News of Monday, 1st December 2025
વડોદરામાં બેંક ઓફ બરોડાના ATMમાં લૂંટ થયાનો મેસેજ મળતા પોલીસ, બેન્ક અધિકારીઓ અને FSLની ટીમ દોડી
સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડા સર્કલ પાસે આવેલ બેંક ઓફ બરોડાના ATMમાં લૂંટ થઈ હોવાની માહિતી મળતા દોડધામ

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડા સર્કલ પાસે આવેલ બેંક ઓફ બરોડાના ATMમાં લૂંટ થઈ હોવાની માહિતી મળતા પોલીસ, બેંક અધિકારીઓ અને FSLની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ગ્રાહકે ATMમાં મોટા પ્રમાણમાં રૂપિયા વિખેરાયેલા જોઈ લૂંટની શંકા વ્યક્ત કરી હતી.
સીસીટીવી ફૂટેજ તપાસતા, પોલીસને ખબર પડી કે ATMમાં કોઈ લૂંટ કે ચોરી થઈ નહોતી. હકીકત એ હતી કે એક વૃદ્ધ ગ્રાહક ડિપોઝિટ મશીનમાં રોકડ જમા કરાવવા આવ્યા હતા. તે સમયે ATMનું ઇન્સ્ટોલેશન કામ ચાલુ હોવાને કારણે મશીન ખુલ્લું હતું.
ગ્રાહકના જતા બાદ તેમના જમા કરાવવાના રૂપિયા ટેક્નિકલ ખામીને કારણે પાછા બહાર આવી ગયા અને ATMમાં વિખેરાઈ ગયા. ઘટના બાદ ATMમાં પૈસા વિખેરાયેલા જોઈ અન્ય ગ્રાહકે એને લૂંટ માનીને પોલીસને જાણ કરી હતી.
પોલીસ હાલમાં ATMમાંથી મળેલા તમામ રૂપિયા કબ્જે રાખી છે અને સીસીટીવીમાં દેખાતા વૃદ્ધ ગ્રાહકને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી રકમ તેમને પરત આપી શકાય. પોલીસ અનુસાર, ATMમાંથી કોઈપણ રકમ ગાયબ નથી થઈ. ટેક્નિકલ ખામીને કારણે થયેલી આ ઘટનાને લૂંટની અફવા તરીકે ગણવામાં આવી છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
