News of Thursday, 4th December 2025
સુરતમાં પુરતી સુવિધા વિનાની ગ્રાન્ટ ઈન એઈડ હિન્દી શાળા સામે DEO ની કડક કાર્યવાહી : માન્યતા રદ કરી
ભેસાણ રોડ પર પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્થળ તપાસ કર્યા બાદ શાળાની માન્યતા રદ કરી નાખી

સુરત શહેરમાં સુવિધા વગરની ગ્રાન્ટેડ શાળામાં સામે DEO એ કાર્યવાહી કરતા શાળાની માન્યતા જ રદ કરી દીધી છે. ભેસાણ રોડ પર પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. શાળામાં એકદમ ખંડર હાલતમાં જોવા મળી. જર્જરીત ખંડર શાળામાં જ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવા છતાં ખોટી દર્શાવી શાળા ચલાવવામાં આવતી હતી. શાળના બારી, દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળ્યા. શાળામાં વિદ્યાર્થીઓ માટે ટોયલેટ – બાથરૂમની સુવિધા પણ પુરતી ન હતી. વિદ્યાર્થીઓ માટે પંખા, પાણી સહિત અનેક પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. શાળાને અગાઉ પણ DEO દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. DEO સ્થળ તપાસ કર્યા બાદ શાળાની માન્યતા રદ કરી નાખી છે
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
