<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

ગીર સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમા મેળાનો ત્રીજા દિવસ, ૨.૫ લાખથી વધુ મુલાકાતીઓ ઉમટ્યા

ગીર સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો ૨૦૨૫ તેના ત્રીજા દિવસે લોકપ્રિયતાની નવી ઊંચાઈએ પહોંચ્યો.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી અઢી લાખથી વધુ મુલાકાતીઓ સોમનાથ દાદાના સાત્વિક આનંદ માણવા ઉમટી પડ્યા હતા. મેળાના ત્રીજા દિવસનું મુખ્ય આકર્ષણ પ્રસિદ્ધ લોકગાયિકા રાજલ બારોટનું સુમધુર ગાયન રહ્યું. તેમના કંઠે ભક્તિગીતો, લોકગીતો અને ભજનોની રંગત જામી, જેના પર લોકો ઉત્સાહપૂર્વક ઝૂમી ઊઠ્યા હતા.

 

સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશાળ પાર્કિંગ, સુચારુ લે-આઉટ પ્લાન અને ઉત્કૃષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે પરિવારોએ નિશ્ચિંત થઈને મેળાનો આનંદ માણ્યો હતો.

 

સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો ૨૦૨૫ના ત્રીજા દિવસે મેળાએ લોકપ્રિયતાની નવી ઊંચાઈ સર કરી હતી. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લામાંથી ૨.૫ લાખથી વધુ મુલાકાતીઓ સોમનાથ દાદાના દિવ્ય સાનિધ્યમાં મેળામાં સાત્વિક આનંદ માણવા ઉમટી પડ્યા હતા. મેળાની વ્યવસ્થા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, સુચારૂ લે-આઉટ પ્લાન તેમજ અદભૂત આયોજન કરવામાં આવેલ હોવાથી લોકોએ નિશ્ચિંત રીતે પરિવાર સાથે મેળાનો આનંદ માણ્યો હતો.

 

મેળાના ત્રીજા દિવસનું મુખ્ય આકર્ષણ પ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી રાજલબેન બારોટનું સુમધુર ગાયન રહ્યું હતું. તેમની રાગીણીમાં ભક્તિગીતો, લોકગીતો અને ભજનોની સરસ્વતી વહેતી રહી હતી, જેના પર લોકો ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા. હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે લાખો ભક્તોએ દેવાધિદેવ મહાદેવનું પાવન સાનિધ્ય અનુભવ્યું હતું

(1:10 PM IST)