<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

તંત્રની બેદરકારીએ નિર્દોષનો જીવ લીધો :નરોડાના સૈજપુર બોઘા વિસ્તારમાં બિસ્માર રસ્તાને કારણે આધેડનું મોત

રસ્તા પર પડેલા ખાડામાં પટકાતા આધેડનું ગંભીર ઈજાને કારણે મોત થયુ

અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારીએ વધુ એક નિર્દોષનો જીવ લીધો. નરોડાના સૈજપુર બોઘા વિસ્તારમાં બિસ્માર રસ્તાને કારણે આધેડનું મોત થયુ. રસ્તા પર પડેલા ખાડામાં પટકાતા આધેડનું ગંભીર ઈજાને કારણે મોત થયુ છે. રજૂઆતો બાદ પણ કોઈ કામગીરી ન કરાઈ, નિર્દોષનો જીવ ગયો છે. હવે AMCએ દેખાડા માટે બેરીકેડિંગ કરી કાર્યવાહીનો ઢોંગ કર્યો

સ્થાનિક રહીશોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો અને ભારે આક્રોશ ઠાલવ્યો. અનેકવાર રજૂઆતો છતાં કોઈ કામગીરી ન કરાઈ. અગાઉ પણ એક-બે લોકો પટકાયા હતા ત્યારે પણ કોઈએ કઈ કામગીરી નથી કરી. ઉપરથી અધિકારીઓ ગટરનું કામ અમારામાં નથી આવતુ તેવો જવાબ આપતા હતા.

(5:15 PM IST)