<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

જાહેર વિતરણના નવા પ્રોજેકટનો મોના ખંધારની હાજરીમાં પ્રારંભ

ગાંધીનગરઃ રાજ્‍ય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્‍યવસ્‍થા વધુ પારદર્શક બનાવવા ગાંધીનગર જિલ્લાની નવીન વ્‍યવસ્‍થાઓના નિર્માણ માટેના પાયલોટ પ્રોજેક્‍ટ અંતર્ગત પસંદગી કરવામાં આવી છે. ડોર સ્‍ટેપ ડીલીવરી સિસ્‍ટમ વધુ પારદર્શી બને તે માટે પાયલોટ પ્રોજેક્‍ટ અંતર્ગત  ગાંધીનગર જિલ્લાના તારાપુર ખાતે આવેલ વાજબી ભાવની દુકાન પર અગ્રસચિવશ્રી મોના ખંધાર, નિયામકશ્રી મયુર મહેતા, કલેક્‍ટરશ્રી મેહુલ કે. દવે, સંયુક્‍ત નિયામકશ્રી ચેતન ગાંધી, એક્‍ઝિકયુટિવ ડાયરેક્‍ટરશ્રી દેવાંગી દેસાઇ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રિદ્ધિ એમ. શુક્‍લા તેમજ અન્‍ય કર્મચારીઓની ઉપસ્‍થિતિમાં તાલુકા ગોડાઉનમાંથી આવેલ આવશ્‍યક ચીજ વસ્‍તુના જથ્‍થો ગ્રામ્‍ય તકેદારી સમિતિના સભ્‍યોની હાજરીમાં બાયોમેટ્રીક/ઓ.ટી.પી. બેઇઝડ સિસ્‍ટમથી ડોર સ્‍ટેપ ડીલીવરી કરી પ્રથમ પાયલોટ પ્રોજેક્‍ટનો સફળતાપૂર્વક શુભારંભ કરવામાં આવ્‍યો હતો

(2:07 PM IST)