<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

જસદણ-વિંછીયા વિસ્તારમાં ૨૪ નવા પંચાયત ઘર અને ૩૭ નવી આંગણવાડી મંજુર

કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના પ્રયાસો સફળ

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર, તા.૨૮ઃ જસદણ અને વિંછીયા તાલુકામાં જે ગામોમાં પંચાયત ઘર જર્જરીત છે અથવા અગાઉના વર્ષોમાં વારંવાર રજૂઆતો છતાં બેસવાલાયક કે બિલકુલ પંચાયત ઘર ન હતા તેવા જસદણ તાલુકાના ૧૮ ગામોમાં તમામ સુવિધાયુકત પંચાયત ઘરો મંજુર કરવામાં આવ્યા હોય ટુંક સમયમાં બનાવાશે.
રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રયાસથી આ નવા મકાનના કામો મંજુર કરવામાં આવ્યા છે જેમા ભાડલા મોટુ ગામ હોવાથી રૂ. ૩૪.૮૩ લાખનું અતિ આધુનિક પંચાયત ઘર ઉપરાંત પોલારપર, ચીતલીયા, બરવાળા, ગઢડીયા(જામ), રાજાવડલા(જામ), કુંદણી, વેરાવળ(ભા), ઝુંડાળા, રાણપરડા, જીવાપર, કાનપર, જુના પીપળીયા, વિ૨૫૨(ભા), નાની લાખાવડ, બળધોઈ, ભાડલા, લીલાપુર, વડોદ તેમજ વિંછીયા તાલુકાના ૬ ગામો જેમા પાટીયાળી, દેવધરી, ભડલી, છાસીયા, આસલપુર અને સનાળી ગામે અંદાજે રૂ.૬ કરોડથી વધુ રકમના ખર્ચે ગામનું પંચાયત ઘર બનાવાશે.
આગામી દિવસોમાં દરેક ગ્રામ પંચાયત ઘરને પાકા રસ્તાથી ઍપ્રોચ રસ્તા સાથે જોડવામાં આવશે. ગામ સુઘડ, સ્વચ્છ અને આદર્શ ગામ બને તેવા સતત પ્રયાસો કુંવરજીભાઈ બાવળીયા તરફથી થઈ રહ્ના છે.
આ ઉપરાંત રૂ. ૪.૪૪ કરોડના ખર્ચે નવીન ૩૭ જેટલી આગણવાડીઓ પણ મજૂર કરવામા આવી છે જેમા જસદણ તાલુકામા વિરનગર-૧, ચીતલીયા, કોઠી-૨, વડોદ-૨, સાણથલી-૬, પાચવડા-૩, જગવડ-૩, બળધોઈ–૨, રાણીગપર, ભાડલા-૩, ભાડલા-૬, ગઢડીયા(જામ), કડુકા-૧, કડુકા-૨, કમળાપુર, પારેવાળા-૧, બરવાળા, મદાવા, ખડવાવડી, નાની લાખાવડ તેમજ વિછીયા તાલુકાના દેવધરી-૧, પીપરડી-૪, મોઢકા, ઓરી-૧, હિંગોળગઢ, ખડકાણા, કધેવાળીયા-૨, જનડા-૧, વિછીયા-૯, વિછીયા-૨, વિછીયા–૪, કાસલોલિયા, સનાળા, ભડલી, પીપરડી-૧, ઓરી-૨ અને ઓરી-૩ અને વિછીયા તાલુકાના ૧૭ મળી કુલ ૩૭ આગણવાડી કેન્દ્રોના નવા મકાન બાંધકામ માટે ૪.૪૪ કરોડ મજૂર કરવામા આવ્યા છે.
જસદણ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને સરકારના કેબીનેટ મંત્રીની સતત સક્રિયતાના કારણે  જસદણ-વિછીયા તાલુકામા વિકાસની હરણફાળ ભરી છે અને ઍક સમયે અતિ પછાત ગણાતા આ તાલુકાનો હવે વિકાસશીલ તાલુકા તરીકે ઓળખાવા લાગ્યા છે જથી આ તાલુકાના લોકોમા હર્ષની લાગણી ફેલાયેલ છે.

 

(3:56 PM IST)