<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

ગુન્‍હાની આવકને સગેવગે કરવા વપરાતા મ્‍યુલ એકાઉન્‍ટસ ટાર્ગેટ કરવા વિશેષ ઓપરેશનનો ધમાકેદાર પ્રારંભ

આર્થિક અપરાધીઓની કમ્‍મરરૂપ નાણાકીય માળખું ભાંગીને ભુક્કો કરી નાખવાની જવાબદારી રાજ્‍ય સરકાર સાથે પરામર્શ બાદ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા, જોઇન્‍ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચને સુપ્રત ં: શકમંદ ૩૪ બેંક ખાતાઓ શોધી કાઢવામાં આવ્‍યાં: ૩ FIR દાખલ થઇઃ બેંક સ્‍ટાફની ભૂમિકા પણ રડારમાં: સુકાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી અજિત રાજિયાણ અકિલા સમક્ષ દેશની મહત્‍વની ડ્રાઈવ અંગે અથ થી ઈતિ સુધીની વિગતો વર્ણવે છે

રાજકોટ તા.૧૧:  આર્થિક અપરાધીઓની કમ્‍મર અર્થાત્‌ નાણાકીય માળખું ભાંગીને ભુક્કો કરી નાખવાની મહત્‍વની જવાબદારી અમદાવાદ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક દ્વારા ક્રાઇમ બ્રાન્‍ચના જોઇન્‍ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણ ટીમને સોંપતા ધમધમાટ શરૂ થયો છે. જે અંતર્ગત મ્‍યુલ  એકાઉન્‍ટ્‍સ (ગુનાની આવકને સગેવગે કરવા વક્રતા બેંક ખાતાઓ ) શોધવાની સ્‍પેશ્‍યલ ડ્રાઇવ ઓપરેશન શરૂ થયું છે.

અકિલા સાથેની વાતચીતમાં અમદાવાદના ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણ જણાવેછે કે ઓળખાયેલા મ્‍યુલ એકાઉન્‍ટ્‍સઃ૩૪થી વધુ મ્‍યુલ એકાઉન્‍ટ્‍સની ઓળખ કરવામાં આવી છે અને તેમની વિગતવાર તપાસ ચાલી રહી છે. નોંધાયેલા કેસોઃ આ ગેરકાયદેસર ખાતાઓનું સંચાલન કરનારાઓ વિરુદ્ધ ત્રણ પ્રથમ માહિતી અહેવાલ (FIRs) ઔપચારિક રીતે નોંધવાની પ્રક્રીયા ચાલુ કરવામાં આવ્‍યું છે. તપાસ હેઠળની બેંકોઃ બે અલગ-અલગ બેંકના કર્મચારીઓની સંભવિત બેદરકારી અથવા સંડોવણી અંગેની ભૂમિકાની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. રડાર પર સિમ કાર્ડ વિક્રેતાઓઃ ૧૮ સિમ કાર્ડ વિક્રેતાઓ, જેમણે આ મ્‍યુલ એકાઉન્‍ટ્‍સ ચલાવવા માટે કથિત રીતે કપટપૂર્વક સિમ કાર્ડ પૂરા પાડ્‍યા હતા, તેમની સક્રિય તપાસ ચાલી રહી છે. વિશ્‍લેષણઃ જપ્ત કરાયેલા ખાતાઓ અને સંબંધિત નેટવર્ક્‍સથી સંબંધિત વધુ વ્‍યાપક નાણાકીય અને ડિજિટલ વિશ્‍લેષણ હાલમાં પ્રગતિમાં છે.

આ ઓપરેશન માત્ર ગુનેગારોને જ નહીં, પરંતુ તેમને મદદ કરતી સિસ્‍ટમને પણ જવાબદાર ઠેરવવા તરફનો એક વ્‍યૂહાત્‍મક બદલાવ છે. મ્‍યુલ એકાઉન્‍ટ્‍સ સામે કાર્યવાહી આ ચાલુ આક્રમક ઝુંબેશના ભાગરૂપે, ક્રાઈમ બ્રાન્‍ચે ત્રણ એફ.આઈ.આર. નોંધી છે. આ કેસો ખાસ કરીને એવી વ્‍યક્‍તિઓ અને નેટવર્ક્‍સને નિશાન બનાવે છે જે ગેરકાયદેસર ભંડોળની હેરફેર માટે માધ્‍યમ તરીકે ખાતાઓ ભાડે આપે છે અથવા ઓપરેટ કરે છે. સંસ્‍થાકીય સંડોવણીની તપાસ તપાસનો વ્‍યાપ વધારીને તેમાં નાણાકીય સંસ્‍થાઓની ભૂમિકાને પણ આવરી લેવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્‍ચ બેંક કર્મચારીઓની ભૂમિકાની સક્રિયપણે તપાસ કરી રહી છે કે શું આ મ્‍યુલ એકાઉન્‍ટ્‍સ ખોલવા અને ચલાવવામાં તેમની કોઈ સક્રિય મિલીભગત કે ગંભીર બેદરકારી હતી કે કેમ. મધ્‍યસ્‍થીઓની જવાબદારી નિયમનકારી પાલન (regulatory compliance) અંગે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. એવા કિસ્‍સાઓમાં કે જ્‍યાં બેંકો અને ડિજિટલ પ્‍લેટફોર્મ જેવા મધ્‍યસ્‍થીઓ ફરજિયાત નિયમો - જેમ કે KYC વેરિફિકેશન અથવા ટ્રાન્‍ઝેક્‍શન મોનિટરિંગનું પાલન કરવામાં ચૂક કરશે, ત્‍યાં ક્રાઈમ બ્રાન્‍ચ આ બાબતોને આગળ લઈ જશે. નિયમોનું પાલન ન કરતી સંસ્‍થાઓ સામે યોગ્‍ય કાયદાકીય અને શિક્ષાત્‍મક પગલાં લેવાય તે સુનિヘતિ કરવા માટે, આ ઉલ્લંઘનો અંગેના ઓૈપચારિક રિપોર્ટ ગુજરાત સાયબર ટ્રિબ્‍યુનલ (એડજ્‍યુડિકેટિંગ ઓફિસર)ને સુપરત કરવામાં આવશે. પીડિતોને સહાય અને વળતર એન્‍ફોર્સમેન્‍ટ (અમલવારી) ઉપરાંત, ક્રાઈમ બ્રાન્‍ચ પીડિતોને વળતર અપાવવા માટે પણ કટિબદ્ધ છે. મધ્‍યસ્‍થીઓની ભૂલો ઘણીવાર નાણાકીય છેતરપિંડીને શકય બનાવે છે તે બાબતને ધ્‍યાનમાં રાખીને, એજન્‍સી પીડિતોને ‘‘કેસ-ટુ-કેસ'' (દરેક કિસ્‍સાના મેરિટ) આધારે મદદ કરશે. બેદરકાર મધ્‍યસ્‍થીઓ પાસેથી વળતર મેળવવા માટે ક્રાઈમ બ્રાન્‍ચ પાત્ર પીડિતોને અરજી કરવામાં માર્ગદર્શન અને સમર્થન આપશે, જેથી નાગરિકોને તેમના ગુમાવેલા નાણાં પાછા મેળવવાનો માર્ગ મળી રહે.

(3:49 PM IST)