<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

અમદાવાદ આરોગ્ય વિભાગની કાર્યવાહી :વારંવાર તેલના ઉપયોગ બદલ 50 ફરસાણ વેપારીઓને નોટિસ

વારંવાર તેલનો ઉપયોગ કરીને FSSAIના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગે શહેરના 50 ફરસાણ વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી છે અને તેમને નોટિસ ફટકારી છે. આ નોટિસ વારંવાર તેલનો ઉપયોગ કરીને FSSAIના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આપવામાં આવી છે. નિયમ મુજબ, તેલમાં TPC (Total Polar Compounds)નું પ્રમાણ 25 ટકાથી વધુ ન હોવું જોઈએ. AMCએ નરોડાના ગ્વાલિયા સ્વીટ અને સમ્રાટ નમકીન, આસ્ટોડિયા ભજીયા હાઉસ, મણિનગરના લિજ્જત ખમણ, ગોતાના અંબિકા દાળવડા અને સ્ટેડિયમના ન્યુ ઓસવાલ રેસ્ટોરન્ટ સહિત અનેક વેપારીઓને નોટિસ આપી છે અને તેલના વપરાશ માટેનું રજિસ્ટર જાળવવાનો પણ આદેશ આપ્યો છે.

(1:15 AM IST)