News of Thursday, 27th November 2025
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવામાં મુશ્કેલી: વજનના માપદંડમાં ખરી ન ઉતરતા મગફળી રિજેક્ટ
પાલનપુરમાં 26 ખેડૂતોની મગફળી ફક્ત વજન ઓછું હોવાથી પરત ફરાવી દેવાઈ:ખેડૂતો 35 કિલોના નિયમમાં છૂટછાટ આપવા માટે માગણી કરી રહ્યા છે

અમદાવાદ : બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને હવે ટેકાના ભાવે મગફળી વેચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરીદી કેન્દ્રોમાં મગફળી વજનના માપદંડમાં ખરી ન ઉતરતા ખેડૂતોની મગફળી રિજેક્ટ થઈ રહી છે. પાલનપુરમાં 26 ખેડૂતોની મગફળી ફક્ત વજન ઓછું હોવાથી પરત ફરાવી દેવામાં આવી છે. નિયમ મુજબ ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીની પ્રત્યેક બોરીનું વજન ઓછામાં ઓછું 35 કિલોગ્રામ હોવું જોઈએ. પરંતુ ખેડૂતોની મગફળીનુ વજન ઓછુ આવી રહ્યુ છે. જેના કારણે મગફળી રિજેક્ટ થઈ રહી છે.
બીજી તરફ ખેડૂતોની માગણી છે કે સતત પડેલા વરસાદના કારણે મગફળીની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના પરિણામે ખરીદી કેન્દ્રો પર ખેડૂતોનો માલ રિજેક્ટ થઈ રહ્યો છે. ખરીદી વખતે ભરતી માટે 35 કિલોની જગ્યાએ 30 કિલો કરવામાં આવે, તો મોટા ભાગના ખેડૂતોનો મગફળી લાયક ઠરી શકે. જેથી ખેડૂતોને ટેકાના ભાવનો યોગ્ય લાભ મળશે. ખેડૂતો 35 કિલોના નિયમમાં છૂટછાટ આપવા માટે માગણી કરી રહ્યા છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
