<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

અમદાવાદથી વિદેશ અવર-જવર કરનાર મુસાફરોમાં 10 વર્ષમાં 40 નો વધારો

સરદાર પટેલ એરપોર્ટથી દરરોજ ૧૪પ૦ જેટલી ઇન્‍ટરનેશનલ ફલાઇટ ઉડે છે : ર૦૧પમાં તે સંખ્‍યા ૯૩૮ હતી

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આ વર્ષે 20.95 લાખ ઈન્ટરનેશનલ અને 72.82 લાખ ડોમેસ્ટિક એમ કુલ 93.77 લાખ મુસાફરો નોંધાયા છે. વર્ષ 2015માં અમદાવાદ એરપોર્ટથી ૧૪.૬૦ લાખ વિદેશી મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, 10 વર્ષમાં વિદેશી મુસાફરોની અવર-જવરમાં 40 ટકા જેટલો વધારો થયો છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી હાલ પ્રત્યેક ઈન્ટરનેશનલ ફ્‌લાઇટમાં 152, જ્યારે ડોમેસ્ટિકમાં 128 જેટલા મુસાફરો નોંધાય છે. અમદાવાદથી હાલ દરરોજ સરેરાશ 1450 જેટલી ફ્‌લાઇટની વિદેશમાં અવર-જવર થાય છે. 2015ના વર્ષમાં 938 જેટલી વિદેશની ફ્‌લાઇટની અવર-જવર હતી. ગયા વર્ષની સરખાણીએ પણ વિદેશની ફ્‌લાઇટમાં વધારો થયો છે. 

ઓક્ટોબર 2024માં વિદેશ માટે 1279 જેટલી ફ્‌લાઇટ હતી. ડોમેસ્ટિકની વાત કરવામાં આવે તો ઓક્ટોબરમાં અમદાવાદ એરપોર્ટથી કુલ 9.91 લાખ મુસાફરો નોંધાયા છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ સહિત ઓક્ટોબરમાં 12.10 લાખ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, ઓક્ટોબરમાં પ્રત્યેક દિવસે સરેરાશ 39 હજાર જેટલા મુસાફરો નોંધાયા હતા. જાણકારોના મતે, આગામી વર્ષે અમદાવાદ એરપોર્ટથી મુસાફરોનો આંક 45 હજાર સુધી પહોંચે તેવી સંભાવના છે. ઓક્ટોબરમાં સૌથી વધુ ડોમેસ્ટિક મુસાફરો નોંધાયા હોય તેમાં સુરત બીજા, વડોદરા ત્રીજા જ્યારે રાજકોટ ચોથા સ્થાને છે. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન અમદાવાદ એરપોર્ટમાં મુસાફરોમાં 7 ટકાનો વધારો થયો છે.

(2:11 PM IST)