<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાંથી નવજાત બાળકી મળી

જુના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી બાળકીનો રડવાનો અવાજ આવતા લોકો દોડી આવ્યા: તાજી જન્મેલી બાળકી મળતા વિસ્તારમાં ચકચાર મચી

સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાંથી નવજાત બાળકી મળી આવી છે. જુના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી બાળકીનો રડવાનો અવાજ આવતા લોકો દોડી આવ્યા હતા. નવજાત તાજી જન્મેલી બાળકી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કોઈ મહિલા દ્વારા પોતાનો પાપ છુપાવવા બાળકી છોડી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા ઈચ્છાપોર પોલીસ સ્થળે દોડી આવી હતી. બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે નવજાત શિશુના માતા-પિતાને શોધી કાઢનારને 11,000 નું ઇનામ જાહેર કર્યું છે.

(12:17 PM IST)