News of Thursday, 11th December 2025
ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિતઃ સરકારના દાવાઓ પોકળ પૂરવારઃ દિપ્તીબેન સોલંકી

રાજકોટ તા.૧૧: જસદણના ગામડામાં એક ૬ વર્ષની દીકરી ઉપર કોઈ નરાધમ બળાત્કાર કરી ગુપ્તાંગ માં સળિયા ઘુસાડવાનું અતિ ક્રૂર નિર્લજ્જ અત્યાચાર કર્યો છે , એવી જ રીતે બે દિવસમા બોટાદમાં પણ એક ૧૪ વર્ષની માસૂમ દીકરીને ધાક ધમકીથી વારંવાર બળાત્કાર કરી ગર્ભવતી બનાવી તેણીએ બોટાદ હોસ્પિટલ માં બાળક ને જન્મ આપ્યો છે જે અતિ ગંભીર બાબત છે, બીજી તરફ સુરત વરાછા વિસ્તારમાં દબાણ શાખા ના અધિકારી ભટ્ટ સાહેબ દ્વારા એક ૭૦ વરસ ના વળદ્ધા ને અત્યંત શરમજનક શબ્દોમાં માતળશક્તિનું અપમાન કરે છે. આ બનાવોને રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકીએ વખોડી કાઢેલ છે.
તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખી સરકારમાં ત્રેવડ ન હોયતો મહિલાઓને છૂટથી હથિયારનો પરવાનો આપે જેથી પોતાની રક્ષા કરી શકે તેમ જણાવ્યું છે. આ ગુજરાત એકેય રીતે સુરક્ષિત નથી કાયદો અને વ્યવસ્થાના ચીંથરા ઉડાડતાં કિસ્સાઓ રોજ બરોજ બને છે અને સરકાર મુકબધીર બની લોકોની હેરાનગતિના તમાશા જોવે છે. તેમ વસવસો ઠાલવતા દીપ્તિબેન સોલંકી, (મોઃ- ૯૧૦૬૩ ૪૦૮૨૮)એ અંતમાં જણાવ્યું છે
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
