<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી પર સુનાવણી

ફેક્ટરીના માલિક દીપક ટ્રેડર્સ અને અન્ય લોકોને પણ પક્ષકાર બનાવવા કોર્ટનો આદેશ :ગુજરાત હાઇકોર્ટે SIT તપાસ મામલે પણ સવાલ કર્યા

ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી પર સુનાવણી થઈ. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે વિસ્તૃત અહેવાલ માંગ્યો. અધિકારીઓની જવાબદારી, બેદરકારી સહિતની બાબત મામલે વિસ્તૃત અહેવાલ મંગાવ્યો. ફેક્ટરીના માલિક દીપક ટ્રેડર્સ અને અન્ય લોકોને પણ પક્ષકાર બનાવવા કોર્ટનો આદેશ કરાયો છે. 

   ગુજરાત હાઇકોર્ટે SIT તપાસ મામલે પણ સવાલ કર્યા હતા  આગામી સુનાવણી દરમિયાન SIT ની રિપોર્ટ આપવા કોર્ટે નિર્દેશ કર્યો છે. જો SIT રિપોર્ટ અધ્યયન થયો હોય તો એક્શન ટેકન રિપોર્ટ આપવા પણ કોર્ટના નિર્દેશ છે. 4 સપ્તાહ બાદ વધુ સુનાવણી યોજાશે. પીડિતોને વળતર, બનાવની તપાસ અન્ય તપાસ સંસ્થાને સોંપવાની અરજીમાં માગ કરાઈ છે.

  સરકારી વકીલની કામગીરી પર કોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. કોઈપણ પ્રકારની યોગ્ય જાણ વિના કોર્ટમાં હાજર થતા કોર્ટે નારાજગી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ પ્રક્રિયા થાય છે અને તેમાં પણ આ પ્રકારનું વર્તન કેમ તેવો વેધક સવાલ હાઈકોર્ટ દ્વારા કરાયો છે. કોર્ટે ટકોર કરી કે સરકારી તંત્રનો આ કેસ્યુઅલ અપ્રોચ જણાઈ આવે છે.

 

(6:58 PM IST)