<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ : ભારતમાં પુરાણકાળથી રમતગમત એ સંસ્કૃતિ અને જીવનશૈલીનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો રહી છે : ભૂપેન્દ્રભાઈ પટેલ : ત્રિ-દિવસીય અધિવેશનમાં સમગ્ર દેશમાંથી ક્રીડા ભારતી સંસ્થા સાથે જોડાયેલા ખેલાડીઓ અને સ્વયંસેવકો રહેશે ઉપસ્થિત : ક્રીડા ભારતી રમતોના સંરક્ષણ માટે રમતગમત દ્વારા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપતી સંસ્થા છે : ઓલિમ્પિક ૨૦૩૬ રન અપના ભાગરૂપે આગામી સમયમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ રમતોના આયોજન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે દરેક નાગરિક સ્વસ્થ અને ફિટ રહે તેવો વડાપ્રધાનશ્રીનો ધ્યેય ગુજરાતમાં ખેલ મહાકુંભથી સાકાર થયો છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રીના હસ્તે ક્રીડા જ્યોત સ્મારિકા પુસ્તકનું વિમોચન4:21 PM IST

નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશમાં ખેલ પીપલ્‍સ મૂવમેન્‍ટ બનીઃ ડો.મનસુખભાઈ માંડવીયા : અમદાવાદ ખાતે ૨૦૩૦માં યોજાનાર કોમનવેલ્‍થ ગેમ્‍સ અને ઓલમ્‍પિક- ૨૦૩૬ને ધ્‍યાન રાખી ભારત સરકારની ૨૫૦૦૦ જેટલા ખેલાડીઓ તૈયાર કરવાની નેમઃ કેન્‍દ્રીય સ્‍પોર્ટ્‍સ મંત્રી : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ચ્‍યુઅલી દેશભરમાં જુદા જુદા સ્‍થળોએ સંસદ ખેલ મહોત્‍સવમાં સહભાગી બનેલા રમતવીરો સાથે સંવાદ સાધી, ખેલના મેદાનમાં ભારતનો પરચમ લહેરાવવા પ્રેરિત કર્યાઃ જૂનાગઢમાં પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્‍સવ - ૨૦૨૫નું સમાપનઃ પોરબંદર લોકસભાના ૭ વિધાનસભા ક્ષેત્રોના ખેલાડીઓએ ફીનાલેમાં અભૂતપૂર્વ ઉત્‍સાહ સાથે રમત કૌશલ્‍યો દર્શાવ્‍યા : રાજ્‍યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રમતગમતને રોજબરોજના જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે સંકલ્‍પિત થવા અનુરોધ કર્યો10:10 AM IST

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વોકલ લોકલ-લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આ ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો પાર પાડશે: ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રીએ સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો પ્રારંભ કરાવ્યો : વિકસિત-આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આદિવાસી ઉદ્યોગો-હસ્તકલા કારીગરો-MSMEને યોગદાન આપવામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો નવી દિશા આપશે : પરિશ્રમ-પ્રામાણિકતા અને સ્વાભિમાન સાથે જીવતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી રૂ. 2 લાખ કરોડની જનજાતિય કલ્યાણ યોજના દેશ માટે દિશાદર્શક છે : સુરત જિલ્લામાં 858 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત – ઈ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી3:11 PM IST

જંગલેશ્વરમાં ૩પ હજાર લોકોને કલેકટર તંત્ર બેઘર કરી સરકાર ત્યાં શું કરવા માંગે છે?! રીવર ફ્રન્ટ માટે આટલી મોટી જગ્યા?!! : રાજકોટ અને પ્રદેશના કોંગ્રેસ અગ્રણીઓનું બપોરે રાા વાગ્યે કલેકટરને વિસ્તૃત આવેદન... આ લોકો ૪૦ થી પ૦ વર્ષથી અહિં વસે છેઃ કલેકટરશ્રી ૩પ હજાર લોકો બેઘર ન થાય તે પ્રમાણે નિર્ણય લ્યે તેવી અપેક્ષા આવેદન દેવામાં ઇન્દ્રનીલ રાજયગુરૂ, ગાયત્રીબા વાઘેલા, ઇન્દ્રવિજયસિંહ જાડેજા, જીજ્ઞેશ મેવાણી, લાલજીભાઇ દેસાઇ, અતુલ રાજાણી, રાજદિપસિંહ જાડેજા વિગેરે આગેવાનો જોડાયા જંગલેશ્વર અંગે કોંગ્રેસ આગેવાનો બપોરે ર વાગ્યા બાદ પીડીતોનો ર કુટુંબોને સાથે રાખી કલેકટરને આવેદન આપશેઃ ત્યારબાદ ક્રિષ્ણા ચોકમાં સભા અને ત્યારબાદ ૩ વાગ્યે સોરઠીયા વાડી સર્કલ સુધી જંગી રેલી નીકળશે તેમ કોંગ્રેસના રાજકોટ પ્રમુખ શ્રી રાજદિપસિંહ જાડેજાએ ''અકિલા''ને જણાવ્યું હતું3:01 PM IST