<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

મહીસાગરના વિરપુરમાં દબાણ હટાવવામાં મુદ્દે ઘર્ષણ

ગ્રામપંચાયતના કર્મચારી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો

મહીસાગરના વિરપુરમાં દબાણ હટાવવામાં મુદ્દે ઘર્ષણ થયુ છે. ગ્રામપંચાયતના કર્મચારી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયુ છે. સ્થાનિકો સાથે ઘર્ષણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો  સરાડીયા તરફ જતા માર્ગ પરના 8 દબાણો હટાવાયા છે. નવા રોડના નિર્માણ માે નડતરરૂપ દબાણો દૂર કરાયા છે. દબાણ બાબતે અગાઉ સ્થાનિકોને નોટિસ અપાઈ હતી. આગામી સમયમાં કુંભારવાડા વિસ્તારમાં પણ માપણી કરી દબાણો દૂર કરવાની તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

(7:50 PM IST)