<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

અમદાવાદ પૂર્વમાં ગૂમ થયેલા લોકોને શોધવાનું અભિયાન :પોલીસે એક માસની ડ્રાઈવમાં 328 લોકોને શોધી કાઢ્યા

પૂર્વ વિસ્તારમાં 15 વર્ષમાં કૂલ 2 હજાર 328 લોકો ગૂમ થયા હતા: ઝૂંબેશમાં 22 પોલીસ સ્ટેશનની ટીમ જોડાઈ

અમદાવાદ પૂર્વમાં ગૂમ થયેલા લોકોને શોધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. પૂર્વ વિસ્તારમાં 15 વર્ષમાં કૂલ 2 હજાર 328 લોકો ગૂમ થયા હતા. પોલીસે એક માસની ડ્રાઈવમાં 328 લોકોને શોધી કાઢ્યા. આ ઝૂંબેશમાં 22 પોલીસ સ્ટેશનની ટીમ જોડાઈ હતી. જેમાં 18 વર્ષથી ઉપરના 194 મહિલા તથા 113 પુરૂષ મળી આવ્યા અને 18 વર્ષથી નાની વયની 8 બાળકીઓ તથા 13 બાળકો મળી આવ્યા હતા .

(8:23 PM IST)