<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

નાણા વિભાગમાં બજેટ ટાણે સચિવ (ખર્ચ)ની જગ્‍યા ખાલીઃ ફાઇલોના ઢગલા

છ માસથી ઇન્‍ચાર્જ અધિકારીથી ચલાવાય છેઃ આ વર્ષે બજેટનું કદ ૩ લાખ કરોડ ઉપર રહેવાની સંભાવના

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૦: રાજય સરકારના અતિ મહત્‍વના ગણાતા નાણા વિભાગમાં છેલ્લા છ માસથી સચિવ કક્ષાના (ખર્ચ) અધિકારીના નિમણુંક થતી નથી માત્રને માત્ર ચાર્જમાં ચાલે છે.

આગામી ફેબ્રુઆરીમાં બજેટ સત્ર આવી રહયુ છે. ત્‍યારે આજની તારીએ ઘણી મહત્‍વની બાબતો એવી છે કે કોઇ નિર્ણય થતો નથી. જેનાથી રાજય સરકારના જુદા-જુદા વિભાગોમાં ઘણી મહત્‍વની બાબત ધ્‍યાનમાં લેવાતી નથી. પરિણામે નાણાકીય જોગવાઇઓમાં મુશ્‍કેલી ઉભી થઇ છે.

આ પરિસ્‍થિતીમાં ઘણી મુશ્‍કેલીઓ ઉપસ્‍થિત થઇ છે. વિભાગો દ્વારા આવનારા વર્ષ માટે શું જોગવાઇ કરવી તે મોટો પ્રશ્‍ન ઉપસ્‍થિત થઇ રહી છે. આવા સંજોગોમાં

રાજય સરકાર ટુંક સમયમાં નાણા વિભાગના સચિવની નિમણુંક નહી કરે તો મોટી મુશ્‍કેલીઓનો સામનો કરવો પડશે તેવું અત્‍યારની ક્ષણે દેખાઇ રહયો છે.

હવે રાજય સરકારે પોતે વિચારવાનું રહયું છે. આજની તારીખે નાણા વિભાગમાં અસંખ્‍ય ફાઇલોનો નિકાલ થતો નથી.

રાજય સરકારનું અતિ મહત્‍વનું ગણાતુ નાણા વિભાગ જેમાથકી જુદા જુદા વિભાગોની દરખાસ્‍તો અંગે નિર્ણય કરવાનો રહેતો હોય છે. હવે જયારે બજેટ સત્ર નજીક છે ત્‍યારે આવી પરિસ્‍થિતિમાં રાજય સરકારના  વિભાગે પણ વિચારણામાં પડી ગયા છે. આવી પરિસ્‍તિથતિમાં રાજય સરકારે નિર્ણય કરવાનો રહે છે.

આ વર્ષે ત્રણ લાખ કરોડ ઉપરનું બજેટ રહે તેવી પુરૈપુરી શકયતાઓ છે ત્‍યારે રાજય સરકારે વિચારવાનું રહયું છે.

રાજય સરકારના નાણા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓમાં પણ ચોકકસ પ્રકારની ચિંતાનો વિષય બન્‍યો છે. રાજય સરકારના કોઇ પણ વિભાગો દ્વારા પોતાના વિભાગના દરખાસ્‍તો કરવાનો સમય બન્‍યો છે. રાજય સરકારના જુદા જુદા વિભાગો પણ મુશ્‍કેલીમાં છે. પોતાના વિભાગોની દરખાસ્‍તને પ્રાથમીક રીતે જોવાની હોય છે. આ પરિસ્‍થિતિમાં નાણા વિભાગના ખર્ચ સચિવની જગ્‍યા માત્રને માત્ર ચાર્જમાં આવે છે. પરીણામે નાણા વિભાગમાં અસંખ્‍ય ફાઇલોના ભરાવો જયો છે. હવે રાજય સરકારે વિચારવાનું રહયું છે. રાજય સરકારના જુદા જુદા વિભાગો દ્વારા વહીવટી કામગીરી કરવામાં આવી રહી છે ત્‍યારે શું નિર્ણય કરવાનો તે બાબતે વિભાગો પણ ચિંતામાં છે.

સાથે સાથે જુદા જુદા વિભાગો દ્વારા ગત વર્ષની ગ્રાન્‍ટ વપરાઇ ન હોય તે પણ એક મોટો પ્રશ્ન છે. આ અંગે પણ શું નિર્ણય કરવો તે પણ નાણા વિભાગના માર્ગદર્શન મુજબ કરવાની રહે છે. આવી પરિસ્‍થિતિમાં વિભાગો પણ નિર્ણય કરવાની ચિંતામાં છે.

રાજય સરકારના જુદા જુદા વિભાગો આગામી વર્ષ માટે શું જોગવાઇ કરવામાં આવશે તે પણ અતિ મહત્‍વની બાબત બનશે તેવી ચિંતા દરેક વિભાગોમાં ચિંતાનો વિષય બન્‍યો છે. હવે એ જોવાનું રહયું છે કે રાજય સરકાર નાણા વિભાગના સચિવની નિયમીત નિમણુંક કરે છે કે નહિ.

(11:47 AM IST)