તા. ૩૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
ગુજરાતને વિકાસના પંથે સતત અગ્રેસર રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જરૂરી માર્ગદર્શન આપ્યું: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરવા પરિણામલક્ષી અને સમયબદ્ધ પગલાં લેવાશે: ચિંતન શિબિરમાં ચર્ચા કરેલા મહત્વના જનકલ્યાણના વિષયોને આગામી વર્ષના બજેટમાં સમાવિષ્ટ કરવા મુખ્યમંત્રીની સૂચના: કોઈપણ નીતિ-પોલિસીના સુધારા માટે છ મહિના પૂર્વ તૈયારી કરવા મુખ્યમંત્રીનું સૂચન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત દિશાનિર્દેશ અને પ્રજાકેન્દ્રીત પોલીસીના કારણે ગુજરાત સતત વિકાસના પંથે અગ્રેસર રહ્યુ છે ગુજરાતને વિકાસના પંથે સતત અગ્રેસર રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જરૂરી માર્ગદર્શન આપ્યું તેમ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું હતું
રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરવા પરિણામલક્ષી અને સમયબદ્ધ પગલાં લેવાશે ચિંતન શિબિરમાં ચર્ચા કરેલા મહત્વના જનકલ્યાણના વિષયોને આગામી વર્ષના બજેટમાં સમાવિષ્ટ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે કોઈપણ નીતિ-પોલિસીના સુધારા માટે છ મહિના પૂર્વ તૈયારી કરવા મુખ્યમંત્રીએ સૂચન કર્યું છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત દિશાનિર્દેશ અને પ્રજાકેન્દ્રીત પોલીસીના કારણે ગુજરાત સતત વિકાસના પંથે અગ્રેસર રહ્યું છે. ગુજરાત પોલિસી ડ્રિવન રાજ્ય હોવાથી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે જ્યારે પણ કોઈ નીતિ-પોલિસીમાં સુધારો કરવાનો હોય, ત્યારે તેની તૈયારીઓ ઓછામાં ઓછા છ મહિના અગાઉથી શરૂ કરવા મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં સૂચના આપી છે, જેથી નીતિમાં કોઈ ત્રુટિ ન રહી જાય.
પ્રવક્તા મંત્રીએ સુશાસન માટે વધુ એક મહત્વનો નિર્દેશ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસીત ભારત સંકલ્પને સિદ્ધ કરવા માટે ‘અપ્લાઈંગ નોલેજ ઇઝ પાવર’નો મંત્ર આપ્યો છે. માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાને બદલે, તે જ્ઞાનનો યોગ્ય દિશામાં અમલ કરીને રાજ્યનો સર્વાંગી વિકાસ કરવો એ મુખ્યમંત્રીનો મુખ્ય લક્ષ્ય છે. તેમના આ વિઝનને અનુરૂપ રાજ્યના શિક્ષણ અને સુશાસનના ક્ષેત્રે પરિવર્તન લાવવા, રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરવા પરિણામલક્ષી અને સમયબદ્ધ પગલાંઓ લેવા માટે મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપી છે.
ધરમપુર ખાતે યોજાયેલી રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં થયેલી વિચાર-વિમર્શને મુખ્યમંત્રીએ સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે. શિબિરમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અને જનકલ્યાણના વિષયોને આગામી વર્ષના બજેટમાં સમાવિષ્ટ કરવા માટે સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે. ચિંતન શિબિરમાં ચર્ચા કરેલા મહત્વના વિષયો અંગે આગામી સમયમાં પરીણામલક્ષી પગલાં લેવા પણ મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચન કર્યું છે, તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીના આ દૂરંદેશીભર્યા નિર્ણયો ગુજરાતને જ્ઞાન-આધારિત, સુશાસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે તેવો વિશ્વાસ પ્રવક્તા મંત્રીએ વ્યક્ત કર્યો હતો
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
