News of Sunday, 30th November 2025
ચિંતન શિબિરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભોજન સમારંભમાં જાતે ‘ઉબાર્ડિયું’ પીરસીને સૌને ખુશ કરી દીધા!
ગુલાબી ઠંડીમાં "ઊંબાડિયા"ની મજા માણીને મંત્રીઓએ તાજગી અનુભવી : વલસાડ અને દ.ગુજરાતની પરંપરાગત વખણાતી વાનગી ‘ઉબાડિયા’નો ભોજનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ચાલી રહેલી રાજ્ય સરકારની ૧૨મી ચિંતન શિબિર દરમિયાન મંત્રીઓએ સ્થાનિક પરંપરાગત વાનગી "ઊંબાડિયા"નો સ્વાદ માણ્યો હતો. શુક્રવારે રાત્રે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ અનેક સહિત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધરમપુરમાં ખાસ આયોજિત 'ઊંબાડિયા પાર્ટી'માં મંત્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે હર્ષ સંઘવીએ સ્વયં મંત્રીઓ અને અધિકારીઓને ઊંબાડિયું પીરસીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
વલસાડ જિલ્લામાં ખાસ પ્રસિદ્ધ ગણાતી આ પરંપરાગત વાનગીનો સ્વાદ માણતા મંત્રીઓએ સ્થાનિક રસોઈ પરંપરાની ખૂબ પ્રશંસા કરી હતી. આનાથી સ્થાનિક સંસ્કૃતિ અને ભોજન પ્રત્યે તેમનો આદર ચિંતન શિબિરના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે મંત્રીઓએ આ અનોખી પાર્ટીમાં હાજરી આપીને સૌહાર્દપૂર્ણ માહોલમાં વિરામનો આનંદ માણ્યો હતો. ધરમપુરમાં રાત્રે પડી રહેલી ગુલાબી ઠંડીમાં ઊંબાડિયાની મજા માણીને મંત્રીઓએ તાજગી અનુભવી હતી
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
