<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

ગુજરાત દેશનું સ્‍પોર્ટસ કેપીટલ બનશેઃ ભુપેન્‍દ્રભાઇ

કોમનવેલ્‍થ-ર૦૩૦ની યજમાની કરશે ગુજરાત

અમદાવાદ, તા., ર૭: આખરે જે ક્ષણની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે ઘડીને સત્તાવાર મહોર લાગી ગઈ છે. અમદાવાદ હવે વર્ષ-૨૦૩૦માં આયોજિત થનારા કોમનવેલ્‍થ ગેમ્‍સની યજમાની કરશે. આ અંગેની જાહેરાત આજરોજ ગ્‍લાસગ્‍લો, સ્‍કોટલેંડ ખાતે આયોજિત ‘કોમનવેલ્‍થ સ્‍પોર્ટ્‍સ જનરલ એસેમ્‍બલી'ની બેઠકના અંતે કરવામાં આવી છે. આ ક્ષણ સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના રમતગમતની સંસ્‍કળતિને સતત પ્રોત્‍સાહન અને દૂરદર્શીતા, કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહ, રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તથા નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીના અથાક પ્રયાસોના લીધે ભારત ખેલકૂદના ક્ષેત્રમાં સતત આગેકુચ કરી રહ્યું છે. જેના પરિણામસ્‍વરૂપે આજે કોમનવેલ્‍થ રમતોત્‍સવની શતાબ્‍દી અંતર્ગત ૨૪-મા કોમનવેલ્‍થ રમતોત્‍સવની યજમાની અમદાવાદને પ્રાપ્ત થઇ છે. જેને લઈને હવે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે પ્રતિક્રિયા આપી છે.

ભૂપેન્‍દ્રભાઇ પટેલે જણાવ્‍યું છે કે, ‘અમદાવાદ, ગુજરાત અને ભારત માટે આ અપ્રતિમ ગૌરવની ક્ષણ છે' તેમ જણાવી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના વિઝન અને કેન્‍દ્રિય ગળહમંત્રી અમિતભાઇ શાહના સતત પ્રયાસોને વખાણતા ઉમેર્યું હતું કે, ગુજરાત હવે દેશના સ્‍પોર્ટસ કેપિટલ તરીકે ઉભરશે. એટલું જ નહીં, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સંકલ્‍પનાને વધુ મજબુત કરશે.

(3:12 PM IST)