તા. ૨૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૬ શુક્રવાર
News of Tuesday, 25th November 2025
અમદાવાદમાં ઠંડીની શરૂઆતમાં રોગચાળો યથાવત: નવેમ્બરમાં મેલેરિયા અને ટાઈફોઈડના કેસોમાં વધારો
મેલેરિયાના 103 અને ટાઇફોઇડના 164 કેસ નોંધાયા છે, જ્યારે કમળાના 99 અને ડેન્ગ્યુના 62 કેસ નોંધાયા

અમદાવાદમાં ઠંડીની મોસમની શરૂઆત થઈ હોવા છતાં રોગચાળો વકર્યો છે. નવેમ્બર મહિનામાં મેલેરિયાના 103 અને ટાઇફોઇડના 164 કેસ નોંધાયા છે, જ્યારે કમળાના 99 અને ડેન્ગ્યુના 62 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, ઝાડા-ઉલટીના 210 કેસ નોંધાયા છે. પાણીના નમૂનાઓની તપાસમાં પણ બેદરકારી સામે આવી છે, જેમાં ક્લોરિનના 35,546 નમૂનાઓમાંથી 15 ફેલ થયા છે અને બેક્ટેરિયલ તપાસ માટેના 25 નમૂના પણ ફેલ જાહેર થયા છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
