<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

મજબુત વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સનો અભાવ !

ડીસેમ્‍બર શરૂ થઇ ચુકયો છે છતાં : ડીસેમ્‍બરના ઉતરાર્ધે મજબૂત ડબલ્‍યુ ડી ના દૌરથી ગુજરાતમાં કોલ્‍ડવેવની સ્‍થિતિ સજાઇ શકે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૮ : છઠ્ઠી ડીસેમ્‍બરથી દિવસે પણ હવે ઠંડી ધ્રુજાવશે. આ શિર્ષક સાથેના આ પુર્વેના અહેવાલ મુજબ હાલ દિવસે હવે શિયાળાની ઠંડીનો વ્‍યાપ વીસ્‍તરી ગયો છે. આઇ.એમ. ડી ના વાર્તારા મુજબ સપ્તાહ દરમ્‍યાન હજુ બે-ત્રણ ડીગ્રી જેટલું તાપમાન ગુજરાતમાં ઘટી શકે છે. કોલ્‍ડ વેવ-શીત લહેરની સ્‍થિતિ માટે ગુજરાતે રાહ જોવી રહી. કારણ કે મજબુત વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સનો અભાવ હાલ જોવા મળી રહ્યો છે. હાલના ડીસેમ્‍બરમાં તો મજબુત ડબલ્‍યુ ડી નો એક પછી એક નો સિલસીલો રહેતો હોય છે જેનો હાલ અભાવ જોવા મળી રહયો છે. જો કે મોડેથી આ સીલસીલો શરૂ થઇ શકે છે. ડીસેમ્‍બરના ઉતરાર્ધે મજબૂત ડબલ્‍યુ ડી આવતા રહે, જમ્‍મુ કાશ્‍મીર, લેહ-લદાખ સહિત ઉતરના રાજયોમાં ભારે સ્‍નો-ફોલ વરસાવે અને પછી એ ભારે બરફ વર્ષાથી થયેલા ઠંડાગાર વાતાવરણ પરથી પસાર થઇ એ પવનો છેક ગુજરાત સુધી વહે ત્‍યારે ગુજરાતમાં હાડ ધ્રુજાવતી થથરાવતી કોલ્‍ડવેવ અર્થાત શીત લહેરની સ્‍થિતિ સર્જાતી હોય છે. આઇએમડી મુજબ હાલ દેશના અમુક જ રાજયો માટે કોલ્‍ડવેવનું એલર્ટ જોવા મળે છે કારણ કે ડબલ્‍યુ ડી તો હાલ પણ પસાર થઇ જ રહ્યા છે. પણ કોલ્‍ડવેવની સ્‍થિતિ નિર્માણ થઇ શકે તેવો ભારે સ્‍નોફોલ વરસાવી રહ્યા નથી.

આ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ અર્થાત ડબલ્‍યુ ડી એટલે કે પશ્‍ચિમી વિક્ષોભ કયાંથી શરૂ થઇ આપણા પૂર્વ હિમાલય સુધી પહોંચે છે? તે પણ જાણવુ જરૂરી છે. વર્લ્‍ડમેપ પર દ્રષ્‍ટિપાત કરીએ તો ભારતની પશ્‍ચિમે આવેલ MEDITERRANNEAN SEA મેડિટેરેનીઅન સમુદ્રમાં જે વાદળો વરસાદની સીસ્‍ટમો બને છે તે પૂર્વ તરફ ગતિ કરે છે. આ સિસ્‍ટમો ઇરાક- ઇરાન- કાસ્‍મીયન સમુદ્રથી અફઘાનિસ્‍તાન- પાકિસ્‍તાન પર થઇને પૂર્વ હિમાલયના ઉંચાઇવાળા પર્વતોને કારણે રોકાઇને સ્‍નોફોલ વરસાવે છે. આ સિસ્‍ટમો પશ્ચિમ તરફથી આવતી હોઇ, તેને હિન્‍દીમાં પヘમિી વિક્ષોભથી ઓળખીએ છીએ. શિયાળે દેશમાં ઠંડીની વધ-ઘટ આ પヘમિી વીક્ષોભોને લઇને જ થતી હોય છે

(11:39 AM IST)