News of Saturday, 6th December 2025
જ્વેલર્સના હિતોને સુરક્ષિત કરવા માટે ગુજરાતમાં વિજિલન્સ કમિટીની રચના કરો
ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટીક કાઉન્સીલ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે હર્ષ સંઘવીને રજૂઆત

રાજકોટ : ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ એ ગુજરાતના ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી. જ્વેલર્સના હિતોને સુરક્ષિત કરવા માટે ગુજરાત રાજ્ય સ્તરીય વિજિલન્સ કમિટી રચવાની વિનંતી કરી હતી.
જ્વેલર્સ કાઉન્સિલના અધ્યક્ષ રાજેશ રોકડે, ઉપાધ્યક્ષ અવિનાશ ગુપ્તા, ડિરેક્ટર સલીમ દાંગએ ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજી સાથે મુલાકાત કરી વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા જે આ મુજબ છે.
જ્વેલર્સને અનાવશ્યક સતામણીથી બચાવવા ગુજરાત રાજ્ય સ્તરીય વિજિલન્સ કમિટીની રચના, ન્યાયસંગત પ્રતિનિધિત્વ અને પારદર્શિતા સુનિヘતિ કરવા માટે મુખ્ય સ્થાનિક જ્વેલર્સની ભાગીદારી, પ્રક્રિયાઓને સરળ બનાવવા અને વિશ્વાસ સ્થાપિત કરવા માટે જ્વેલર્સ અને સત્તાવાળાઓ દ્વારા સંયુક્ત રીતે SOPs તૈયાર કરવી, મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, રાજ્યના ગૃહ (ગ્રામ્ય), ગૃહનિર્માણ, શાળા, શિક્ષણ, સહકાર અને ખનિજ મંત્રી શ્રી પંકજ ભોયરજી તથા ધારાસભ્ય પરિષદની સભ્ય શ્રીમતી ચિત્રા કિશોર વાગે મહારાષ્ટ્રમાં દક્ષતા કમિટી મોડેલ અમલમાં મૂકવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. ગુજરાતમાં અસરકારક અમલવારી માટે GJC આ મોડેલને બેન્ચમાર્ક તરીકે ઉપયોગ કરશે, જ્વેલર્સ માટે સ્થાનિક સ્તરે સહાય પૂરી પાડવા અને વિજિલન્સ મજબૂત બનાવવા GJC હેઠળ જિલ્લા સ્તરીય સમિતિઓની રચના.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
