News of Wednesday, 3rd December 2025
નડિયાદના કંજોડા પાટિયા અને શેરી સીમ નજીક બે અલગ અલગ ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
નડિયાદ-ડાકોર રોડ પર સર્જાયા બે ગમખ્વાર અકસ્માત:પાંચેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા:અકસ્માત મામલે જે-તે વિસ્તારના પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

નડિયાદ : નડિયાદ-ડાકોર રોડ ઉપર કંજોડા પાટિયા અને શેરી સીમ નજીક બે અલગ અલગ બાઈક અકસ્માતમાં પાંચ લોકોને ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ બંને અકસ્માત મામલે જે-તે વિસ્તારના પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
નડિયાદના કંજોડામાં રહેતા જયંતિભાઈ બાબુભાઈ રાવળ તેમની મંગેતર સેજલબેન કનુભાઈ રાવળ સાથે બાઈક પર મામાના ઘરે ગયા હતા. જ્યાંથી પરત કંજોડા તરફ જતા કંજોડા પાટિયા કટ ક્રોસ કરવા જતા ડાકોર તરફથી આવતી ગાડીએ બાઈકને ટક્કર મારી ગાડી ડિવાઇડર પર ચડી ગઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક જયંતીભાઈ અને સેજલબેને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે અકસ્માતના બીજા બનાવમાં નડિયાદના સોડપુરના મોટા બોરીયામાં રહેતા સુરેશભાઈ ઈશ્વરભાઈ પરમાર તેમના પત્ની મંજુલાબે સાથે બાઈક પર સાસુની ખબર કાઢવા માટે સાસરીમાં જતા હતા. આ દરમિયાન શેરી સીમ કરણપુરા રોડ ઉપર અલીણા તરફથી આવતું અન્ય બાઈક તેમના બાઈક સાથે અથડાતા બંને બાઈક ચાલકો તેમજ બાઈક પાછળ બેઠેલા મંજુલાબેનને રોડ ઉપર પડી જતા ઈજા થઈ હતી. આજુબાજુના લોકોએ ત્રણેય ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફત સારવાર માટે નડિયાદ સિવિલ ખસેડયા હતા. આ અકસ્માત મામલે મહુધા પોલીસે બાઈક ચાલક મનહરભાઈ ચૌહાણ (રહેવાસી ચૂણેલ) સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
