તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 11th December 2025
કેન્દ્રમાં ફરજ બજાવતા બે સિનિયર IAS અધિકારી લોચન શહેરા અને સંધ્યા ભુલ્લર હવે ગુજરાત કેડરમાં પરત ફરશે
2002 બેચના IAS અધિકારી લોચન શહેરા અને 2003 બેચના IAS અધિકારી સંધ્યા ભુલ્લર બંને અધિકારીઓ કેન્દ્રીય ડેપ્યુટેશન પર મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા હતા

અમદાવાદ :કેન્દ્રમાં ફરજ બજાવતા ગુજરાત કેડરના બે સિનિયર IAS અધિકારીઓ ટૂંક સમયમાં ગુજરાત પરત ફરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, 2002 બેચના IAS અધિકારી લોચન શહેરા અને 2003 બેચના IAS અધિકારી સંધ્યા ભુલ્લર હવે ગુજરાત કેડરમાં પરત ફરશે.
બંને અધિકારીઓ કેન્દ્રીય ડેપ્યુટેશન પર મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા હતા. લોચન શહેરા (IAS-2002) તેઓ હાલમાં કેન્દ્ર સરકારના સ્પેસ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવતી સંસ્થા 'IN-SPACE' માં જોઈન્ટ સેક્રેટરી તરીકે પોસ્ટિંગ ધરાવે છે.સંધ્યા ભુલ્લર (IAS-2003)તેઓ હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) માં જોઈન્ટ સેક્રેટરી તરીકે પોસ્ટિંગ ધરાવે છે. આ બંને અનુભવી અધિકારીઓ ગુજરાત કેડરમાં પરત ફરતા રાજ્યના વહીવટી તંત્રને તેમનો બહોળો અનુભવ અને કાર્યક્ષમતાનો લાભ મળશે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
