તા. ૧૮ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૩ બુધવાર
PM કિસાન સન્માન નિધિની રકમ બમણી કરો : MSP પર કાનૂની ગેરંટી આપો : સંસદીય સમિતિનું સૂચન..ખેડૂતોને આપવામાં આવતી યોજનાઓને સમર્થન આપો : ક્રુષિ અને ખેડૂત કલ્યાણ વિભાગનું નામ બદલીને ‘ક્રુષિ, ખેડૂત અને ખેત મજૂર કલ્યાણ વિભાગ' કરવાની ભલામણ : સમિતિએ ખેડૂતો અને ખેતમજૂરોની લોન માફ કરવાની યોજના શરૂ કરવાની પણ ભલામણ કરી : ૨ હેક્ટર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોને ફરજિયાત સાર્વત્રિક પાક વીમો પ્રદાન કરવાની શકયતા શોધવી જોઈએ10:35 AM IST
સંભલ અને વારાણસી પછી અલીગઢમાં વર્ષો જૂના મળ્યા મંદિર : શિવલિંગ અને તૂટેલી મૂર્તિઓ મળી : અલીગઢના બન્નાદેવી પોલીસ સ્ટેશન વિસ્તારના સરાય રહેમાનમાં એક પ્રાચીન શિવ મંદિર મળ્યું જ્યાં શિવલિંગ અને અન્ય મૂર્તિઓને માટીમાં દફનાવી દેવાઈ હતી: હિન્દુ સંગઠનોએ મંદિરને અતિક્રમણમાંથી મુક્ત કરીને પૂજા શરૂ કરવાની માંગ કરી11:10 PM IST
કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વેળાએ એક કાર્યકરનું મોત :યોગી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપો : યુપી વિધાનસભાની ઘેરાબંધી દરમિયાન કોંગ્રેસના એક કાર્યકરનું મોત થયું:પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે મુખ્યમંત્રી પાસે મૃતક પ્રભાત પાંડેના પરિવારને 1 કરોડની આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવા માંગ કરી.11:09 PM IST
સંયુક્ત કિસાન મોરચાની મોટી જાહેરાત, શંભુ અને ખનૌરી બોર્ડરના આંદોલનમાં નહીં જોડાય : ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે 30 ડિસેમ્બરે પંજાબ બંધનું એલાન કર્યું: તેમણે કહ્યું કે ઈમરજન્સી સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે. અમે દુકાનદારો, ધાર્મિક સંસ્થાઓ, ટ્રેડ બોર્ડ અને ટ્રેડ યુનિયનો સાથે બેઠકો કરીશું. તેમની પાસેથી પંજાબ બંધમાં સહકાર આપવાની માંગણી કરશે.7:23 PM IST
વન નેશન, વન ઈલેક્શન માટે રચાનારી જેપીસીમાં જોડાઈ શકે પ્રિયંકા ગાંધી:જુઓ સંભવીત નામનું લિસ્ટ : જેપીસીમાં કોંગ્રેસના મનીષ તિવારી, જેડીયુના સંજય ઝા, સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ, ટીડીપીના હરીશ બાલયોગી, ડીએમકેના પી. વિલ્સન અને સેલ્વ ગંગાપતિ, શિવસેનાના શ્રીકાંત શિંદે (શિંદે)નો સમાવેશ થઈ શકે 7:06 PM IST
દિલ્હીની જામા મસ્જિદનો થશે સર્વે : દિલ્હી હાઈકોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને રાષ્ટ્રીય રાજધાનીની જામા મસ્જિદનું નિરીક્ષણ કરવા માટે વધુ સમય આપ્યો : કોર્ટે ASIને રિપોર્ટ દાખલ કરવા માટે સમયમર્યાદા નક્કી કરી : 23 ઓક્ટોબર, 2024ના આદેશ અનુસાર સર્વેક્ષણ/નિરીક્ષણ હાથ ધરવામાં આવે અને આગામી સુનાવણીની તારીખના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા કેસમાં હાજર તમામ પક્ષકારોને આગોતરી નકલો સાથે રિપોર્ટ દાખલ કરવા આદેશ5:07 PM IST
સંસદમાં વન નેશન-વન ઈલેક્શન બિલ પાસ કરવું સહેલું નથી : બે તૃતીયાંશ બહુમતીની જરૂર : એક બંધારણીય સુધારા બિલ છે : આ માટે બે તળતીયાંશ બહુમતી જરૂરી છે : NDA પાસે હાલમાં ૫૪૩ લોકસભા સીટોમાંથી ૨૯૨ સીટો છે : બે તળતીયાંશ બહુમતી માટે જરૂરી ૩૬૨નો આંકડો એટલે કે NDA પાસે બહુમતી કરતા લગભગ ૭૦ સાંસદો ઓછા છે :હાલમાં રાજ્યસભાની ૨૪૫ સીટોમાંથી ૧૧૨ સીટો છે : તેને ૬ નામાંકિત સાંસદોનું સમર્થન પણ છે અને એક અપક્ષ સાંસદનું સમર્થન ભાજપ પાસે છે એટલે કે ૧૧૯ મત કેન્દ્ર સરકારની તરફેણમાં છે : વિપક્ષ પાસે ૮૫ સાંસદો છે : રાજ્યસભામાં બે તળતીયાંશ બહુમતી માટે ૧૬૪ સાંસદોની જરૂર છે : મતલબ કે રાજ્યસભામાં પણ ભાજપ પાસે ૪૫ સાંસદોનો અભાવ છે11:45 AM IST
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પીડિત અથવા હકના દાવેદારોને રૂ. 22,280 કરોડની સંપત્તિ પરત કરી છે અને આર્થિક અપરાધીઓ સામેની લડાઈ ચાલુ રહેશે : ભાગેડુ વિજય માલ્યાની પ્રોપર્ટી વેચીને કેટલા પૈસા વસૂલ્યા? નિર્મલા સીતારમણે આપ્યો સંપૂર્ણ હિસાબ : ભાગેડુ વિજય માલ્યાની 14,131.6 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોને પરત કરવામાં આવી : નીરવ મોદી કેસમાં 1,052.58 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી બેંકોને પરત કરવામાં આવી 5:29 PM IST
પહાડી મેનાઃ કુદરતનું અદ્ભૂત મિમિક્રી આર્ટીસ્ટ 3:24 PM IST
કેવી રીતે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે ? : રેલવેની વિકલ્પ યોજના યાત્રિકો માટે ઉપયોગી :રેલમંત્રીએ આપી માહિતી : વિકલ્પ યોજના દ્વારા મુસાફરો વધારાના વિકલ્પ તરીકે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકે: તાત્કાલિક મુસાફરી કરવી હોય તેમના માટે આ સુવિધા ફાયદાકારક :નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, 57,209 મુસાફરોને વિકલ્પ યોજના હેઠળ વૈકલ્પિક ટ્રેનોમાં બેઠકો અપાઈ9:39 PM IST
બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર ક્ષેત્ર બન્યું :તમિલનાડુ, આંધ્રપ્રદેશ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી : દક્ષિણ ભારતમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બગડવાની આશંકા :ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર ક્ષેત્ર બન્યું જે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે અને આગામી બે દિવસમાં તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોની નજીક પહોંચી શકે 10:46 PM IST
GDP માપવાના સ્કેલમાં ફેરફાર કરવા સરકારે કર્યો પ્રસ્તાવ : જાણો કેવી રીતે નક્કી થાય છે વિકાસ દર : જીડીપીની ગણતરી માટેનો આધાર વર્ષ દર દસ વર્ષે બદલાય છે. છેલ્લા 10 વર્ષમાં દુનિયા ઘણી બદલાઈ ગઈ છે.ત્યારે આધાર વર્ષ બદલવાની જરૂર છે. આધાર વર્ષમાં ફેરફાર સાથે, સરકાર જરૂરિયાત મુજબ જીડીપીની સચોટ ગણતરી માટે જરૂરી ફેરફારો કરી શકે.12:06 AM IST
ગેમિંગ એપથી 50 કરોડની છેતરપિંડી કરી સો બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા: માસ્ટર માઈન્ડ નિક્કી આ રીતે ચલાવતો હતો ગેંગ : ઈન્દોર પોલીસે એક ઓનલાઈન ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો: 50 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી :ત્રણ વેપારીની ધરપકડ: ઓનલાઈન ગેમિંગ એપ દ્વારા છેતરપિંડી આચરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર નિક્કી હજુ પણ ફરાર 12:08 AM IST
ઓડિશાના કાલુંગા રેલ્વે ફાટક પર ભયાનક ટ્રેન અકસ્માત: ત્રણ બાઇક સવારો ટ્રેન દ્વારા અથડાયા: પાંચ લોકોના મોત : ત્રણ બાઇક સવારો ફાટક ઓળંગવાનો પ્રયાસ કરતા હતા ત્યારે ટ્રેનની અડફેટે આવી ગયા તમામના ઘટના સ્થળે જ મોત: અકસ્માત બાદ રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો :પોલીસ અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા12:18 AM IST
યુક્રેન સામે લડતા ઉત્તર કોરિયાના સૈનિકોના મૃતદેહો સાથે હેવાનિયત : ઝેલેન્સકીએ લગાવ્યો ખતરનાક આરોપ : યુદ્ધના પોતાના સિદ્ધાંતો છે. જેઓ સહમત નથી તેમને યુદ્ધ અપરાધોના આરોપમાં ટ્રાયલનો સામનો કરવો પડશે. યુક્રેને જે રીતે સૈનિકના મૃતદેહ સાથે ક્રૂર વ્યવહારનો આરોપ લગાવ્યો છે તે યુદ્ધના કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન12:20 AM IST
.jpg)
વિરોધ પ્રદર્શન
.jpg)
'રેલ રોકો' આંદોલન....
.jpg)
'ચલો રાજભવન'
.jpg)
ઉદ્યાન ઉત્સવ
.jpg)
બેહાલા આર્ટ ફેસ્ટ 2024

અમદાવાદના રીવરફ્રન્ટ પર વાડજ નજીક અવૈધ મઝાર બની ગઈ છે.
અકિલા સોશ્યિલ મીડિયાઅસલાલીમાં રીક્ષા ચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો :પ્રેમસબંધના વિરોધમાં સાગરીતો સાથે મળીને સાકીબને મોતને ઘાટ ઉતાર્યો : -જેની રીક્ષા ભાડે ફેરવતો હતો તેની જ પુત્રી સાથે આંખ મળી : આશા ચુનારાએ મૂળ યુપીના ધર્મેન્દ્ર તેમજ ચાંગોદર રેલવે ફાટક નજીક રહેતા ધરમ અને એક સાગરિત સાથે મળીને સાકિબની ઠંડા કલેજે હત્યા કરી1:20 AM IST
ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરાયો : GIDCને ઉદ્યોગ અને ખાણ વિભાગે વર્ગીકરણ કરેલી ૩ કેટેગરીમાં જમીન ફાળવવામાં આવશે : ઋષિકેશ પટેલ :કેટેગરી-૧ : ૧૧૯ તાલુકાની લઘુ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના દરે જમીન ફાળવાશે ˆ કેટેગરી-૨ : ૭૬ તાલુકાની મધ્યમ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના ૧૨૫ ટકા દરે જમીન ફાળવાશે ˆ કેટેગરી-૩ : ૫૬ તાલુકાની વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના ૧૫૦ ટકા દરે જમીન ફાળવાશે4:59 PM IST
ગુજરાતના ખેડૂતોને નિશ્ચિંત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડશે : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દા : સરદાર સરોવર સહિત ગુજરાતના ૨૦૭ જળાશયોમાં ૮૮ ટકા એટલે કે, ૭.૮૫ લાખ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ: વિવિધ માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ4:52 PM IST
ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરાયો : GIDCને ઉદ્યોગ અને ખાણ વિભાગે વર્ગીકરણ કરેલી ૩ કેટેગરીમાં જમીન ફાળવવામાં આવશે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : કેટેગરી-૧: ૧૧૯ તાલુકાની લઘુ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના દરે જમીન ફાળવાશે : કેટેગરી-૨: ૭૬ તાલુકાની મધ્યમ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના ૧૨૫ ટકા દરે જમીન ફાળવાશે : કેટેગરી-૩: ૫૬ તાલુકાની વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના ૧૫૦ ટકા દરે જમીન ફાળવાશે4:28 PM IST
અમદાવાદ કોર્પોરેશનના અણઘડ વહીવટનો નમૂનો: ઘુમા-શીલજ બ્રિજના સામે છેડે રસ્તો જ નથી છતાં તંત્રએ કરી નાખ્યો 80 કરોડનો ધુમાડો : બ્રિજનાં છેડે 30 ફૂટનાં અંતરે દીવાલ હોવાથી સમસ્યા : વાહન ચાલકો અને સ્થાનિકોમાં તંત્રની બેદરકારી સામે નારાજગી જોવા મળી : બાળક બુદ્ધિ જેવી કામગીરીથી લોકોની સમસ્યામાં વધારો : પ્લાનિંગ વગર બ્રિજ બનાવ્યો હોવાનો લોકોએ આક્ષેપ 4:48 PM IST
દેશ અને ગુજરાતના ઐતિહાસિક સીમચિહ્નનોને યાદગાર બનાવવા વર્ષ ૨૦૨૫ માં સમગ્ર રાજ્યમાં વિવિધ ઉજવણી કરાશે – રાજ્ય પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ : ભવ્ય ઉજવણી માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સંચાલન સમિતિ અને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની રચના કરાઇ : ભારતના બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે “સંવિધાનનો અમૃત મહોત્સવ” થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે : ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જયંતી સંદર્ભે ગુજરાતમાં આગામી વર્ષ ૨૦૨૫ને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઉજવાશે : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતી તેમજ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જયંતીના ઉપલક્ષ્યમાં પણ ઉજવણી કરાશે6:04 PM IST
રેશનકાર્ડ ધારકોને સમયસર અનાજ પહોચાડવા રાજ્ય સરકાર કટીબદ્ધ : ગુજરાતમાં FCI દ્વારા ઓગસ્ટ-૨૦૨૨ થી જુલાઇ- ૨૦૨૩ સુધીમાં ફાળવેલ કુલ ૨૧.૬૨ લાખ મે. ટન અનાજની સામે ૨૧.૧૩ લાખ મે.ટન અનાજનું લાભાર્થીઓને વિતરણ : રાજ્યના ૧૦૦ ટકા રેશનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક : ૧૦ લાખથી નાગરિકોએ ‘MY RATION’ એપ ડાઉનલોડ કરી : તમામ અનાજ ગોડાઉન ખાતે અંદાજે ૦૬ હજાર CCTVથી સતત મોનિટરિંગ : રાજ્યમાં ૧૭ હજાર જેટલી વાજબી ભાવના સંચાલકોની ઓળખ માટે આધાર બેઈઝ્ડ e-KYC કરીને e-Profile દ્વારા ખરાઈ માટેની કાર્યવાહી પ્રગતિમાં6:09 PM IST
બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ બન્યું : ઘરે - ઘરે ઉજાસ રેલાવતી કેન્દ્ર - રાજ્ય સરકારની પ્રધાનમંત્રી સુર્ય ઘર વિજળી યોજના : ૧ કરોડ ૧૬ લાખના ખર્ચે ગામના કુલ ૧૧૯ ઘર પર સોલાર રૂફ્ટોપની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરાઈ : બોર્ડર પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના ૧૧ અને સુઈગામ તાલુકાના ૦૬ કુલ મળીને ૧૭ ગામોને સંપૂર્ણ સોલાર વીલેજ થશે5:40 PM IST
પોલીસ સાયકલ યાત્રી: 'મેરા સપના, સાયકલ પે શિવયાત્રા' : ચારધામ,૧૨ જ્યોતિર્લિંગ મળીને ૧૫,૧૦૦ કિ.મી સાયકલ યાત્રા ૨૧૦ દિવસમાં પૂર્ણ કરનાર પોલીસ કર્મચારી સંજય ગોસ્વામીનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન : ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ-૨૦૦૭માં ભરતી થયેલા બનાસકાંઠાના પોલીસ કર્મચારી સંજયભાઈ ગોસ્વામીએ પોતાનું સપનું “સાયકલ પે શિવ યાત્રા” પૂર્ણ કર્યું5:05 PM IST
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં સીધા જેલ હવાલે કરો : સિગ્નલનો ભંગ કરનાર અને રોંગ સાઇડમાં વાહન ચલાવનારને દંડ ફટકારશો નહી : ટ્રાફીકના નિયમોનો ભંગ કરનારને ચલણ પકડાવી દેવાના બદલે સીધા જેલ હવાલે કરો અને આવા લોકોને સ્લેટ પકડાવી ફોટા પડાવો : ગળહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો સ્પષ્ટ શબ્દોમાં કડક આદેશ 4:12 PM IST
‘સફારી'માં વાંચો.. વીસ વર્ષ પહેલા સુનામીએ ભારત સહિત ૧૪ દેશોમાં કેવો પ્રલય ફેલાવ્યો? : ડિસેમ્બર ૨૦૨૪નો જ્ઞાનથી ભરપુર રોચક અંક પ્રસિધ્ધ : ચૂંબકિય તારો મેગ્નેટર કઇ રીતે સર્જાય છે? ખાંડને બદલે કળત્રિમ ગળપણ લેવાનું રાખો તો વજન ઘટે? મગજ વિશે યાદ રાખવાની મગજમારી, રેલવેની ગૂડ્સ ટ્રેનો અને તેમના વેગનો વિશે અવનવું સહિત અનેક લેખો અને નોલેજનો ખજાનો2:35 PM IST
અમદાવાદમાંથી MD ડ્રગ્સ પકડાયુ એકની ધરપકડ 3:09 PM IST
શિયાળો જામતો જાય છે છતાં પણ શાકભાજીના ભાવમાં ભડકો યથાવત : 4 વર્ષમાં સૌથી વધુ બટાટાના ભાવ વધ્યા : ગૃહિણીઓ માટે દરરોજ શું રસોઈ બનાવવી તે પ્રશ્ન : ખાણીપીણી સાથે જોડાયેલી સામગ્રીના ભાવનો મોંઘવારી દર ઘટીને ત્રણ મહિનાના પોતાના નીચલા સ્તરે એટલે 9કે ટકાએ આવી ગયો છતાં પણ શિયાળુ શાકભાજી હજી પણ પહેલાંની સરખામણીએ સૌથી ઉંચા સ્તરે 4:40 PM IST
શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ એટલે સેવા ક્ષેત્રનો ચમત્કારઃ ઋષિકેશ પટેલ : આ હોસ્પિટલના વિસ્તરણ પછી માત્ર ભારતમાં જ નહિં પણ બીજા આફ્રિકન દેશો માટે પણ સારવાર શકય બનશે: આરોગ્યમંત્રીએ ભારતના ૬ રાજયના ૧૮ બાળકોને ડિસ્ચાર્જ અને આર્શીવાદ આપ્યા હતા. આ બાળકોને શ્રી સત્ય સાઈ હોસ્પિટલ અમદાવાદ દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરીને એક નવુ જીવન આપવામાં આવ્યુ છે. : હું ઈચ્છુ છુ કે ગુજરાતના હૃદયરોગનો ભોગ બનેલા ગુજરાતના વધુ ને વધુ બાળદર્દીઓ પણ આ સેવા થકી નવજીવન પામેઃ ઋષિકેશ પટેલ, આરોગ્યમંત્રી હોસ્પિટલની સેવા વિશે જણાવ્યુ કે આ હોસ્પિટલમાં ભગવાનના આર્શીવાદ સિવાય કોઈપણ પગ મૂકી શકતુ નથી એવી મારી દૃઢ શ્રદ્ધા અને અનુભવ છેઃ કમલ ત્રિવેદી, એડવોકેટ જનરલ ગુજરાત અમને જરૂરીયાતમંદ બાળકોની સેવા કરવાની તક મળી તેનો અમે ભગવાનનો આભાર માનીએ છીએઃ કંચનભાઈ પટેલ, કેબીઝવેરી શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલના હૃદયરોગથી પીડિત બાળદર્દીઓ સાથે સમય વિતાવ્યો તે મારા માટે સૌથી યાદગાર દિવસ રહેશેઃ દુષ્યંતભાઈ, સંયોજક ભાજપ આ હોસ્પિટલના વિસ્તરણ પછી માત્ર ભારતમાં જ નહિં પણ બીજા આફ્રિકન દેશો માટે પણ સારવાર શકય બનશેઃ મનોજ ભીમાણી-ટ્રસ્ટી, શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ2:38 PM IST
છુટાછેડા નથી દેવા, તને સજા કરાવવી છે, તારી જિંદગી ખરાબ કરી નાખવી છે...ધમકીથી મહેશ વીંઝુડાનો આપઘાત : દોઢ વર્ષથી વડ વાજડી ગામે રિસામણે ગયેલી પત્નિ,બે સાળા અને સસરા સતત ત્રાસ આપતાં હોઇ મોત મેળવી લીધું : યુવિનર્સિટી પોલીસે આપઘાત કરનાર યુવાનના નાના ભાઇ પિયુષભાઇ વીંઝુડાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યોઃ પત્નિએ ભરણપોષણનો કેસ કર્યો હોઇ તેની ગઇકાલે કોર્ટમાં મુદ્દત હતીઃ દિકરીને પણ મળવા દેતાં નહિઃ નાનો ભાઇ સાંજે ઘરે આવ્યો ત્યારે મોટો ભાઇ લટકતો મળ્યો : કાલાવડ રોડ ઇસ્કોન મંદિર પાછળ પરિવાર સોસાયટીમાં ૨૮ વર્ષિય યુવાને પત્નિ હેતલ, સસરા કરસનભાઇ બાટા, બે સાળા વિમલ, કમલેશના ત્રાસથી આપઘાત કરી લેતાં અરેરાટી : મહેશભાઇનો મોબાઇલ બંધ પડતાં તેણે પત્નિ હેતલ પાસે માંગતા ન દઇ ઝઘડો કરી સાસુને પણ લાફા મારી લીધાં: બાદમાં રિસામણે જઇ કેસ કરી દીધો હતોઃ મહેશભાઇ નોકરીએ મેટોડા જાય તો ત્યાં પણ હેરાન કરાતો હોઇ નોકરી મુકી ડ્રાઇવીંગ કરવા માંડયો હતો1:21 PM IST
જેતપુરના પેઢલામાં રવિવારથી ભાઇશ્રીના વ્યાસાસને ભાગવત કથા : બાવનજીભાઇ હીરપરા ટ્રસ્ટ દ્વારા રૂડુ આયોજનઃ ૧ર હજાર લોકો માટે બેઠક વ્યવસ્થાઃ આસપાસના ગામોના વડીલોને આવવા જવા બસો દોડાવાશેઃ રપમી એ માયાભાઇ આહીર અને ર૭મીએ ભીખુદાન ગઢવીનો લોકડાયરોઃ સ્વધર્મ સમાજને કથાગશ્રવણ માટે જાહેર નિમંત્રણ :કથાનું લાઇવ પ્રસારણઃ ધર્મ સંદેશ ચેનલ તથા સાંદીપની ટીવી, યુ ટયુબ ચેનલ : કથા મંગલ સ્થળ : વૃંદાવન બાલકૃષ્ણ ડેરી ફાર્મ, નેશનલ હાઇવે, ધોરાજી રોડ, પેઢલા, જેતપુર : સંપર્કઃ બીપીનભાઇ હીરપરાઃ ૯૮ર૧૦ રર૪૯પ, જીતેન્દ્રભાઇ હીરપરાઃ ૯૮રપર ર૧૭૩૦, પ્રવિણભાઇ હીરપરાઃ ૯૮રપર ૩ર૦૮૧, આશીષભાઇ હીરપરાઃ ૯૮રપર ર૦૮૯૧, જયેશભાઇ હીરપરાઃ ૯૮ર૧૧ ૩૮૬૪પ, હીરેનભાઇ હીરપરાઃ ૯૭ર૭૮ ૮૮૭૭૭3:09 PM IST
બાર અને વકીલો માટે કાર્ય કરવું તેજ અમારો મુખ્ય ઉદેશ છેઃ દિલીપભાઇ જોષી : ‘‘બાર અને બેંચ'' માટે સુમેળ સાધી વકીલો માટે જરૂરી સુવિધા ઉભી કરવા અને રાજકોટને ટ્રીબ્યુનલ બેંચો અપાવવા અમારી ટીમ કાર્ય કરશેઃ બાર એસો.ના નવા ભવન માટેના કાર્યને પ્રથમ અગ્રતા અપાશેઃ દર બે વર્ષે ચુંટણી થાય તેવા પ્રયત્નો કરાશેઃ દિલીપભાઇ જોષીની ‘કાર્યદક્ષ પેનલ'ની ‘‘અકિલા'' સાથે વાતચીત3:51 PM IST
સુરેન્દ્રનગર જીલ્લાના બે પોલીસ કર્મચારીઓની બદલી11:53 AM IST
અને વિધર્મી ભૂવાઓનો ઇરાદો સગીરાને અન્ય રાજ્યમાં ઉપાડી જવાનો હતો...:નિતેશ પાંડે : વાયરલ કિસ્સાની વિશેષ વિગતો કે લોકો જે જાણવા ઇચ્છે છે તે અકિલા સમક્ષ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી વર્ણવે છે પોરબંદરમાંથી બુરખો ખરીદવા પણ બન્ને આરોપીઓ દ્વારા પ્રયાસ થયેલ, આરોપીના મામાંએ પણ સાથ આપેલ. ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના નેતળત્વમાં પીએસઆઈ કિંજલ મારું સહિતની ટીમની સત્વરે કાર્યવાહીથી કબ્જો મેળવી લેવાયો.....ભીતરની કથા3:34 PM IST
મોરબી જિલ્લા પોલીસ SIT: એક દૂરંદેશી પહેલ : નાનામાં નાના વેપારીથી લઇને ઉદ્યોગપતિઓને સહયોગ અને વેપારને રક્ષણ-સંવર્ધન માટે શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર હંમેશા તત્પર: વેપારીઓના ફસાયેલા નાણાં પરત કરાવવામાં એક્સ્ટ્રા ફોર્સ સાથે આગામી સમયમાં એક મહિનાની મેગા ડ્રાઇવ ચલાવવામાં આવશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી : વેપારીઓને તાત્કાલીક પોલીસ મદદ મળે તેમજ તેમની ફરીયાદ અને રજુઆતો બાબતે ઝડપી કાર્યવાહી થાય તે માટે રચાયેલી SITની પ્રસંશનીય કાર્યવાહી: મોરબી સીરામીક ઉધોગના વેપારીઓના ફસાયેલા રૂ.૧૯ કરોડથી વધુ નાણા પરત કરી SIT એ વેપારીઓનો વિશ્વાસ જીત્યો5:03 PM IST
ભાવનગરમાં ઠંડીના પ્રકોપમાં થોડી રાહત 11:48 AM IST
મીઠાપુરમાં પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલો1:52 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
આમિર ખાન દ્વારા નિર્મિત અને દિગ્દર્શક તરીકે કિરણની પ્રથમ ફિલ્મ 'લાપ્તા લેડીઝ' ઓસ્કારની બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર કેટેગરીની શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી : માત્ર કિરણ અને આમિર ખાન જ નહીં પરંતુ સમગ્ર દેશ મિસિંગ લેડીઝની પસંદગી ન થવાથી ખૂબ નિરાશ : કારણ કે દરેક જણ ફિલ્મની પસંદગી માટે ખૂબ જ ઉત્સાહિત હતા5:00 PM IST
હીરામંડી 2 મોટી અને સારી હશે: સંજીદા શેખ5:28 PM IST








































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




























































































































































































































