<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

સાંસદ હેમાંગ જોશીએ સંસદમાં વડોદરા હાઇવેના સાંકડા પુલ અને ટ્રાફિકની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો

ડૉ. જોશીએ આ સમસ્યાના નિરાકરણ માટે પુલોને પહોળા કરવા ઉપરાંત રેપિડ એક્શન ટીમનું કાર્યાલય વડોદરાની નજીક યોગ્ય સ્થળે ખસેડવા માટે પણ માંગણી કરી

વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ સંસદમાં માર્ગ પરિવહન મંત્રી સમક્ષ વડોદરા હાઇવે પરના ચાર સાંકડા પુલોના કારણે થતા ભારે ટ્રાફિક જામનો મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ સાંકડા પુલોને કારણે ચોમાસા જેવી કટોકટીની પરિસ્થિતિમાં રેપિડ એક્શન ટીમ સમયસર ઘટનાસ્થળે પહોંચી શકતી નથી. તેથી, ડૉ. જોશીએ આ સમસ્યાના નિરાકરણ માટે પુલોને પહોળા કરવા ઉપરાંત રેપિડ એક્શન ટીમનું કાર્યાલય વડોદરાની નજીક યોગ્ય સ્થળે ખસેડવા માટે પણ માંગણી કરી છે.

(1:07 AM IST)