<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

મોડાસા તાલુકાના માથાસુલીયા ગામમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપાયો: રૂ. 8,47,500નો મુદામાલ જપ્ત

માથાસુલીયા ગામની સીમમાંથી SOG પોલીસ ટીમે 16.950 કિલોગ્રામ વજનનો સૂકો-લીલો ગાંજો સાથે એક આરોપી પગી રામાજી મણાજીને ઝડપી લીધો

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના માથાસુલીયા ગામમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે. જ્યાં પોલીસે માથાસુલીયા ગામની સીમમાંથી SOG પોલીસ ટીમે 16.950 કિલોગ્રામ વજનનો સૂકો-લીલો ગાંજો સાથે એક આરોપી પગી રામાજી મણાજી નામનો વ્યક્તિ પણ ઝડપાયો છે. આ નશાકારક પદાર્થની કિંમત અંદાજે રૂ. 8,47,500 છે.

પ્રાથમિક પુછપરછમાં આરોપી રામાજી મણાજી (64)એ સ્વીકાર્યું છે કે તે લાંબા સમયથી ગાંજાનું વાવેતર કર્યુ હતું. હાલ પોલીસે NDPS (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ આરોપી છોડ ક્યાંથી લાવ્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

(12:09 AM IST)