News of Tuesday, 9th December 2025
સરહદી વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષા પર મોટું સંકટ હતું...એસપી સાગર બાગમાર
કચ્છના મીઠા પાર્ટમાં ૧૦૦ એકર, ૨૫૦ કરોડના વાયરલ દબાણ પાછળનું રહસ્ય અકીલા સમક્ષ કચ્છ પૂર્વ એસપીએ ખોલતા રહસ્ય સ્ફોટ કર્યો : કુવિખ્યાત બૂટલેગરો, અને હિસ્ટ્રીશિટરોની શંકાસ્પદ પ્રવળતિઓ પર બુલડોઝર જ વિકલ્પ હોવાની ઇનપુટ મળતા, રેન્જ વડા ચિરાગ કોરડીયાના માર્ગદર્શનમાં ઓપરેશન હાથ ધરવા નિર્ણય થયેલઃ મેગા ડિમોલેશન ઓપરેશન પહેલા ૨૦ જેસીબી, ૨૦ હિટાચી, ૪૦ લોડર,૪૦ ડમ્પર,૧૦૦ ટ્રેક્ટર, ડ્રોન કેમેરા સાથે પોલીસ ફોજ વિશેષ રણનીતિ અંતર્ગત તૈયાર થયા પછી જ લીલીઝંડી અપાયેલ

રાજકોટ, તા.,૯ : મીઠા પોર્ટ પર ૧૦૦ એકર જમીનમાં જેની કિંમત અંદાજે ૨૫૦ કરોડ થાય છે તે દૂર કરવાના નિર્ણય પાછળ દરિયા સુરક્ષા સાથે રાષ્ટ્રીય સુરક્ષા કેન્દ્રમાં રાખી આ મેગા દબાણ દૂર કરવા નિર્ણય લેવાયો હોવાનું અકિલા સાથેની વાતચીતમાં કચ્છ પૂર્વ એસપી સાગર બાગમાર દ્વારા જણાવાયું છે.
સાગર બાગમાર ખૂબ વાયરલ થયેલ મેગા ઓપરેશન પાછળની ગંભીરતા વર્ણવતા વિશેષમાં જણાવેલ કે, (૧) મીઠા પોર્ટ દબાણ દૂર કરવા માટે દિન દયાળ પોર્ટ ઓથોરિટી ના અધિકારી / કર્મચારી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના અધિકારી/કર્મચારી દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે.
(૨) મીઠા પોર્ટ વિસ્તારનું દબાણ દૂર કરવા પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે ૪૦ અધિકારીઓ અને ૫૦૦ પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
(૩) મીઠા પોર્ટ મેગા ડિમોલેશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહેલ છે.
(૪) સદર વિસ્તાર આશરે ૪,૦૦૦ થી ૫,૦૦૦ ની વસ્તી વાળો દબાણ વિસ્તાર છે.
(૫) આ વિસ્તાર આશરે ૧૦૦ એકર જમીન જેની કિંમત રૂપિયા ૨૫૦ કરોડ છે
(૬) મીઠા પોર્ટ દબાણવાળા વિસ્તારમાં ર્ંઆરોપીઓ દ્વારા શરીર સંબંધી અને મિલકત સંબંધી તથા જાણીતા પ્રોહી બુટલેગરો વાળો વિસ્તાર છે. ખાસ કરીને પેટ્રોલિયમ એક્ટ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધી ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
