<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

સુરત એરપોર્ટ પર બિનવારસી બેગ મળી આવતા થોડાક સમય માટે ચકચાર મચી

સુરક્ષા દળોએ તરત જ વિસ્તાર કોર્ડન કરી તપાસ શરૂ કરી: બેગમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં રાહતનો શ્વાસ લેવાયો

 

સુરત એરપોર્ટ પર બિનવારસી બેગ મળી આવતા થોડાક સમય માટે ચકચાર મચી હતી. એરપોર્ટની બહારના પેસેજ વિસ્તારમાં બેગ પડેલી જોવા મળતા સુરક્ષા દળોએ તરત જ વિસ્તાર કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બેગમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં રાહતનો શ્વાસ લેવાયો. બાદમાં જાણવા મળ્યું કે આ બેગ એક પેસેન્જર ભૂલથી છોડી ગયો હતો, જેને સુરક્ષા ચકાસણી બાદ બેગ પરત કરવામાં આવી. .

(1:59 PM IST)