<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

બંધારણ દિવસ: ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ભાવસભર સ્મરણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ને અંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા થી 2015 થી દર વર્ષે 26 નવેમ્બરે દેશભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ હતી : બંધારણના આમુખ પઠન કરાયું

અમદાવાદ તા.૨૬ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને  બંધારણ દિવસ અવસરે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 

      મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન માં સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભાવાંજલિ આપીને ડો.  બાબાસાહેબ આંબેડકરની ભાવ વંદના કરી હતી.

      આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, ગાંધીનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. .

          વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા થી 2015 થી દર વર્ષે 26 નવેમ્બરની દેશભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ છે . આ દિવસે બંધારણના આમુખ પઠન પણ કરવામાં આવે છે.

(10:25 AM IST)