News of Wednesday, 3rd December 2025
અમદાવાદ માઇનોરેટી ડિપાર્ટમેન્ટનું મહા સંમેલનઃ સન્માન સમારોહ યોજાયો
અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતનાનું સન્માનઃ વજીરખાનના કાર્યોને બિરદાવ્યા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૩ :.. અમદાવાદ ખાતે માઇનોરેટી ડિપાર્ટમેન્ટનું મહા સંમેલન અને સન્માન સમારોહ નો કાર્યકર્મ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો અને આ કાર્યકર્મ માં વજીરખાન પઠાણ ના કાર્ય ના ખૂબ જ કદર કરી અભિનદન પાઠવેલ હતા.
અમદાવાદ ખાતે મળેલ માઇનોરેટી ના મહાસંમેલન માં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન અને રાજ્યસભા ના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી એ જણાવેલ હતું કે ગુજરાત માં હજારો રૂપિયાનું દ્રસ પકડાયું સરકાર ને નથી ખબર? એજન્સી વાળા ને નથી ખબર કે કોણ ઇશારે આવે છે ગુજરાત માં નશા બાંધી છે દારૂ બાંધી છે આવી પ્રવળતિ યુવા ધન ની બરબાદ કરવા ની સાજીદ છે તેને રોકવા જરૂર છે.
હું ૨૦૧૮ માં રાહુલ ગાંધી ને મળ્યો અને મને લાગ્યું કે રાહુલગાંધી જેવા વહીદ ઇન્સાન દેશ કો બચા શકતા હૈ ત્યારે રાહુલ ગાંધી એ કહેલ કે ભાજપે દેશ માં નફરત ફેલાવી છે. ગુજરાત કોંગ્રેસ ના પ્રમુખ અમિત ચાવડા એ જણાવેલ હતું કે આપણી માટે મોટી ચેલેન્જ છે કે આપણા મતો નું વિભાજન થાય તેવું ઈચ્છે છે ત્યારે આપણે સજગ થઈ ભાજપ ની આ મેલી મુરાદ પાર પાડવા નથી દેવી ગુજરાતમાં એસ આઈ આરની કામગીરી માં માઇનોરેટી ડિપાર્ટમેન્ટ એ ખૂબ સરસ કામ કર્યું છે.
ગુજરાત ના માઇનોરેટી ને ટ્રિપલ તલાક યુ.સી સી વિગેરે મુદા ઓ મૂકયા માઇનોરેટી ને ડરાવવા માટે પરતુ માઇનોરેટી એ લડત માં અગેસર રહ્યા આ તમામ પ્રશ્નો અને સમસ્યા ઉકેલ ગુજરાત માં પરિવર્તન લાવો
આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ કાદિરબાપુ પીરઝાદા એ જણાવેલ હતું કે ગુજરાત ની માઇનોરેટી ઉપર દેશ નું રાજકારણ ચાલે છે ગુજરાત ની માઇનોરેટી સજાગ રહી ને કામ કરે છે દેશ માં આઝાદી મળી ત્યારે અઢારે વલણ સાથે હતા તેમાં મુસ્લિમો એ નોંધ પત્ર બલિદાન આપ્યું આપ્યું છે મુસ્લિમો ની તકલીફો માં કોઈ સાથે નથી રહેતું માર ખાઈ ને પણ મુસ્લિમો કોંગ્રેસ નું કામ કરે છે ગુજરાત ના માઇનોરેટી ની ચિંતા દેશ આખું કરી રહ્યા છે આ દેશ માં એકતા નું વાતાવરણ બનવું છે આતંકવાદી મુસ્લિમ નથી મુસ્લિમ આતંકવાદી નથી આપણે કયારે આતંકવાદ ને માનતા નથી અને માણશું પણ નહીં તેમ અંત મા પીરઝાદા એ કહેલ હતું
આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન વજીરખાન પઠાણે જણાવેલ હતું કે એસ આઈ આર નો મુદો આપણી માટે ગંભીર છે આ મુદો સમાજ માટે પરેશાની વાળો છે એટલે અંગત કાળજી રાખી એસ આઈ આર ની કામગીરી કરવી પડશે.
આ પ્રસગે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતભાઈ સોલંકી.પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદિનભાઈ શેખ જાવેદ પીરઝાદા ગુજરાત કોંગ્રેસ ના મહામંત્રી ઈકબાલભાઈ શેખે ધારાસભ્ય શૈલેષ ભાઈ પરમાર.ઈમરાનભાઈ ખેડાવાળા શહેજાદખાન પઠાણ ઈરફાન પીરઝાદા શાહનવાજશેખ વિગેરે આગેવાનો એ પ્રાસંગિક પ્રવચન કરેલ હતું અને આ માઇનોરેટી ના ભવ્ય કાર્યકર્મ ગોઠવા બદલ વજીરભાઈ ને સેંકડો આગેવાનો એ ખૂબ ખૂબ અભિનદન પાઠવેલ હતા
આ કાર્યકર્મ ને સફળ બનાવવા વાઇસ ચેરમેન નાસિરખાન પઠાણ રિયાજભાઈ લોહાનીએ જહેમત ઉઠાવી હતી.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
