<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ભુજ સહિત ૧૦ શહેરમાં રામી ગ્રૂપ ઓફ હોટેલ્‍સના ૩૮ સ્‍થળે ITના દરોડા

ઇન્‍કમટેક્‍સ વિભાગની ઇન્‍વેસ્‍ટિગેશનવિગદ્વારા ૧૦ શહેરોમાં તપાસ : ગ્રૂપની ભારતમાં મુંબઈ,સુરત અને ગલ્‍ફદેશો સહિતમાં ૫૨ હોટેલ,રેસ્‍ટોરન્‍ટ

મુંબઇ તા.૧: ઇન્‍કમ ટેક્‍સ વિભાગની ઇન્‍વેસ્‍ટિગેશન વિગ દ્વારા રામી ગ્રૂપ ઓફ હોટેલ્‍સ પર આજે સવારથી દરોડા અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કચ્‍છના જિલ્‍લા મથક ભુજ ખાતે રામી, ૫ શ્રીનિવાસ પેલેસ હોટલ ઉપરાંત ગ્રૂપના મુંબઈ સહિતના ૧૦ શહેરોમાં ૩૮ સ્‍થળોએ ઈન્‍કમ ટેક્‍સ વિભાગ દ્વારા વ્‍યાપક તપાસમાં નાણાકીય લેવડ-દેવડ, હિસાબી દસ્‍તાવેજો અને અન્‍ય મહત્ત્વના પુરાવાઓની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્‍યું હતું.

મુંબઈમાં ઇન્‍કમ ટેક્‍સ વિભાગની ઇન્‍વેસ્‍ટિગેશન વિગ દ્વારા રામી ગ્રૂપ ઓફ હોટેલ્‍સ પર મોટા પાયે તપાસ કાર્યવાહી શરૂ કરવાની સાથે ભુજ સહિત દેશના ૧૦ શહેરોમાં કુલ ૩૮ સ્‍થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્‍યા છે. જેમાં મુંબઈની અનેક હોટેલો અને ઓફિસ સહિતનો સમાવેશ થાય છે. રામી ગ્રૂપ ભારત અને ગલ્‍ફ દેશોમાં કુલ પર જેટલી હોટેલ્‍સ અને રેસ્‍ટોરન્‍ટ ચલાવે છે. ગ્રૂપ દ્વારા લકઝરી ફોર અને ફાઇવ સ્‍ટાર સહિતની હોટેલ્‍સ તેમજ રેસ્‍ટોરન્‍ટ ચેઈનનું સંચાલન કરવામાં આવતું હોવાની વિગતો મળી રહી છે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે, ઈન્‍કમ ટેક્‍સ વિભાગે માત્ર રામી ગ્રૂપ જ નહીં, પરંતુ ગ્રૂપના માલિક વર્દરાજ મંજપ્‍પા શેકી સંબંધિત સ્‍થળોએ પણ તપાસ આદરી હતી. યુએઈના સૌથી પનિક ૧૦૦ ભારતીયોની યાદીમાં શેઢીની ગણના કરવામાં આવે છે.

સૂત્રો અનુસાર તપાસ દરમિયાન નાણાકીય લેવડ-દેવડ, હિસાબી દસ્‍તાવેજો અને અન્‍ય મહત્ત્વના પુરાવાઓની શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ભુજ સહિત દેશભરના અનેક સ્‍થળોએ ઈન્‍કમ ટેક્‍સ વિભાગની તપાસના કારણે હોટલ ઉદ્યોગકારોમાં ફફડાટ મચી ગયો હતો

(10:21 AM IST)