<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

ગુજરાતમાં તારીખ 10થી 13 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું જોર વધશે, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના ભાગોમાં તાપમાન 10થી 11 ડિગ્રી રહેવાની શક્યતા : 22 ડિસેમ્બર પછી રાજ્યમાં માવઠું પડવાની સંભાવના : અંબાલાલ પટેલની આગાહી

સવારે હાડકાં કંપાવતી ઠંડી બાદ બપોરે તાપમાન 29થી 31 ડિગ્રી સુધી પહોંચી શકે છે બંગાળની ખાડી અને 24 ડિસેમ્બરે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે 22 ડિસેમ્બર પછી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા : જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે

અમદાવાદ તા.૮ : રાજ્યના તાપમાન અને હવામાન અંગે નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગાહી મુજબ, ગુજરાતમાં તારીખ 10થી 13 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું જોર વધશે. આ સમયગાળામાં ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના ભાગોમાં તાપમાન 10થી 11 ડિગ્રી રહેવાની શક્યતા છે, જ્યારે કચ્છમાં 10 ડિગ્રી તાપમાન નોંધાશે. સમી, હારીજ, મહેસાણા, પંચમહાલ અને મહિસાગર જેવા વિસ્તારોમાં પણ ઠંડીનો અનુભવ થશે. સવારે હાડકાં કંપાવતી ઠંડી બાદ બપોરે તાપમાન 29થી 31 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 22 ડિસેમ્બરની આસપાસ કાર્તિલ ઠંડી પડશે. ડિસેમ્બરના અંતમાં બંગાળની ખાડી અને 24 ડિસેમ્બરે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે 22 ડિસેમ્બર પછી રાજ્યમાં માવઠું પડવાની સંભાવના છે. જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે.

10-13 ડિસેમ્બરથી ગુજરાતમાં ઠંડી જોર પકડશે

ગુજરાતના અનેક ભાગોમાં હાડ થીજવતી ઠંડીને લઇ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 10-13 ડિસેમ્બરથી ગુજરાતમાં ઠંડી જોર પકડશે. સવારના સમયે હાડ થીજવતી ઠંડી રહેશે, તો બપોરના સમયે 29 ડિગ્રી તાપમાન રહેશે. કોઈ ભાગમાં 30-31 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. 16-17 તારીખે ફરી તાપમાનમાં ફેરફાર થશે. જેના બાદ 22 ડિસેમ્બરની આસપાસ કાતિલ ઠંડી પડશે. જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 10-11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. તો બનાસકાંઠાના ભાગોમાં 10-11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં 10 ડિગ્રી તાપમાન રહેશે. પાટણના સમી, હારીજ અને ઉત્તર ગુજરાતનિ મહેસાણામાં ઠંડી રહેશે. તો પંચમહાલ અને મહીસાગર પણ ઠંડી રહેવાની શક્યતા રહેશે.

 

કડકડતી ઠંડીને લઇ અંબાલાલ પટેલની આગાહી

 

    

 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે હળવું ચક્રવાત બની શકે છે. 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. બંગાળ અને અરબ સાગરમાં સિસ્ટમને કારણે 22 ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે. 16-17 તારીખે પણ વાદળો ઘેરાવાની પણ શક્યતા રહેશે

(4:05 PM IST)