News of Thursday, 11th December 2025
ગુજરાત પોલીસમાં ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર : PSI-LRD કેડરની જગ્યા માટે શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યા માટે ભરતીની શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેરાત કરી

અમદાવાદ :ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશખબર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યા માટે ભરતીની શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેરાત કરી છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1ની પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી-2026ના ત્રીજા સપ્તાહથી યોજાઈ શકે છે.
પીએસઆઈ કેડર (PSI Cadre) - કુલ 858 જગ્યા
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659
• હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129
• જેલર ગ્રૂપ 2- 70
• લોકરક્ષક કેડર (Lokrakshak Cadre) - કુલ 12,733 જગ્યા
• બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
• જેલ સિપાહી (પુરુષ): 300
• જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31
અરજી કેવી રીતે કરવી?
• અરજી કરવા ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in ની મુલાકાત લેવી.
• 3/12/ 2025 બપોરે 2 વાગ્યે અરજીની શરૂઆત થશે.
• અરજી કરવાની છેલ્લી તારીખ: 23/12/2025ના રોજ રાતે 11:59 વાગ્યા સુધી.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
