News of Saturday, 6th December 2025
ગુરૂ થી શનિ ઠંડીની વધુ અસર વર્તાશેઃ અશોકભાઈ પટેલ
૧૩ ડીસેમ્બર સુધી ન્યુનતમ તાપમાનની રેન્જ ૧૨ થી ૧૬ અને કેટલાક દિવસે ૧૦ થી ૧૪ ડીગ્રી આસપાસ રહેશે, આગાહીના પાછલા દિવસોમાં ઠંડીની અસર વધુ અનુભવાશેઃ લઘુતમ તાપમાન બે થી ત્રણ ડીગ્રી ઘટશેઃ નોર્મલ ન્યુનત્તમ તાપમાન ૧૫ થી ૧૬ ડીગ્રી ગણાય

રાજકોટઃ આવતા અઠવાડીયે ગુરૂવાર થી શનિવાર સુધી ઠંડીની અસર વધુ જોવા મળશે. ૧૩ ડીસેમ્બર સુધી ન્યુનતમ તાપમાનની રેન્જ ૧૨ થી ૧૬ અને કેટલાક દિવસે ૧૦ થી ૧૪ ડીગ્રી વચ્ચે રહેશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
તેઓ જણાવે છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ બે ડીગ્રી આસપાસ રહ્યું હતું. રાજકોટ સામાન્ય નજીક રહ્યું હતું.
આજે ન્યુનત્તમ તાપમાન મોટા ભાગે નોર્મલ નજીક રહ્યું છે. વડોદરામાં ૧.૮ ડીગ્રી નોર્મલથી નીચું નોંધાયું હતું.
ન્યુનત્તમ તાપમાન આજે અમદાવાદઃ ૧૫.૮ ડીગ્રી (૦.૬ ડીગ્રી નોર્મલ થી ઉંચું), વડોદરાઃ ૧૪ ડીગ્રી (૧.૮ નોર્મલ થી નીચું), ભુજઃ ૧૫.૪ ડીગ્રી, (૧.૦ ડીગ્રી નોર્મલ થી ઉંચું), રાજકોટઃ ૧૬.૪ ડીગ્રી (૦.૪ ડીગ્રી નોર્મલ થી ઉંચું), ડિસાઃ ૧૩.૮ ડીગ્રી (૦.૩ નોર્મલ થી ઉંચું), અમરેલીઃ ૧૫.૦ ડીગ્રી (૦.૨ ડીગ્રી નોર્મલ થી ઉંચું)
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૬ ડીસેમ્બર થી તા.૧૩ ડીસેમ્બર સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી દરમિયાન ન્યુનત્તમ તાપમાનમાં લગભગ ૨ ડીગ્રી થી ૪ ડીગ્રીનો ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે. જેથી ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી નીચા તરફ જવાની શક્યતા છે. તા.૧૧ થી ૧૩ ડીસેમ્બર દરમિયાન આશરે બે ડીગ્રી નો ઘટાડો થવાની સંભાવના છે.
હાલમાં ગુજરાત રાજ્યના મોટા ભાગોમાં નોર્મલ ન્યુનત્તમ તાપમાન ૧૫ થી ૧૬ ડીગ્રી છે, જ્યારે નોર્થ ગુજરાત માટે લગભગ ૧૩.૫ ડીગ્રી છે. આગાહી સમયમાં ન્યુનત્તમ તાપમાનની રેન્જ ૧૨ થી ૧૬ ડીગ્રી અને કેટલાક દિવસોમાં ૧૦ થી ૧૪ ડીગ્રી રહેવાની ધારણા છે.
આગાહી સમયના પાછળ દિવસોમાં હવામાન નોર્મલથી વધુ ઠંડું અનુભવાશે.
આગાહી સમય દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાશે. મોટાભાગના સ્થળોએ ૭ થી ૧૫ કિ.મી. (પ્રતિ કલાક) પવન ગતિ રહેવાની શક્યતા છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
