<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

અમદાવાદમાં નશાના નેટવર્કનો પર્દાફાશ: વિદેશથી હાઇબ્રિડ ગાંજો મગાવીને છૂટક વેચાણ કરનાર આરોપી રાજદીપ ગોહિલની ધરપકડ

સાયબર ક્રાઈમની ટીમ ઠગાઈ કેસને લઈને નારણપુરા વિસ્તારમાં શ્રદ્ધા દીપ કોમ્પ્લેક્સ ફ્લેટમાં પહોંચી ત્યારે એક ફ્લેટમાં કેટલા યુવકો મળ્યા : તપાસ વખતે એક શંકાસ્પદ બેગમાં હાઈબ્રીડ ગાંજો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી

અમદાવાદમાં નશાના નેટવર્કનો પર્દાફાશ થયો છે, વિદેશથી હાઇબ્રિડ ગાંજો મગાવીને છૂટક વેચાણ કરનાર આરોપી રાજદીપ ભરતસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમની ટીમ ઠગાઈ કેસને લઈને નારણપુરા વિસ્તારમાં આવેલા શ્રદ્ધા દીપ કોમ્પ્લેક્સ ફ્લેટમાં તપાસ કરવા પહોંચી હતી ત્યારે એક ફ્લેટમાં કેટલા યુવકો મળી આવ્યા હતા. જ્યાં સાયબર ક્રાઈમની ટીમ ચેકિંગ કરી રહી હતી. તપાસ વખતે એક શંકાસ્પદ બેગ મળ્યું હતું આ બેગમાં હાઈબ્રીડ ગાંજો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાંજા ભરેલા બેગ અંગે પીજીમાં રહેતા યુવકોની પૂછપરછ કરતાં આ ગાંજો રાજદીપ ગોહિલ નામનો યુવક લાવ્યો હોવાનું આવ્યું હતુ. જે બાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ટીમે ગુનો નોધી રૂપિયા 15 લાખનો 423 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરીને આરોપી યુવકની ધરપકડ કરી હતી અને સમગ્ર તપાસ SOGને સોંપી હતી

 

(9:47 PM IST)