News of Thursday, 27th November 2025
આણંદમાં ઉભરાતી ગટરોથી ત્રસ્ત રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો: પાધરીયા વિસ્તારના લોકો ગટરનું પાણી લઈને મનપા કચેરીએ પહોંચ્યા
ગટરનું પાણી મનપા કચેરીમાં ઢોળીને લોકોએ રોષ ઠાલવ્યો: નાયબ મ્યુનિસિપલ કમિશનર પર બંગડી નાંખવાનો પ્રયાસ કર્યો:સામાજિક કાર્યકરે પ્રતિકાત્મક વિરોધ તરીકે બંગડીઓ ફેંકી

આણંદ: ઉભરાતી ગટરોથી ત્રસ્ત રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો પાધરીયા વિસ્તારના લોકો ગટરનું પાણી લઈને મનપા કચેરીએ પહોંચ્યા હતા. ગટરનું પાણી મનપા કચેરીમાં ઢોળીને લોકોએ રોષ ઠાલવ્યો હતો આ દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનર પર બંગડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો ,સામાજિક કાર્યકર દ્વારા પ્રતિકાત્મક વિરોધ તરીકે બંગડીઓ ફેંકી હતી.રહીશોનો ઉગ્ર વિરોધ થતા મનપાના કર્મચારીઓ પણ રોષે ભરાયા અને રજૂઆત કરતા લોકોને ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો હોવાનો દાવો વિરોધકર્તાઓએ કર્યો છે.
વારંવાર રજૂઆત છતાં ગટર ઉભરાવવાની સમસ્યા યથાવત્ છે. સમસ્યાને લઈને પાધરીયા વિસ્તારની આશીર્વાદ સોસાયટી અને નીલગીરી સોસાયટીના રહેવાસીઓએ આજે અનોખો વિરોધ નોંધાવ્યો. ગટરના પાણીને કારણે રોગચાળો વકર્યો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. અનેકવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો .
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
