારીઓનું સેટઅપ ત્યાર કર્યું જેમાં ડીસીપી કારણરાજ વાઘેલા, તલસ્પર્શી તપાસ કરવા માટે ગુજરાત પોલીસમાં ખૂબ જાણીતા એસીપી ઘનશ્યામસિંહ સરવૈયા, પોલીસ ઇન્સ્પેક્ટર પી. એમ . હડિયા, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજા સહિતની ટીમો બનાવી જેના ફળ સ્વરૂપ ગણતરીના માસમાં ૮૪૬ અરજી મળી, આ અરજીઓનો અભ્યાસ કરી ,પ્રાથમિક ગુન્હો બનતો હોવાનું રાત દિવસની જહેમત બાદ તારણ નીકળતા ૭૮ ફરિયાદ પોલીસ કમિશનરના આદેશ મુજબ દાખલ કરી, પોલીસે મહિલાઓ સહિત ૨૫૨ આરોપીઓ ઝડપાતા લોકોનો વિશ્વાસ વધ્યો, વાત એટલેથી નથી અટકતી લોકોના કરોડો રૂપિયા પરત મલે તેવા પ્રયાસ ખુદ પોલીસ કમિશનરે કર્યા અને સફળ પણ થયા.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
