News of Tuesday, 2nd December 2025
ગુજરાત રાજ્યમાં લોકરક્ષક દળ (LRD)ની ભરતી પ્રક્રિયામાં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની આતુરતાનો અંત : પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ સત્તાવાર રીતે જાહેર
પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં કુલ 11,925 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી : મેરીટમાં સ્થાન પામેલા ઉમેદવારોએ આગામી 3 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન (Self Declaration) સબમિટ કરવાનું રહેશે

અમદાવાદ તા.૨: રાજ્યમાં લોકરક્ષક દળ (LRD)ની ભરતી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની આતુરતાનો અંત લાવતા પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે.
11,925 ઉમેદવારોનો મેરીટમાં સમાવેશ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં કુલ 11,925 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ઉમેદવારો તેમનું નામ અને મેરીટ સ્ટેટસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર જઈને જોઈ શકે છે.
3 ડિસેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત
મેરીટ લિસ્ટ જાહેર થવાની સાથે જ પસંદગી પામેલા ઉમેદવારો માટે મહત્વની સૂચના પણ જારી કરવામાં આવી છે. મેરીટમાં સ્થાન પામેલા ઉમેદવારોએ આગામી 3 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન (Self Declaration) સબમિટ કરવાનું રહેશે. ઉમેદવારોએ વેબસાઈટ પર જઈને Self Declaration Form ઓનલાઈન ભરવાનું રહેશે અને ત્યારબાદ તેની PDF ફાઈલ અપલોડ કરવાની રહેશે.
OTP વેરિફિકેશન વિના પ્રક્રિયા અધૂરી ગણાશે બોર્ડે ખાસ તાકીદ કરી છે કે માત્ર ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી કામ પૂરું થતું નથી. PDF ફાઈલ અપલોડ કર્યા બાદ ઉમેદવારે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતા OTP (વન ટાઈમ પાસવર્ડ) દ્વારા વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. OTP વેરિફિકેશન બાદ જ આ પ્રક્રિયા પૂર્ણ ગણવામાં આવશે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
