તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 6th December 2025
વડોદરાના સોમા તળાવથી કપુરાઇ જતા રોડ પર રસ્તા વચ્ચે અચાનક ગાય રીક્ષા સાથે ધડાકાભેર અથડાતા ગાયનું મૃત્યુ
સાંજના સમયે એક રીક્ષા મુસાફરોને લઇ જતી હતી ત્યારે બની દુર્ઘટના:ગાયનું મૃત્યુ:રીક્ષાનો આગળનો ભાગ તૂટી જતા ડ્રાઈવર સહીત 6મુસાફરો ઈજાગ્રસ્ત

વડોદરા:સોમા તળાવથી કપુરાઇ જતા રોડ પર રસ્તા વચ્ચે અચાનક આવી ગયેલી ગાય સાથે એક રિક્ષા ધડાકાભેર અથડાતા ગાયનું મોત થયું છે. જ્યારે રિક્ષાના ડ્રાઇવર અને મુસાફરોને ઇજા થઇ છે.
આજે સાંજે ડભોઇ રોડ પર સોમા તળાવથી કપુરાઇ જવાના માર્ગ પરથી એક રિક્ષા મુસાફરોને લઇને જતી હતી. તે દરમિયાન ડિવાઇડર કૂદીને એક ગાય અચાનક રિક્ષાની સામે આવી જતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગાયનું મોત થયું હતું. જ્યારે રિક્ષાનો આગળનો કાચ તૂટી ગયો હતો અને રિક્ષાના ડ્રાઇવર તેમજ મુસાફરોને ઓછી વત્તી ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ રોડ પર રોજ રખડતા ઢોરનો ત્રાસ હોય છે. જેના કારણે અવારનવાર અકસ્માતો થતા હોય છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
