તા. ૨૬ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૮ સોમવાર
News of Thursday, 4th December 2025
19મીએ ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણી :280 જેટલા રજીસ્ટર્ડ બાર એસોસિએશનની એક જ દિવસે યોજાશે ચૂંટણી
1.36 લાખ એડવોકેટ મેમ્બર્સ પોતાના ઉમેદવારોને કરશે વોટિંગ: પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીના પદ માટે વકીલો કરશે ઉમેદવારી અને મતદાન

અમદાવાદ : રાજ્યભરના એડવોકેટ માટેના બાર એસોસિએશનની 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. 280 જેટલા રજીસ્ટર્ડ બાર એસોસિએશનની એક જ દિવસે ચૂંટણી યોજાશે, રાજયના 1.36 લાખ એડવોકેટ મેમ્બર્સ પોતાના ઉમેદવારોને વોટિંગ કરશે, પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીના પદ માટે વકીલો ઉમેદવારી અને મતદાન કરશે . રાજકીય ચૂંટણીની જેમ જ એડવોકેટ ઉમેદવારો મેનિફેસ્ટો પણ જાહેર કરે છે,. બાર એસોસિએશનના ચૂંટણી પરિણામ 24 કલાકમાં જાહેર થતા હોય છે. સૌથી મોટા અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિએશનનું પરિણામ 3 થી 4 દિવસે જાહેર થાય છે
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
