તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
સદગુરુના ઈશા ફાઉન્ડેશનના ઓછામાં ઓછા ૭૭ યાત્રાળુઓ ગુમ : ટીમ તિબેટમાં કૈલાશ માનસરોવરથી પરત ફરતી વખતે ઈમિગ્રેશન ઓફિસમાં હતીઃ સદગુરુએ નેપાળ અકસ્માતનો એક વીડિયો પણ શેર કર્યો : સ્વયંસેવકો અને સહાયક ટીમો સહિત અમે બધા ખૂબ જ દુઃખી છીએ અને બચાવ પ્રયાસોમાં મદદ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએઃ સદગુરુ10:35 AM IST
અમેરિકાની પાવર સિસ્ટમને વિદેશી ખતરાથી બચાવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી : વિદેશી સાધન-સામગ્રી અને કમ્પ્યુટર સોફ્ટવેર પર પ્રતિબંધ : સાઇબર હુમલા અને તોડફોડનું જોખમ ધરાવતા વિદેશી પાવર ઉપકરણોની ખરીદી કે સ્થાપના પર રોક : સાયબર સેફ્ટી અને ગ્રીડ સુરક્ષા મજબૂત કરવા ઉર્જા મંત્રીને આકરા નિયમો બનાવવાની સત્તા સોંપાઈ10:17 PM IST
"ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે...": ટોરોન્ટોમાં ભારત-કેનેડા વચ્ચે ઐતિહાસિક આર્થિક સંવાદ : કેનેડિયન નાણામંત્રીએ માન્યો દેશનો આર્થિક દબદબો : વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ટોરોન્ટોમાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેનેડાના ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેન વચ્ચે ઊર્જા, ખાદ્ય સુરક્ષા અને ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારી મજબૂત કરવા ઐતિહાસિક સમજૂતી થઈ12:45 AM IST
સાઉદી અને તુર્કી પછી પાકિસ્તાનની જાળમાં ફસાયું કુવૈત: 'પ્રોટોકોલ એગ્રીમેન્ટ-2026' હેઠળ થયો મોટો લશ્કરી સોદો : કંગાળ સ્થિતિમાંથી બહાર આવવા માટે ખાડી દેશોની પાછળ દોડતા પાકિસ્તાને હવે કુવૈત સાથે સંયુક્ત સંરક્ષણ અને લશ્કરી સહયોગ કરાર કર્યો છે : જેના બદલામાં તેને પેટ્રો-ડોલર, વિદેશી હૂંડિયામણ અને લશ્કરી નોકરીઓ મળવાની આશા 12:47 AM IST
હોર્મુઝ સ્ટ્રેટ તણાવ વચ્ચે, કેનેડાએ ભારતને ખાતરી આપી: ઊર્જા અને ખાદ્ય સુરક્ષામાં પસંદગીનો ભાગીદાર બની શકે : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સાથે કેનેડાના નાણાં અને રાષ્ટ્રીય મહેસૂલ મંત્રી ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેને ઊર્જા અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રોમાં ભારત સાથે સહયોગ વધારવા વિશે વાત કરી12:39 AM IST
ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ૭૨મો પદવીદાન સમારોહ સંપન્ન: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિ : ૭ વિદ્યાશાખાના ૧૮ વિભાગોના કુલ ૯૦૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ; ૧૧ વિદ્યાર્થીઓને મંદિર ચંદ્રક અને ધ્વજ ચંદ્રકથી સન્માનિત કરાયા: ગાંધીજીનો જીવન સંદેશ ગઈકાલે પણ પ્રસ્તુત હતો, આજે પણ છે અને આવનારા સમયમાં પણ શાશ્વત રહેશે: અમિતભાઇ શાહ :દીક્ષાંત સમારોહ એ માત્ર પદવી મેળવવાનો ઉત્સવ નથી, પરંતુ શિક્ષણ બાદ સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને સ્વીકારવાની ક્ષણ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી10:45 PM IST
ગાંધીનગર લોકસભા ક્ષેત્ર, ગુજરાત તેમજ દેશના નાગરિકોને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવતા ગાંધીનગર લોકસભા સંસદીય ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ : ભાઈ-બહેનના નિસ્વાર્થ, અતૂટ પ્રેમ અને બહેનના સંરક્ષણની પ્રતિજ્ઞાનું અને ભાઈના જીવનમાં, જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક રક્ષાબંધન છે:અમિતભાઇ શાહ:: "પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’, ‘પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના’, ‘લખપતિ દીદી’ અને ‘નમો ડ્રોન દીદી’ જેવી અનેક યોજનાઓ દ્વારા મહિલાઓને શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, આર્થિક સ્વાવલંબન અને રોજગારની તકો સાથે જોડવામાં આવી રહી હોવાનું જણાવતા અમિતભાઈ શાહ10:24 PM IST
નેપાળમાં આવશે 50 લાખ ક્યુબિક મીટરનો જળપ્રલય ? :આગામી ત્રણ દિવસ ખુબ ભારે : ચીનની મોટી ચેતવણી : કુદરતે નેપાળ સરહદે રચ્યો ડેન્જર ઝોન! પહાડ ધસી પડતાં નદીઓ પર 50 લાખ ક્યુબિક મીટરનું 'મહા તળાવ' બની ગયું :ચીનની ચેતવણી છે કે જો આ લેક બ્રીચ થયું તો આગામી 3 દિવસમાં ભયાનક તબાહી મચશે. સેના તૈનાત, બચાવ કાર્યો શરૂ9:44 PM IST
મધ્ય એશિયામાં ભારતની કૂટનીતિને નવી ધારઃ મોદી ચાર દિવસ ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝસ્તાનના પ્રવાસે : તાશ્કંદમાં વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા બાદ બિશ્કેકમાં શાંઘાઈ સહકાર સંગઠનની શિખર બેઠકને સંબોધશે : વેપાર, સંરક્ષણ, ઊર્જા અને ડિજિટલ જોડાણ અંગે મહત્ત્વની મંત્રણા; પુતિન સહિત વિવિધ રાષ્ટ્રપ્રમુખો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજાશે9:47 PM IST
"ત્રણ દેશો, એક જ પર્વતીય પ્રણાલી", આબોહવા પરિવર્તનના ખતરા સામે ભારત અને ચીન સાથે મળીને કામ કરે: નેપાળના નેતા રબી લામિછાનેની અપીલ : નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના પ્રમુખે હિમાલયી ક્ષેત્રની સુરક્ષા માટે ભારત અને ચીન સાથે ગાઢ સહયોગ અને પ્રારંભિક ચેતવણી પ્રણાલી સ્થાપવા પર ભાર મૂક્યો.9:02 PM IST
"ડરશો નહીં, સરકાર દરેક ક્ષણે તમારી સાથે છે", નેપાળના વિનાશક પૂરમાં ફસાયેલા મહારાષ્ટ્રના પ્રવાસીઓ સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યો વીડિયો કોલ : નેપાળમાં આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ વચ્ચે ફસાયેલા રાજ્યના નાગરિકોની સુરક્ષિત વાપસી માટે મુખ્યમંત્રીએ વિદેશ મંત્રાલય સાથે હાથ ધરી ઉચ્ચસ્તરીય ચર્ચા.8:50 PM IST
મુંબઈ: 1st ઓક્ટોબરથી બદલાઈ જશે હવાઈ મુસાફરીનું ચિત્ર, મુંબઈ એરપોર્ટની 30 ટકા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ નવી મુંબઈ (NMIA) ખાતે ખસેડાશે : મુંબઈ એરપોર્ટના ટર્મિનલ 1 ના પુનર્વિકાસને કારણે હવાઈ ટ્રાફિકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેનાથી મુસાફરોએ હવે ફ્લાઈટ પકડતા પહેલા એરપોર્ટ ચોક્કસ તપાસવું પડશે.8:26 PM IST
ન્યુયોર્ક: મેટા અને ૪૮ રાજ્યોના એટર્ની જનરલ વચ્ચે ૧૮ બિલિયન ડોલરની ઐતિહાસિક સમજૂતી, બાળકોની સોશિયલ મીડિયા સુરક્ષા તરફ પ્રથમ મોટું પગલું : બાળકોમાં વધતી જતી માનસિક સમસ્યાઓ અને વ્યસન સામે લડવા માટે મેટાએ કડક નિયંત્રણો સ્વીકાર્યા છે, જોકે આ દંડ કંપનીની કમાણી સામે હજુ પણ ખૂબ ઓછો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.8:24 PM IST
ગોરખપુર: ઉત્તર પ્રદેશની મહાયોગી ગોરખનાથ યુનિવર્સિટીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા 5 વર્ષ, 53 રોજગારલક્ષી અને આધુનિક અભ્યાસક્રમો સાથે શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રે રચ્યો નવો ઇતિહાસ : માત્ર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ અને તબીબી સેવાઓનું બેન્ચમાર્ક બનેલી આ યુનિવર્સિટીએ દેશભરમાં મેળવી અનોખી ખ્યાતિ; રાષ્ટ્રપતિઓ પણ કરી ચૂક્યા છે મુલાકાત.8:20 PM IST
રૂ. ૨૨,૦૦૬ કરોડનું દેવું ને સેટલમેન્ટ માત્ર ૬.૫ કરોડમાં! : NCLT ના ચુકાદાથી બેંકિંગ ક્ષેત્ર અને સામાન્ય જનતામાં ભારે આક્રોશ! : નાદારી કાનૂનની મર્યાદાઓ વચ્ચે બેંકો અને LIC જેવી સરકારી સંસ્થાઓના હજારો કરોડ રૂપિયા ધોવાઈ ગયા : દેશના મોટા ઉદ્યોગપતિને ૯૯.૯૭ ટકાનું અભૂતપૂર્વ "હેરકટ" મળતાં કોર્પોરેટ ગવર્નન્સ સામે ગંભીર સવાલો ઊભા થયા 8:13 PM IST
મમતા બેનર્જી જૂથને કોલકાતા હાઈકોર્ટનો મોટો ઝટકો: ૮૦૪ કરોડ રૂપિયા ધરાવતા ચાર બેંક ખાતાઓ પર પ્રતિબંધ યથાવત! : દુર્ગા પૂજાની રજાઓ પહેલાં તૃણમૂલ કોંગ્રેસ જૂથને બેંક ખાતામાંથી ઉપાડ કરવાની વચગાળાની રાહત આપવાનો હાઇકોર્ટે સ્પષ્ટ ઇનકાર કર્યો : કોર્ટે જણાવ્યું કે રોજિંદા ખર્ચ માટે સ્પેશિયલ ઓફિસરની નિમણૂક થઈ ચૂકી હોવાથી નવા આદેશની જરૂર નથી8:12 PM IST
ભારતીય ન્યાયપ્રણાલીમાં AI પર CJI નો ઐતિહાસિક ખુલાસો: "ટેકનોલોજી સંશોધન સરળ બનાવશે : પણ માનવીય ચુકાદાનું સ્થાન નહીં લઈ શકે!" : જર્મનીમાં આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં ન્યાયાધીશ સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું કે AIનો ઉપયોગ માત્ર વહીવટી અને સંશોધનના કાર્યો માટે થશે : સાક્ષીઓની વિશ્વસનીયતા કે જામીન અંગે આખરી નિર્ણય માનવીય વિવેકબુદ્ધિથી જ લેવાશે8:11 PM IST
કેરળમાં ઓણમની ઉજવણીમાં દારૂના વેચાણનો ઓલ-ટાઇમ હાઇ રેકોર્ડ: માત્ર ૮ દિવસમાં લોકો ₹૭૭૧ કરોડનો દારૂ ગટગટાવી ગયા! : દક્ષિણ ભારતના સૌથી મોટા તહેવાર દરમિયાન કેરળમાં ઉત્સવના આનંદ વચ્ચે રેકોર્ડબ્રેક દારૂનું વેચાણ નોંધાયું : એક્સાઇઝ વિભાગના મતે આ વર્ષે ઓણમ સિઝનનો કુલ આંકડો ગયા વર્ષના ₹૮૨૬ કરોડના ઓલ-ટાઇમ રેકોર્ડને પણ આરામથી પાર કરી જશે8:10 PM IST
અનામત મુદ્દે દિલ્હીમાં મોટો રાજકીય ધમાકો: જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને "અનામત હટાવો આંદોલન" ના નેતાઓ વચ્ચે હાઈ-પ્રોફાઈલ બેઠક! : દેશમાં જાતિ આધારિત અનામત નાબૂદ કરી આર્થિક આધાર પર અનામત અને 'એક પરિવાર, એક અનામત' નીતિ લાગુ કરવાની ઉગ્ર માંગ સાથે દિલ્હીની શેરીઓ ગૂંજ્યા બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી : પ્રતિનિધિમંડળ સાથે પ્રથમ તબક્કાની ચર્ચા પૂર્ણ.8:08 PM IST
વડાપ્રધાન મોદીનો મહત્વપૂર્ણ મધ્ય એશિયા પ્રવાસ: ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની મુલાકાત સાથે SCO સમિટમાં આપશે હાજરી! : મધ્ય એશિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈ આપવા અને વૈશ્વિક શાંતિ, ઉર્જા સુરક્ષા તથા આતંકવાદ મુક્ત વિશ્વની હિમાયત કરવા પીએમ મોદી ૨૯ ઓગસ્ટથી ઐતિહાસિક પ્રવાસે જશે : બિશ્કેકમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ શક્ય8:07 PM IST
મહારાષ્ટ્રમાં ઓટો-ટેક્સી ચાલકો માટે મોટા આશ્વાસનના સમાચાર: મરાઠી ભાષા શીખવા માટે સરકારે આપ્યો આખા એક વર્ષનો સમય ! : RTO ની કડક ચકાસણી અને લાયસન્સ રદ થવાના ભય વચ્ચે મુંબઈ, થાણે અને પુણેના લાખો પરપ્રાંતિય ડ્રાઇવરોને રાહત આપતા સીએમ ફડણવીસે વ્યવહારુ મરાઠી શીખવા માટે સમયમર્યાદા લંબાવી : આ સમયગાળા દરમિયાન ભાષાના મુદ્દે કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં થાય8:05 PM IST
સીમાંકન પર દેશમાં રાજકીય સંગ્રામ: લોકસભાની બેઠકો વધુ ૨૫ વર્ષ સુધી ન વધારવા ખડગેએ પીએમ મોદીને લખ્યો આકરો પત્ર! : કેન્દ્ર સરકાર દ્વારા સીમાંકન બિલ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની અટકળો વચ્ચે કોંગ્રેસ પ્રમુખે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી : ૨૦૨૯થી મહિલા અનામત લાગુ કરવા અને રાજ્યોનું પ્રતિનિધિત્વ જાળવી રાખવા રજૂઆત કરી8:04 PM IST
વૈશ્વિક રાજનીતિમાં ભારતનો માસ્ટરસ્ટ્રોક: SCO સમિટમાં પીએમ મોદી અને પુતિન સામસામે : પશ્ચિમી દેશોમાં ભારે ખળભળાટ! : ભારત-રશિયાની અપ્રતિમ મિત્રતાના નવા અધ્યાય સાથે પીએમ મોદી- પુતિન વચ્ચેની હાઈ-પ્રોફાઈલ બેઠક : ભૂ-રાજકીય સમીકરણો બદલવા અને આતંકવાદ સામે ભારતની શૂન્ય-સહિષ્ણુતા નીતિને વૈશ્વિક મંચ પર બુલંદ કરવા તૈયાર 8:03 PM IST
નવી મુંબઈ: વૈશ્વિક દરિયાઈ વેપારમાં ભારતની મોટી છલાંગ, જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) આલ્ફાલાઇનરના H1 2026 રેન્કિંગમાં વિશ્વના ટોચના 30 કન્ટેનર પોર્ટ્સમાં 21મા સ્થાને પહોંચ્યું : મજબૂત થ્રુપુટ વૃદ્ધિ અને સક્રિય વહીવટી પગલાંઓને કારણે JNPA એ સાત સ્થાનની પ્રભાવશાળી છલાંગ લગાવીને વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે.7:50 PM IST
બિહારના બાંકાની શિક્ષિકા ખુશ્બુ કુમારીને મળશે ‘રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર ૨૦૨૬’: ગુરુજીના બલિદાનથી પ્રેરિત થઈને બદલી નાખી આખા ગામની કિસ્મત! : એક સમયનું પછાત ગામ જ્યાં અગાઉ મેટ્રિક પાસ કરવું પણ મુશ્કેલ હતું, ત્યાંના સમર્પિત શિક્ષકના પ્રતાપે આજે ડઝનબંધ પ્રોફેસર, એન્જિનિયર અને બેંકર્સ પેદા થયા; શિક્ષક દિવસ પર રાષ્ટ્રપતિ ભવનમાં થશે સન્માન.7:49 PM IST
NLSIU બેંગલુરુમાં મોટો વિવાદ: CJI સૂર્યકાંતને આમંત્રણ આપવાના વિરોધ બાદ યુનિવર્સિટીએ દીક્ષાંત સમારોહ રદ કર્યો, વિદ્યાર્થીઓને ડિગ્રી કુરિયરથી અપાશે! : બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) અને CJI ની ઉપસ્થિતિ સામે ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને એલ્યુમનાઈનો ઉગ્ર વિરોધ; હવે સમારોહ વિના જ ઓનલાઈન/કુરિયર દ્વારા એનાયત થશે પ્રમાણપત્રો.7:42 PM IST
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા વિવાદ પર સીએમ દેવેન્દ્ર ફડણવીસની મોટી રાહત: ઓટો-ટેક્સી ડ્રાઇવરોને મરાઠી શીખવા ૧ વર્ષની મુદત મળી; આ સમયગાળામાં નહીં થાય કોઈ આકરાં પગલાં! : પરિવહન મંત્રીની બેજ રદ કરવાની ચેતવણી બાદ ચાલકોના ભારે વિરોધને પગલે રાજ્ય સરકાર નમી; જુદી જુદી વયના ડ્રાઇવરો માટે મરાઠી શીખવા ઔપચારિક સમય મંજૂર.7:14 PM IST
ભારત કે ચીન? નેપાળ પક્ષ પસંદ નહીં કરે: વિદેશ મંત્રી શિશિર ખાનાલે સ્પષ્ટ કર્યું - 'માતા-પિતામાંથી કોઈ એકની પસંદગી ન થઈ શકે, રાષ્ટ્રીય હિત જ સર્વોપરી!' : નેપાળ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)માંથી છેલ્લા ૧૦ વર્ષમાં $૦ મળ્યા હોવાનો ખુલાસો; કાઠમંડુએ ભારતીય ઉદ્યોગપતિઓ અને ખાનગી ક્ષેત્રને દેશમાં રોકાણ કરવા આપ્યું મોટું આમંત્રણ.7:12 PM IST
સમય સમય બલવાન: સાયબર વિવાદમાં સપડાયેલા કોમેડિયન સમય રૈનાનું સીએમ દેવેન્દ્ર ફડણવીસના હસ્તે મુંબઈમાં બહુમાન; '1930 નંબર તો મેં સેવ કરી રાખ્યો છે' કહીને કોમેડિયને માર્યો જોરદાર જોક! : સાયબર સેલની પૂછપરછથી લઈને એ જ મંચ પર સન્માન સુધીની સફર: 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદ બાદ મહારાષ્ટ્ર સાયબરના જનજાગૃતિ કાર્યક્રમમાં સમય રૈનાની હાસ્યરસથી ભરપૂર એન્ટ્રી.6:29 PM IST
ન્યૂયોર્કની 'બંગલો' રેસ્ટોરન્ટમાં અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત: રાધિકા મર્ચન્ટે સેલિબ્રિટી શેફ વિકાસ ખન્નાને જલેબી આકારની રાખડી બાંધી ભાવુક કર્યા, શેફ બોલ્યા- 'મારો એક ભાગ સ્વસ્થ થયો'! : અનંત અંબાણીના 'વંતારા' પ્રોજેક્ટના સન્માનમાં ફૂલોથી રેસ્ટોરન્ટ શણગારાઈ; રાખડી બાંધવાની ખાસ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.6:16 PM IST
કોરોના કાળના લોકડાઉનમાં ડોલી પાર્ટનની ૧ મિલિયન ડોલરની સખાવત: રસી સંશોધનમાં આપેલું આ દાન ગ્લોબલ વેક્સિન કોન્ફિડન્સનું પ્રતિક કેવી રીતે બન્યું! : અમેરિકા જ્યારે ઘરોમાં કેદ હતું ત્યારે કન્ટ્રી મ્યુઝિક સિંગરે રસીના સંશોધન માટે કરોડો રૂપિયાનું દાન આપી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.6:13 PM IST
બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે યોજાશે દ્વિપક્ષીય શિખર વાર્તા: ઊર્જા, ખાતર અને આર્થિક સહયોગ પર રહેશે વિશેષ ધ્યાન! : ઉઝબેકિસ્તાનની બે દિવસીય મુલાકાત બાદ પીએમ મોદી કિર્ગિસ્તાન પહોંચશે; વિદેશ મંત્રી એસ. જયશંકરની મોસ્કો મુલાકાત બાદ બંને વૈશ્વિક નેતાઓની બેઠકની સત્તાવાર જાહેરાત.6:21 PM IST
લખનૌમાં 'લવ જેહાદ' અને ધર્મ પરિવર્તનના દબાણનો સનસનાટીભર્યો કિસ્સો: ૪ બાળકોની માતાને પ્રેમજાળમાં ફસાવી ૨ વર્ષ સુધી શોષણ, અશ્લીલ વીડિયોથી બ્લેકમેલ કરનાર મોહમ્મદ રેહાન ફરાર! : લગ્નની લાલચ આપી ગર્ભપાત કરાવ્યો; પીડિતાએ ન્યાય માટે અવાજ ઉઠાવતાં આરોપી મુંબઈ ભાગી ગયો, સોશિયલ મીડિયા પર ઓડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં.5:54 PM IST
નેપાળ-તિબેટ સરહદે ભયાનક જળપ્રલય અને ભૂસ્ખલન વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા મૂળ રાજકોટના હાલ મુંબઈ રહેતા જય કોટેચા સહિત ગુજરાતના વધુ ચાર સાથે ૧૮ યાત્રાળુઓ સંપર્કવિહોણા બનતા પરિવારજનોમાં ભારે ફફડાટ : રાજ્ય સરકારે ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલરૂમ શરૂ કરી કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે તાબડતોબ સંકલન સાધ્યું : અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના વિસ્તારોના નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર6:49 PM IST
૪૦૦ કૈલાશ માનસરોવર યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયો : નેપાળના રાસુવા જિલ્લામાં આવેલા ભારે પૂર પછી તિબેટમાં કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા લગભગ ૪૦૦ યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયોઃ મોટાભાગના ભારતીય છે અને ૯૩ નેપાળી છે : યુદ્ધના ધોરણે શોધખોળ કામગીરી શરૂઃ આ યાત્રાળુઓ વિવિધ ટ્રાવેલ એજન્સીઓના ગ્રાહકો છે : ભૂસ્ખલન અને કાટમાળને કારણે સંદેશાવ્યવહાર પ્રણાલી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે9:57 AM IST
રક્ષાબંધને ૨૮ ઓગસ્ટે વર્ષનું બીજું આંશિક ચંદ્રગ્રહણ: ખોરાકમાં તુલસી રાખવાના રિવાજ પાછળનું ધાર્મિક મહાત્મ્ય; ભારતમાં દૃશ્યમાન ન હોવાથી સૂતક કાળ લાગુ નહીં પડે! : અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં દેખાનારા ગ્રહણ વચ્ચે રાખડી બાંધવાના મુહૂર્ત અને પૂજા-વિધિઓ પર કોઈ વિઘ્ન નહીં આવે; જાણો ગ્રહણ બાદ શુદ્ધિકરણની પરંપરાઓ.5:51 PM IST
કોલકાતાના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં માસૂમ બાળકોના મોતથી હાહાકાર: ૩ અઠવાડિયામાં ૬૦થી વધુ શિશુઓએ દમ તોડ્યો, એક જ દિવસમાં ૧૦ માસૂમોના મોતથી તંત્ર સામે ઉઠ્યા ગંભીર સવાલો! : તબીબી બેદરકારી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીના આરોપો વચ્ચે પશ્ચિમ બંગાળનું આરોગ્ય મંત્રાલય એક્શનમાં; ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરાઈ.5:50 PM IST
૬ઠ્ઠા ધોરણમાં નાપાસ અને પિતા રૂ.૧૦ કમાતા દૈનિક મજૂર: શિક્ષકના એક શબ્દે કેરળના પીસી મુસ્તફાનું ભાગ્ય બદલ્યું, રૂ.૫૦,૦૦૦થી શરૂ કરી બનાવી રૂ.૬૮૧ કરોડની 'iD ફ્રેશ ફૂડ' ઈમ્પાયર! : એન્જિનિયરિંગ અને IIM બેંગલોરનું ભણતર પૂર્ણ કર્યા બાદ બહુરાષ્ટ્રીય કંપનીની લાખોની નોકરી છોડી સ્કૂટર પર ઈડલી-ઢોસાનું ખીરું (બેટર) વેચવાની શરૂઆત કરી.5:49 PM IST
PNG કનેક્શન અપનાવવામાં લોકોની નિરસતાથી સરકાર લાલઘૂમ: દેશભરમાં એલપીજી સિલિન્ડર કનેક્શન રદ થવાનો મોટો ખતરો, પાઈપલાઈનવાળા વિસ્તારોમાં સિલિન્ડર પુરવઠો બંધ કરવા આદેશ! : માત્ર ૨૦ ટકા ગ્રાહકોએ જ પીએનજીમાં રસ દાખવતાં કેન્દ્ર સરકાર એક્શન મોડમાં; તમામ રાજ્યોમાં જિલ્લા સ્તરે નોડલ અધિકારીઓની નિમણૂક સાથે કડક નિયમો લાગુ કરાયા.5:49 PM IST
ઉદયપુરના શાહી મહેલમાં ૧૦ દિવસ રોકાયા, રાજા જેવી જિંદગી જીવ્યા, ૫.૭૪ લાખનું બિલ જોઈ રફુચક્કર થઈ ગયા : હોટલના સ્ટાફ અને મેનેજમેન્ટથી લઈ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો : સૌથી પ્રીમિયમ રૂમમાં એક રાતનું ભાડું લગભગ ૪૬,૫૦૦ રૂપિયાથી શરુ થાય છે. સ્વિમિંગ પૂલવાળા પ્રીમિયમ રૂમની કિંમત ૬૭,૦૦૦ રૂપિયા પ્રતિ રાત સુધી હોય છે9:59 AM IST
દિલ્હીમાં એકતરફી પ્રેમ અને લગ્નના દબાણમાં ૨૧ વર્ષીય મોડેલ મુસ્કાનની નૃશંસ હત્યા: જીમ ટ્રેનર ઈમરાને ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંક્યા, આરોપીને પકડવા ૧૫ ટીમો તૈનાત! : લગ્ન કરવાની ના પાડી સંબંધ તોડી નાખતાં જ ગુસ્સામાં અંધ બનેલા આકિબ ઉર્ફે ઈમરાને લીધો જીવ; સીસીટીવી ફૂટેજમાં આરોપી ઘરે પહોંચતો અને નાસતો કેદ.5:29 PM IST
નેપાળ-ચીન સરહદ પર કુદરતનો બીજો મોટો ખતરો: ભોટેકોશી નદી પર બનેલું વિરાટ કૃત્રિમ તળાવ ૭૨ કલાકમાં ફાટવાની ચીનની ગંભીર ચેતવણી, તટીય વિસ્તારોમાં હાઈ એલર્ટ! : ચોચેન ખોલા અને પુરપુ ત્સાંગપો નદીના સંગમ પર બનેલા બેરિયર લેકમાં અતિશય પાણી ભરાતાં ઓવરફ્લો; ૫૦ લાખ ક્યુબિક મીટરથી વધુ પાણીનો વિનાશક રેલો ત્રાટકવાની આશંકા.5:21 PM IST
'ઓપરેશન સિંદૂર'માં S-400 એર ડિફેન્સ સિસ્ટમનો ખૌફ: ભારત સામે પાકિસ્તાને સ્લીપર સેલ અને જાસૂસો સક્રિય કર્યાનો માજી એર માર્શલનો સણસણતો ખુલાસો! : ૩૧૪ કિલોમીટર દૂરથી પાકિસ્તાની સર્વેલન્સ એરક્રાફ્ટ તોડી પાડી ભારતે રચ્યો વિશ્વ વિક્રમ; મહિલા ફાઈટર પાઈલટોના ભયાનક બોમ્બમારાથી ગભરાઈને પાકિસ્તાનને યુદ્ધવિરામની ભીખ માંગવી પડી.5:20 PM IST
તમિલનાડુ સરકારની મોટી જાહેરાત: ચેન્નાઈમાં ₹૨.૪૫ કરોડના ખર્ચે લઘુમતી મહિલાઓ માટે નવી કોલેજ સ્થપાશે, મુસ્લિમ વિદ્યાર્થીનીઓ માટે ટ્યુશન ફી માફીની યોજના! : ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારનો મહત્વકાંક્ષી નિર્ણય; સરકારી ક્વોટા હેઠળ પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓ માટે ₹૨૦ કરોડનું ખાસ બજેટ ફાળવાયું.4:47 PM IST
હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી શેરબજારમાં કડાકો: સેન્સેક્સ ૫૩૯ પોઈન્ટ અને નિફ્ટી ૧૧૬ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો ધોવાયા!: સેન્સેક્સ ૭૬,૯૩૩ ના સ્તરે બંધ રહ્યો જ્યારે નિફ્ટી ૨૪,૦૯૦ ની નીચલી સપાટીએ પહોંચ્યો : મધ્ય પૂર્વમાં અનિશ્ચિતતા અને ડેરિવેટિવ્ઝ એક્સપાયરીના કારણે બજારમાં ભારે વેચવાલી; સિમેન્ટ, પીએસયુ બેંક અને મેટલ શેરોમાં સૌથી વધુ ધોવાણ.4:45 PM IST
રક્ષાબંધન પર્વ નિમિત્તે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર, ગુજરાત અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ : નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર ‘નારી શક્તિ’ને રાષ્ટ્રશક્તિ બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત : મોદીજીની સરકારના નિર્ણયો ‘નારી સશક્તિકરણ’થી આગળ વધીને ‘નારી નેતૃત્વવાળા વિકાસ’ તરફ ભારતની યાત્રાને વેગ આપનારા : અમિતભાઈ શાહ4:41 PM IST
નેત્ર ચિકિત્સા ક્ષેત્રે ક્રાંતિ: ચેન્નાઈની ડૉ. અગ્રવાલ આઈ હોસ્પિટલમાં વિશ્વના પ્રથમ 'પિનહોલ પ્યુપિલોપ્લાસ્ટી' સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન, કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ વિના મળશે રોશની! : તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના હસ્તે સેન્ટર ખુલ્લું મુકાયું; ડોનર કોર્નિયાની અછત અને રિજેક્શનના જોખમથી દર્દીઓને મળશે કાયમી મુક્તિ.4:40 PM IST
સીમાંકન મુદ્દે દેશના રાજકારણમાં ગરમાવો: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પીએમ મોદીને લખ્યો પત્ર, સર્વપક્ષીય બેઠક બોલાવવા અને 2029માં મહિલા અનામત લાગુ કરવા કરી જોરદાર માંગ! : લોકસભાની બેઠકો ૫૪૩ સુધી જ મર્યાદિત રાખવા અને રાજ્યવાર પ્રતિનિધિત્વ આગામી ૨૫ વર્ષ સુધી યથાવત રાખવા કોંગ્રેસની આક્રમક રજૂઆત; સંસદના સંભવિત ખાસ સત્ર પહેલા વિરોધ પક્ષો એકજૂટ.4:36 PM IST
સંસદનું ચોમાસું સત્ર ફરી બોલાવાશે? સીમાંકન બિલ પસાર કરવા મોદી સરકારનો મેગા પ્લાન, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવા રાજકીય ગણિત તેજ! : કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુના નિવેદનથી વિપક્ષી છાવણીમાં ફફડાટ; શિવસેના અને NCPIના ટેકો છતાં NDA ૩૬૦ના આંકડાથી દૂર, DMKના ૨૨ સાંસદો તારણહાર બનવાની અટકળો.4:18 PM IST
કેન્દ્રમાં મોદી કેબિનેટના વિસ્તરણ માટે હજુ જોવી પડશે રાહ: પીએમ મોદીના દ્વિપક્ષીય વિદેશ પ્રવાસ અને SCO સમિટ બાદ આકાર લેશે નવું મંત્રીમંડળ! : ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની મહત્વપૂર્ણ મુલાકાતે રવાના થઈ રહ્યા છે વડાપ્રધાન; સંસદના ચોમાસું સત્ર બાદ ભાજપ પ્રમુખ નીતિન નવીનની નવી ટીમ સાથે કેબિનેટ ફેરબદલ અંગે અટકળો તેજ.4:17 PM IST
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો: TMCમાંથી બળવો કરનારા ૨૦ સાંસદોના જૂથ NCPIને ભાજપનો મોટો ઝટકો, KMC ચૂંટણીમાં ગઠબંધનનો સ્પષ્ટ ઇનકાર! : સયાની ઘોષ અને સુદીપ બંદોપાધ્યાય જેવા દ્રષ્ટિહીન નેતાઓના મેગા પ્લાન પર ભાજપના એકલા હાથે લડવાના નિર્ણયથી પાણી ફરી વળ્યું; કેન્દ્રમાં બે તૃતીયાંશ બહુમતીના ગણિત પર અસર પડવાની આશંકા.4:16 PM IST
ઇન્ડિયા ગેટ પર જંતર-મંતરથી પણ મોટું શક્તિપ્રદર્શન થશે: સીજેપી પ્રમુખ અભિજીત દીપકેની કેન્દ્ર સરકારને ચીમકી, પોલીસના લાઠીચાર્જ સામે પણ લડી લેવાની તૈયારી! : વિદ્યાર્થીઓ સામે દાખલ થયેલી તમામ એફઆઈઆર રદ કરવાનું વચન પાળવામાં સરકાર નિષ્ફળ જતાં ૫ સપ્ટેમ્બરે 'સીઝન-૨' આંદોલનની જાહેરાત; પોલીસ હેડક્વાર્ટર ખાતે ઘેરાવો કરવાની ખુલ્લી ચેતવણી.4:15 PM IST
રાત્રિના સમયે અંજાઈ જતી આંખોને મળશે મુક્તિ: એપ્રિલ ૨૦૨૭થી વાહનો માટે કડક બનશે હેડલાઈટના નિયમો, હાઈ-બીમ પર મુકાશે મર્યાદા! : રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH) દ્વારા મોટર વ્હીકલ નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ; ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની હેડલાઈટની તીવ્રતા (Candela) અને કલર ટેમ્પરેચરમાં કરાશે નોંધપાત્ર ઘટાડો.4:06 PM IST
૨૦૩૬ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક માટે પીએમ મોદીનો માસ્ટરપ્લાન: 'ભારત ઓલિમ્પિકની અડધાથી વધુ રમતોમાં ભાગ જ નથી લેતું, હવે આ પરિસ્થિતિ બદલાશે' : ઓલિમ્પિક્સમાં મેડલ ટેલી વધારવા પાયાના સ્તરેથી પ્રતિભા શોધવાનું રાષ્ટ્રવ્યાપી મિશન શરૂ; સર્ફિંગ, શિયાળુ રમતો અને ક્લાઇમ્બિંગ જેવા નવા ક્ષેત્રો પર ભારત લક્ષ્ય કેન્દ્રિત કરશે.3:56 PM IST
નેપાળમાં સર્જાયેલી મહાવિનાશક હોનારતથી ભારતનો પ્રવાસન ઉદ્યોગ સ્તબ્ધ: 'આ દુઃખની ઘડીમાં અમે પડોશી દેશના દરેક નાગરિક સાથે ખભેખભા મિલાવીને ઊભા છીએ' - IATO : કમનસીબ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક ગુમ થતાં ભારતના પ્રવાસન ક્ષેત્રમાં શોકની કાલીમા; ઇન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેટોર્સે અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે વ્યક્ત કરી ઊંડી સંવેદના.3:56 PM IST
અમેરિકાના નાગરિક બનવું હવે આસાન નથી! સાડા ત્રણ દાયકા જૂનો કાયદો પાછો આવ્યો: યુએસસીઆઈએસ હવે નાગરિકત્વની અરજી કરનારાઓના પડોશીઓ અને બોસની કરશે 'ગુપ્ત તપાસ' : યુએસ ગ્રીન કાર્ડ ધારકો માટે નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયા વધુ કડક બની; ૩૫ વર્ષ પછી બેકગ્રાઉન્ડ વેરિફિકેશનનો સાડા ત્રણ દાયકા જૂનો નિયમ ફરીથી લાગુ કરાતાં અરજદારોમાં ચિંતાનો માહોલ. 3:55 PM IST
ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી'માં પેરેન્ટીંગનો પ્રેરક મેસેજ : સિધ્ધાર્થ રાંદેરીયા : કાલથી વર્લ્ડના સિનેમાઘરોમાં છવાઇ જશે : ૧૦ વર્ષના બાળક અને ૭૦ વર્ષના વૃધ્ધની દોસ્તીની વાત : જંગલના દ્રશ્યો અચંબિત કરે છે : ઝી સ્ટુડીયોનો સહયોગ નવી ઉંચાઇ અપાવશેઃ અભિનેતા સિધ્ધાર્થ રાંદેરીયા, અનુરાગ પ્રપન્ન, બાળ કલાકાર ધન્યા દોશી, દિગ્દર્શક ધર્મેશ મહેતાએ ‘અકિલા' સમક્ષ વર્ણવી રસપ્રદ વિગતો2:49 PM IST
વર્ષે ૩૦૦૦૦ કરોડ રૂપિયાનું ‘પેટ કેર'નું બજારઃ શ્વાનનો પણ વીમો : ડોગ સ્પા, બ્રાઇડલ ડ્રેસ અને હોસ્ટેલ : શ્વાન પાળવાનો ક્રેઝ વધ્યોઃ લોકો પેટ ઓનર્સને બદલે પેટ પેરેન્ટ કહેવડાવવાનું પસંદ કરે છે. મહાનગરોમાં પેટ ફ્રેન્ડલી કેફે, હોટેલ અને રેસ્ટોરન્ટનું ચલણ વધ્યું: શ્વાન માટે હેલ્થ ઇન્સ્યોરન્સ, ફેશનેબલ કપડાં, ડે-કેર અને સ્પા ટ્રીટમેન્ટનો ખર્ચ પણ વધ્યો 10:01 AM IST
મહત્વના ઢગલા બંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ9:43 AM IST
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ૧૮ વર્ષથી ઓછી વયના યુઝર્સ માટે મોટા ફેરફારો આવશે : મેટા કંપની દ્વારા ટાઇમ લિમિટથી લઇને કન્ટેન્ટ કન્ટ્રોલ સુધીના નવા નિયમો જાહેર કરાશે - ન્યૂઝફર્સ્ટ : દૈનિક ૨ કલાકની વપરાશ મર્યાદા સાથે બ્યૂટી ફિલ્ટર્સ પર પ્રતિબંધ - રાત્રે ૧૨ થી ૬ વાગ્યા સુધી એપ એક્સેસ બ્લોક રહેશે : સ્કૂલ મોડમાં સવારે ૮ થી બપોરે ૩ વાગ્યા સુધી નોટિફિકેશન બંધ રહેશે11:54 PM IST
મોડી રાત્રે ૧૭ વર્ષના છોકરાએ સોશિયલ મીડિયા પર મોકલેલો એક મેસેજ અને ચમકી ગયું ભાગ્ય: રાજ શમાણીના એક ડીએમ (DM) એ બદલી નાખી જિંદગી; ૨૨ની ઉંમરે કમાઈ લીધા ૧ કરોડ રૂપિયા! : JEE ની તૈયારીઓ વચ્ચે ઓનલાઈન ક્ષેત્રે ઝંપલાવનાર આદિત્ય બંસલની રસપ્રદ કથા: ગ્રાફિક ડિઝાઇન અને વેબસાઇટ મેકિંગમાં નિષ્ફળ ગયા બાદ ટ્વિટર (X) ના એક થ્રેડે ખોલી દીધા સફળતાના દ્વાર9:09 PM IST
વૈશ્વિક ઉર્જા માર્કેટમાં ભારતનો ડંકો: સાઉદી અરેબિયા અને યુએઈને પછડાટ આપીને કેન્યા માટે સૌથી મોટુ ઓઈલ સપ્લાયર બન્યું : મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધ અને હોર્મુઝમાં સર્જાયેલા પુરવઠા સંકટ વચ્ચે ભારતની મજબૂત રિફાઇનિંગ ક્ષમતા બની આશીર્વાદરૂપ : જુલાઈ ૨૦૨૬માં આફ્રિકામાં ભારતીય તેલ નિકાસમાં ૬૬ ટકાનો વિક્રમી ઉછાળો9:20 PM IST
મહત્વના સમાચારો વાંચી જાઓ ફટાફટ9:49 PM IST
મહત્વના સમાચારો12:21 AM IST
વેદાંત હિસ્સાનું વેચાણ: વેદાંત રિસોર્સિસે હિસ્સાના વેચાણના અહેવાલોને ફગાવ્યા :ડિમર્જર અને વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું : વેદાંત ગ્રુપ કંપનીઓમાં હિસ્સાના વેચાણ અંગેની ચર્ચાઓ વચ્ચે, વેદાંત રિસોર્સિસે સીધો જવાબ આપતા કહ્યું કે હાલમાં વેદાંત લિમિટેડ અથવા વેદાંત એલ્યુમિનિયમમાં તેનો હિસ્સો વેચવાની તેની કોઈ યોજના નથી 12:52 AM IST
AI યુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે પણ વિશ્વ આની માટે તૈયાર નથી :બાળકો અને માનવ સંબંધો અંગે ચિંતાઓ: બિલ ગેટ્સે આપી ગંભીર ચેતવણી : AI માણસોની વિચારવાની, સાંભળવાની, જોવાની, બોલવાની અને તાર્કિક ક્ષમતાઓ પર પણ અસર કરશે: સોફ્ટવેર, કસ્ટમર સર્વિસ, કાયદો, હેલ્થકેર અને મેન્યૂફેક્ચરિંગ જેવા સેક્ટર પર અસર થઈ શકે12:28 AM IST
FSSAI મોટી કાર્યવાહી: દિલ્હીની બે લક્ઝરી હોટલોમાં ખોરાકની સ્થિતિ બદતર :87 કિલો વાસી મીઠાઈઓ, વંદો અને માખીઓ મળી : દિલ્હીમાં BRICS સમિટ પહેલા, બે મુખ્ય એરોસિટી હોટલોમાં ખાદ્ય સુરક્ષા નિરીક્ષણમાં અસંખ્ય ખામીઓ બહાર આવી:એન્દાઝ દિલ્હીમાં મુદતવીતી મીઠાઈઓ અને વંદો મળી આવ્યા જ્યારે JW મેરિયટમાં અન્ય ઘણી ખામીઓ નોંધાઈ 12:36 AM IST
નવી મિત્સુબિશી પજેરો માટે તૈયાર થઈ જાઓ:આ SUV આવતા અઠવાડિયે તેનું ભવ્ય ડેબ્યૂ કરશે: અનેક પ્રભાવશાળી સુવિધાઓ : નવી પજેરો આવી રહી છે. તેનું વૈશ્વિક ડેબ્યૂ 2 સપ્ટેમ્બરના રોજ થશે નવી પજેરોમાં સૌથી મોટો ફેરફાર તેનું પ્લેટફોર્મ હશે. કંપની હાઇબ્રિડ પાવરટ્રેન પર કામ ચાલુ : ડીઝલ-હાઇબ્રિડ ટેકનોલોજીનો સમાવેશ થઈ શકે .9:33 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાનેપાળમાં સર્જાયેલી પૂરની કટોકટીમાં ફસાયેલા ગુજરાતીઓની વહારે રાજ્ય સરકાર; મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ : રાજ્ય સરકારે અસરગ્રસ્તોની સહાય માટે સ્ટેટ ઇમર્જન્સી સેન્ટરના હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા: દુઃખની આ ઘડીમાં રાજ્ય સરકાર દરેક અસરગ્રસ્ત પરિવારની સાથે છે; અસરગ્રસ્તોને બનતી ત્વરાએ સુરક્ષિત પરત લાવવા માટે પ્રયાસ ચાલુ છે: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી10:39 PM IST
અલનીનોની અસર વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 3 સપ્ટેમ્બરથી ગુજરાતમાં મેઘરાજા ફરી જમાવશે જોરદાર રંગ : ચોમાસાના વિરામ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર; સપ્ટેમ્બરના પ્રારંભે જ અરબ સાગર સક્રિય થતાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ ખાબકવાની શક્યતા.8:56 PM IST
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.) ગુજરાત સુપર લીગ (જી.એસ.એલ.)ની ત્રીજી સીઝનના પ્રારંભ માટે સજ્જ : સીઝન-3નો 1 સપ્ટેમ્બરે સાંજે 4 અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે શુભારંભ : “જી.એસ.એલ. માત્ર એક સ્પર્ધા નથી; ગુજરાતમાં ફૂટબોલના વિકાસ માટેની અમારી વ્યાપક દૃષ્ટિનો તે એક મહત્વપૂર્ણ હિસ્સો છે : જી.એસ.એફ.એ.ના પ્રમુખ પરિમલભાઈ નથવાણી : જી.એસ.એફ.એ. ના ઉપપ્રમુખ પ્રદિપસિંહ વાઘેલાએ જી.એસ.એફ.એ.ના પદાધિકારીઓ તથા જી.એસ.એલ.ના ટીમ માલિકોની હાજરીમાં જી.એસ.એલ.-3ની ટ્રોફી તથા ટીમ જર્સીનું અનાવરણ કર્યું4:04 PM IST
ગાંધીનગરના ‘લોકભવન’ ખાતે રક્ષાબંધનની ભાવસભર ઉજવણી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વિવિધ સમાજની બહેનો-દીકરીઓએ રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુની મંગલકામના કરી : નારીશક્તિના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહિલા ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિ1:32 PM IST
રક્ષાબંધન પર્વ નિમિત્તે રાજ્યના ૧૪ મહિલા ધારાસભ્યોને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ભેટ : વિકાસ કામો માટે કુલ ₹૨૮ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ : શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મહિલા જનપ્રતિનિધિઓને પ્રત્યેકને ₹૨ કરોડની રકમ અપાશે : મતવિસ્તારોમાં રોડ રસ્તાના માળખાકીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરીને મળશે વેગ12:47 PM IST
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાઓના લાભાર્થીઓ માટે રાહતના સમાચાર : દંડનીય વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજનાની મુદત ૩૧ જાન્યુઆરી ૨૦૨૭ સુધી લંબાવાઈ : પ્રથમ તબક્કામાં ૨,૯૮૮ લાભાર્થીઓએ ₹૧૦.૫૭ કરોડની મુદલ રકમ ચૂકવી ₹૩૯.૫૧ કરોડની માતબર વ્યાજમાફી મેળવી : તમામ લાભાર્થીઓને લોનમુક્તિ પ્રમાણપત્ર એનાયત કરાયા1:22 PM IST
છેલ્લા ચાર મહિનામાં ૧ લાખથી વધુ નાગરિકોએ ઘરેબેઠા મેળવ્યા પ્રમાણપત્ર; 'સુગમ ડિજિટલ ગુજરાત'ને અભૂતપૂર્વ પ્રતિસાદ : વિદ્યાર્થીઓ અને રોજગારવાંચ્છુઓ માટે જાતિ, આવક અને EWS સહિતના પ્રમાણપત્રો હવે ઓનલાઈન:જાતિ, આવક સહિતના વિવિધ ૦૭ પ્રમાણપત્રો https://www.digitalgujarat.gov.in/Services/SugamDGAbhiyanServices.aspx પોર્ટલ પર ઉપલબ્ધ12:52 PM IST
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રક્ષાબંધનની કરી ઉજવણી : લોકભવનનું વાતાવરણ બહેનોના સ્નેહ, આનંદ અને પવિત્ર ભાવનાઓથી ગુંજી ઊઠ્યું:મુખ્યમંત્રીએ દિવ્યાંગ અને બ્રહ્માકુમારીની બહેનો તેમજ ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષા દોશીએ રાખડી બાંધીને આશીર્વાદ પાઠવ્યા12:51 PM IST
અમેરિકા અને કેનેડાનો સફળ પ્રવાસ પૂર્ણ કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ પરત ફર્યા : એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક સંબંધો અને વિશ્વાસને કારણે સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર અને ગિફ્ટ સિટીમાં મોટું રોકાણ આવશે : આગામી વાઈબ્રન્ટ સમિટ ૨૦૨૭ માટે વૈશ્વિક ઉદ્યોગકારોને અપાયું આમંત્રણ11:30 AM IST
ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખનન પ્રક્રિયા સામે તાત્કાલિક અસરથી પગલાં લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તાકીદ. : આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે ભાડે અપાતાં આવાસોના કિસ્સામાં જિલ્લા કલેકટરને યોગ્ય તપાસ કરીને કડક કાર્યવાહી કરવા સૂચના:રાજ્ય સ્વાગતમાં 171- જિલ્લા સ્વાગતમાં 2285 - તાલુકા સ્વાગતમાં 3,028 મળી 5313 રજૂઆતો પરત્વે જરૂરી કાર્યવાહી 10:48 PM IST
વડોદરા, સોમનાથ, એકતાનગર અને પાવાગઢને ભીક્ષાવૃત્તિ મુક્ત કરાશે: ભીક્ષાવૃત્તિ કરનારા લોકોને ૬ માસ આશરો આપી રોજગારલક્ષી તાલીમ આપી પગભર બનાવાશે : કેન્દ્ર સરકારની સપોર્ટ ફોર માર્જિનાલાઇઝ્ડ ઇન્ડીવિડ્યુઅલ ફોર લાઇવલીહૂડ એન્ડ એન્ટરપ્રાઇઝ (સ્માઇ) અભિયાન આ ચાર જિલ્લાની ટોપ ૨૫ જિલ્લામાં સમાવેશ: ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના અધિક સચિવ શ્રીમતી મોના ખંધારે વડોદરા ખાતે અભિયાનના સુદ્રઢ અમલીકરણ માટે બેઠક યોજી6:41 PM IST
ગુજરાત પાસે અપર એર સાઇક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય થતાં વરસાદી માહોલ: અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે ભાદરવી હેલીના એંધાણ! : દક્ષિણ અને પશ્ચિમી પવનો સાથે લો પ્રેશર સિસ્ટમ સર્જાતાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે મેઘમહેર થશે; ૩ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી.6:18 PM IST
નેપાળમાં ભયાનક આકસ્મિક પૂરથી સર્જાયેલી હોનારત અંગે કંટ્રોલ રૂમ કાર્યરત : ગુજરાત સરકાર દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર : અસરગ્રસ્ત નાગરિકો અને તેમના પરિવારજનોની સહાય માટે રાજ્ય કંટ્રોલ રૂમ તથા નેપાળ સ્થિત ભારતીય ઇમરજન્સી નંબર જાહેર કરાયા : ૧૦૭૦ અને ૧૦૭૭ સહિતના નંબરો પર તાત્કાલિક સંપર્ક કરવા અપીલ9:35 AM IST
દારૂની પરમિટ ધારકો ‘સરકારી લૂંટ'થી પરેશાન : MRP પર બીજા ૧૨૦ ટકા કઈ રીતે ખંખેરાય છે ?રાજ્યમાં કાયદેસર વેપાર લાઇસન્સ ધરાવતા હોલસેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સની એક સિન્ડિકેટ મનસ્વી રીતે ભાવ નક્કી કરી રહ્યા છે : ગ્રાહકો દ્વારા વેટ અને અન્ય ટેક્સ પેટે ચૂકવાતા આશરે ૬૫ ટકા ઉપરાંત ડિસ્ટ્રિબ્યુટર્સે લગભગ ૫૫ ટકા જેટલું નફાનું માર્જિન નક્કી કર્યું છેઃ આક્ષેપો 10:34 AM IST
અમિતભાઈ શાહના હસ્તે લાઠીના દુધાળા ગામે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ : પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત સરોવરમા ૮૦ હજાર ચો.ફૂટમાં ૩ કરોડ લિટર પાણી સંગ્રહ ક્ષમતાઃ આ સરોવરથી ૧૦૦થી વધુ ગામોને સીધો લાભ થશેઃ ૩.૪ કરોડના ખર્ચે બનેલું જળસંચયનું ઉત્તમ ઉદાહરણ, આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ12:52 PM IST
ગુજરાત માટે રોકાણ સાથે અર્ધવાહક, કૃત્રિમ બુદ્ધિમત્તા, નાના ઉદ્યોગો અને નાણાકીય ક્ષેત્રે નવી તકોના દ્વાર ખૂલ્યા : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ૧૦ દિવસનો અમેરિકા... કેનેડાનો પ્રવાસ પુર્ણ : અમેરિકાથી શરૂ થયો પ્રવાસ, સાન ફ્રાન્સિસ્કોમાં અદ્યતન ટેકનોલોજી પર ભાર, માઇક્રોન સાથે અર્ધવાહક ઉદ્યોગ અંગે ચર્ચા, ગૂગલ સાથે કૃત્રિમ બુદ્ધિમત્તા અંગે ચર્ચા, પર્પ્લેક્સિટી એઆઈ સાથે પણ મુલાકાત, વોલમાર્ટ સાથે નાના ઉદ્યોગો માટે મહત્વની ચર્ચા, વોશિંગ્ટનમાં વિશ્વ બેંક સાથે બેઠક : કળષિ અને વહીવટમાં કળત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ, વાસન ક્ષેત્રમાં પણ રોકાણનું આમંત્રણ, ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માં પણ વિદેશી રોકાણ મેળવવા માટે ન્યૂયોર્કમાં નાણાકીય અને ઔદ્યોગિક ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે મુલાકાતઃ અમેરિકામાં વસતા ગુજરાતીઓને પણ રોકાણ માટે અપીલ, કેનેડામાં પ્રવેશ બાદ રોકાણકારો સાથે બેઠકો, ટાઈ સાથે ઉદ્યોગ સાહસિકોની બેઠક, યુનિવર્સિટી ઓફ વોટરલૂ સાથે સંશોધન અને શિક્ષણ અંગે ચર્ચા, દસ દિવસના પ્રવાસની મુખ્યની ગતિવિધિઃ પ્રવાસનું સાચું પરિણામ હવે આગામી મહિનાઓમાં દેખાશેઃ આગામી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ-૨૦૨૭ આ સમગ્ર પ્રવાસની બની રહશે સૌથી મોટી કસોટી 2:29 PM IST
રક્ષાબંધન વિશેષ:ભાઈઓના રક્ષા કાજે બનતી રાખડીઓ શેરથાની બહેનોને પૂરી પાડે છે આર્થિક સુરક્ષાચક્ર:.શેરથાની સખીઓની આર્થિક આત્મનિર્ભરતાની અનોખી કહાની : રાખડી બનાવવી મને ગમે છે. આ કામમાં મને આનંદ આવે છે. : કમળાબહેન વાઘેલા , સભ્ય, જય ગજાનંદ મિશન મંગલમ સખી મંડળ,શેરથા, જિ-ગાંધીનગર :“બા ના સાથ-સહકારથી જ હું મિશન મંગલમ હેઠળ સરકારી સહાય-તાલીમ પ્રાપ્ત કરી શકું છું અને આજે જય ગજાનંદ મિશન મંગલમ કેન્ટીન સફળતાપૂર્વક ચલાવું છે. દર મહિને રૂ. ૨૦,૦૦૦ રકમની આવક થાય છે. જે મારી દીકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે ખપમાં આવે છે.”:રંજનબહેન વાઘેલા, સભ્ય, જય ગજાનંદ મિશન મંગલમ સખી મંડળ, શેરથા, જિ-ગાંધીનગર 12:03 PM IST
પંચનાથ પ્લોટના વૃધ્ધાને ડીજીટલ એરેસ્ટ કરી ૫૫.૫૦ લાખ પડાવ્યાઃ સાયબર ક્રાઇમ પોલીસે ૪૧ લાખ બચાવ્યા : મીતાબેન ભાયાણીને ગઠીયાઓએ મુંબઇ ક્રાઇમ બ્રાંચના નામે ફોન કરી સાયબર આતંકવાદમાં ફસાવી દેવાની ધમકી આપી હતી : મુંબઇ રહેતી દિકરીને માતાએ એફડી તોડવા બાબતે પૃછા કરતાં શંકા ગઇઃ તેણીએ રાજકોટ સાયબર ક્રાઇમને જાણ કરતાં ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એસ. ડી. ફુલતરીયા, પીઆઇ પી. આર. ડોબરીયા, પીઆઇ એમ. ડી. ગઢવી અને ટીમે તત્કાળ પહોંચી વધુ ઠગાઇ થતી અટકાવી 2:46 PM IST
૭૬ વર્ષના વૃધ્ધાનું અપહરણ કરી ધોકાથી ફટકારી બળાત્કાર ગુજારી હત્યાઃ રમેશે લાશ આજીડેમના કાંઠે ફેંકી દીધી'તી : ૨૧મીએ આજી ડેમના કાંઠેથી મળેલી લાશ નવાગામના ૭૬ વર્ષના વૃધ્ધાની હતીઃ ૧૯મીએ કુવાડવા રોડ સાત હનુમાન મંદિર સામે ભિક્ષાવૃતિ માટે બેઠા ત્યાંથી હવસખોર રમેશ કૂકર્મ આચરવાના ઇરાદે જ ઘરે મુકી જવાના બહાને રિક્ષામાં બેસાડી ઉઠાવી ગયો હતોઃ અલગ અલગ જગ્યાએ ફેરવી માર માર્યોઃ છેલ્લે સાંજે આજીડેમના કાંઠે લઇ જઇ ખોફનાક કૃત્યુ આચર્યુ હતું : નવાગામ પાસે ઝૂપડામાં રહેતાં ૭૬ વર્ષના લીલાબેન સોલંકીની કોહવાયેલી લાશ મળી આવ્યા બાદ શરૂ થયેલી તપાસમાં ખળભળાટ મચાવતી ઘટનાનો ખુલાસો થયોઃ મુળ કાલાવડના ભીમામ ગામના ૩૩ વર્ષના રમેશને ચોથી હત્યા કર્યાનો પણ જરાય અફસોસ નથીઃ ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની રાહબરીમાં આજીડેમ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ રવિભાઇ વાંક અને ટીમે ભેદ ઉકેલ્યો : 3:45 PM IST
બે વૃધ્ધના નંબર ટેલીગ્રામ ચેનલમાં નાંખી-‘આ કોલ ગર્લ છે' એવું લખ્યું!: દેવેન પંત સામે ગુનો : એક સંસ્થા સાથે જોડાયેલા બે વૃધ્ધ સાથે અંગત રાગદ્વેષ હોઇ હેરાન કરવા તેમના નંબર-એડ્રેસ પણ ફલીપકાર્ટ પર નાંખી અલગ અલગ પાર્સલો મોકલતો : શહેર સાયબર ક્રાઇમ પીઆઇ એમ. ડી. ગઢવી, રાઇટર સુધીરભાઇએ તપાસ હાથ ધરી2:47 PM IST
ઉદય કાનગડ દ્વારા આંગણવાડીની બહેનો સાથે રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી કરાશે : રાખડીનો નાજુક દોરો ભાઈ-બહેનના સંબંધની મજબૂતાઈ, લાગણી અને આત્મીયતાનું પ્રતીકઃ ઉદય કાનગડઃ વલ્લભભાઈ દુધાત્રા ગુરૂવાર સાંજે ૪ કલાકે રણછોડ નગર કોમ્યુનીટી હોલ, કડવા ભનુ રોડ ખાતે ઉદય કાનગડ, વલ્લભભાઈ દુધાત્રા ભાજપ પરિવાર દ્વારા આંગણવાડીના બહેનો સાથે રક્ષાબંધનની વિશેષ ઉજવણી2:23 PM IST
આવાસ યોજનામાં ‘ડબલ લાભ'નો ખેલ? એક જ પરિવારને કૃષ્ણ ટાઉનશીપ અને લાઈટ હાઉસમાં આવાસ ! : ગરીબ-જરૂરિયાતમંદો ઘર માટે રાહ જુએ અને એક જ પરિવારને બે આવાસ કેવી રીતે હાઉસિંગ સમિતિના ચેરમેન દિલીપ લુણાગરીયાના તપાસના આદેશઃ ભાડે ચડાવાતા આવાસો સામે પણ કડક કાર્યવાહીનો તખ્તો તૈયાર કરવાની વિચારણા : પ્રથમ વખત ભાડે આપતાં પકડાય તો રૂ.૨૫ હજાર, બીજી વખત રૂ.૫૦ હજારનો દંડ અને ત્યારબાદ આવાસની ફાળવણી જ રદ કરવા વિચારણા3:38 PM IST
ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી 3:46 PM IST
ભાવનગર લઠ્ઠાકાંડના તાર કચ્છ સુધીઃ SMC દ્વારા કેમિકલની પૂછપરછ સંદર્ભે ઈશ્વરભા ગઢવીની ધરપકડ : નકલી દારૂ કૌભાંડના નેટવર્કના તાર ગુજરાતના અન્ય જિલ્લાઓ ઉપરાંત બીજા રાજ્યો સાથે જોડાયેલાઃ અગાઉ ભચાઉના ભવાનીપુર વિસ્તારમાંથી પૂર્વ કચ્છ પોલીસે આશરે ૨૦૦ થી ૩૦૦ લિટર શંકાસ્પદ કેમિકલનો જથ્થો પણ જપ્ત કર્યો' તો10:58 AM IST
જૂનાગઢ નોબલ આયુર્વેદ કોલેજના ૧૩ શંકાસ્પદ શિક્ષકોના : વેરિફિકેશનમાં ૧૦ લાખની લાંચ ઓફરનો સીબીઆઈ સમક્ષ કેસ : અનુકૂળ રિપોર્ટ માટે રૂ. ૧૦ લાખ આપવાની ઓફરનો આક્ષેપઃ ટ્રસ્ટી પ્રતિક મોરી અને ફેકલ્ટી સભ્ય ડો. અભય નલાવડે સામે ગુનો નોંધાયોઃ લખનઉની આયુર્વેદ કોલેજનાં પ્રિન્સિપાલ ડો. રૂપાલી મહાડિકે લાંચ સ્વીકારવાનો ઇનકાર કરી સીબીઆઈને ફરિયાદ કરીઃ ૧૩ શિક્ષકો ખરેખર કોલેજમાં કાર્યરત છે કે માત્ર કાગળ ઉપર દર્શાવાયા છે તેની તપાસનો મામલો11:11 AM IST
30 ઓગસ્ટે જામનગરમાં NEET-2026 પરીક્ષા: પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરમાં પ્રતિબંધાત્મક આદેશો લાગુ, 4થી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરીએ જાહેરનામું બહાર પાડ્યું : પરીક્ષા કેન્દ્રો પાસે ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા આદેશ, મોબાઇલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને લાઉડ સ્પીકર પર પણ પ્રતિબંધ, ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે2:52 PM IST
નેપાળમાં પૂરની વિનાશક સ્થિતિ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રશાસન સતર્ક : નેપાળમાં ફસાયેલા જિલ્લાના લોકો માટે હેલ્પલાઇન જાહેર : મામલતદાર કચેરી અને ચીફ ફાયર ઓફિસરનો સંપર્ક કરવા અપીલ : પૂરમાં ફસાયેલા વ્યક્તિના સગા-સંબંધીઓ પણ કુટુંબીજનોની માહિતી આપી શકશે : તંત્ર દ્વારા તાત્કાલિક મદદ પહોંચાડવા વ્યવસ્થા3:29 PM IST
પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથના આંગણે ‘શ્રાવણ ઉત્સવ'નો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડીયા : ગીર સોમનાથ જિલ્લાના ચાર સખી મંડળોને રૂ. ૪૯.૦૫ લાખના વિવિધ ફંડના ચેકનું વિતરણ કરાયું: તા.૨૬ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ દરમિયાન સવારે ૯:૦૦ થી રાતના ૧૦:૦૦ સુધી ભાટિયા મેદાન, સોમનાથ પરિસર ખાતે કરી શકાશે ખરીદી10:46 AM IST
જામનગરની ઔદ્યોગિક શક્તિને રાષ્ટ્રીય અને વૈશ્વિક બજારો સાથે જોડશે ભારત બિલ્ડકોન ૨૦૨૭ : વન નેશન. વન એક્સ્પો.ના વિઝન સાથે એમએસએમઈ, ઉત્પાદન ઉદ્યોગો અને નિકાસને મળશે નવી દિશાઃ ‘વિકસિત ભારત ૨૦૪૭'ના લક્ષ્યને મળશે વેગઃ ૩,૫૦૦થી વધુ બ્રાસ એમએસએમઈ એકમો અને ૩૫,૦૦૦થી વધુ રોજગારી સાથે જામનગરના ઔદ્યોગિક ક્લસ્ટરને મળશે વૈશ્વિક બી૨બી તકોનું નવું પ્લેટફોર્મ12:15 PM IST
હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે જૂનાગઢમાં ‘રાષ્ટ્રીય રમત દિવસ ખેલકુદ સપ્તાહ'નો પ્રારંભ : સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલી જિલ્લાકક્ષાની કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથલેટીક્સ સ્પર્ધામાં જિલ્લાભરના ૧,૫૦૦થી વધુ ખેલાડીઓએ દેખાડ્યો જુસ્સો : ગાંધીગ્રામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના રમતોત્સવમાં કલેક્ટર સહિત મહાનુભાવો ઉપસ્થિત : રમતથી મોટું કોઈ એજ્યુકેશન નથી, આજના ખેલાડીઓ જ આવતીકાલના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન છેઃ યોગેશ ચૌધરી12:52 PM IST
ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ મામલે ટંકારા ગોડાઉન મેનેજર માળિયા ભણીઃ ઓપરેટરને બરતરફ કરાયા : ટંકારામાં ૧૬ કરોડના ઘઉં ખરીદી કૌભાંડનો આક્ષેપઃ ભારતીય કિસાન સંઘ દ્વારા નિગમને રજૂઆતઃ ગોડાઉનોમાં સંગ્રહિત ઘઉંની ગુણવત્તાની લેબોરેટરીમાં તપાસ કરવા માંગઃ ગેરરીતિ સાબિત થાય તો એજન્સીઓનું પેમેન્ટ અટકાવવા અપીલ1:18 PM IST
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર શ્રાવણ માસ રક્ષાબંધન પુર્વે દિવ્ય વાઘા અને "મારા દાદાને મારી રાખડી" સાથે દેશ-વિદેશની હજારો બહેનો-દીકરીઓ દ્વારા મોકલાયેલી ૧ થી ૩ ફૂટની રાખડીઓથી સિંહાસનને દિવ્ય શણગાર : પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આયોજન : તમામ ભાવપૂર્ણ પત્રો શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ચરણોમાં અર્પણ કરાયા9:39 AM IST
જામનગરમાં જુગારધામ પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો: જાહેરમાં તીનપત્તી રમતા 7 જુગારીઓ ઝડપાયા, રૂ. 1.81 લાખ રોકડા સહિત કુલ રૂ. 4.61 લાખનો મુદ્દામાલ જપ્ત : પંચકોષી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના નાઘુના ગામે અંધારાવાળા છોલાના પુલ નીચે પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી - 7 મોબાઇલ ફોન અને 4 મોટરસાયકલ પણ કબજે, નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાયની સૂચનાથી રેન્જ ટીમે કરી કામગીરી2:50 PM IST
Gen Alphaનો ભયાનક ડિજિટલ બળવોઃ ઓસ્ટ્રેલિયામાં સરકારે સોશિયલ મીડિયા પર બેન ઠોક્યો તો બાળ-ટેકનોક્રેટ્સે નવો રસ્તો શોધી આખું ઇન્ટરનેટ ગજવ્યું : સરકારના આકરા નિયંત્રણો સામે ટેક-સેવી જનરેશનનો સરાજાહેર સીધો પડકાર: બેન લાગતાં જ 'જનરેશન આલ્ફા' એ VPN, પ્રોક્સી અને ગુપ્ત એપ્સનો ઉપયોગ કરી તંત્રને પણ આશ્ચર્યમાં મૂકી દીધુંઃ ‘સોશિયલ મીડિયાથી દૂર રાખવું અશક્ય છે’ ઓનલાઈન વર્લ્ડમાં ધમાકોઃ ગ્લોબલ લેવલે ડિજિટલ સિક્યુરિટી અને પેરેન્ટિંગ ક્ષેત્રે ભારે ફફડાટ અને ચર્ચાનો વિસ્ફોટ6:02 PM IST
અરબી સમુદ્રમાં ભયાનક સસ્પેન્સઃ ૩ દેશોના ૨૨ ક્રૂ સભ્યોને લઈ જતું રાક્ષસી જહાજ રહસ્યમય રીતે ગાયબ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું મહા-ઓપરેશન શરુ : દરિયાની ઊંડી અગાધ ખાઈમાં માલવાહક જહાજ ગુમ થતાં ઈન્ટરનેશનલ મેરીટાઈમ વર્લ્ડમાં ભયાનક ભૂકંપ: અચાનક રડાર અને સેટેલાઇટ સિગ્નલ કટ થઈ જતાં ભારે સસપેન્સ અને દહેશતઃ ભારતીય તટરક્ષક દળ (Indian Coast Guard) ના યુદ્ધ જહાજો, ડોર્નિયર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરો દરિયાના ઊંડા પાણી ખંખોળવા રવાનાઃ ૨૨ વિદેશી-ભારતીય નાવિકોના જીવ તાળવે ચોંટ્યાઃ દરિયાઈ ચાંચિયાઓનો હુમલો કે ભયાનક જળસમાધિ? સમગ્ર એશિયાઈ દરિયાઈ પટ્ટામાં ભયાનક કંપારી6:03 PM IST
હોટલોના ફ્રી વાઈ-ફાઈ સામે વૈશ્વિક ટેક ચિંતક ‘માઈક્રોસોફ્ટ’ની ભયાનક ચેતવણીઃ એક જ ક્લિકમાં તમારો ડેટા અને કમાણી સાફ થઈ જશે : ફ્રી ઈન્ટરનેટ વાપરવાના ચસ્કામાં કરોડો લોકો હેકર્સની જાળમાં:માઈક્રોસોફ્ટે (Microsoft) સત્તાવાર એડવાઈઝરી જાહેર કરી બોમ્બ ફોડ્યોઃ હોટલો, એરપોર્ટ અને કેફેના અનસિક્યોર્ડ ઓપન વાઈ-ફાઈ નેટવર્ક બહુ જ ભયાનક અને જોખમીઃ ક્રેડિટ કાર્ડ વિગતો, બેંક પાસવર્ડ અને પર્સનલ ફોટો-ડેટા ચોરાઈ જવાનો મોટો વિસ્ફોટઃ ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવા પબ્લિક વાઈ-ફાઈથી દૂર રહેવા ગ્લોબલ વોર્નિંગ6:05 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
પાકિસ્તાનની હોસ્પિટલમાં ભયાનક અગ્નિકાંડઃ ACનું કોમ્પ્રેસર ફાટતાં ગાયનેક વોર્ડમાં ભીષણ આગ:૧૫ નવજાત માસૂમ બાળકોના કરૂણ મોત : ઈસ્લામાબાદની સરકારી PIMS હોસ્પિટલમાં સવારે જ કાળજું કંપાવી દેતી કરૂણાંતિકા: AC કોમ્પ્રેસરના ભયાનક ધડાકા બાદ નર્સરીમાં ઓક્સિજન સિલિન્ડરો ફાટતાં આખી વિંગ અગનગોળો બનીઃ પોતાના માસૂમ બાળકોને બચાવવા માતા-પિતાની ભયાનક ચીસાચીસ અને દોડધામઃ ૧૫માંથી ૧૪ બાળકો સળગીને ખાખ થઈ જતાં ભારે આક્રંદઃ સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આખા પાકિસ્તાનમાં ભારે રોષ અને ફફડાટ6:05 PM IST
શિક્ષણ જગતમાં ભયાનક ભૂકંપઃ દેશ-વિદેશમાં સંખ્યાબંધ ખાનગી અને સરકારી સ્કૂલોને લાગ્યાં ખંભાતી તાળાં : મસમોટી ફી અને આધુનિક શિક્ષણના દંભ વચ્ચે શાળાઓનો ભયાનક ફિયાસ્કો: આર્થિક સંકટ, વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા અને સંચાલકોની મસમોટી ગેરરીતિઓના કારણે શાળાઓ બંધ કરવાનો વારોઃ હજારો માસૂમ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ભવિષ્ય કાળારાંતરમાં ધકેલાતાં વાલીઓમાં ભારે આક્રોશઃ દેશભર સહિત વિદેશી ધરતી પર પણ સ્કૂલોના શટરો ડાઉન થતાં ઈન્ટરનેશનલ એજ્યુકેશન સેક્ટરમાં ભયાનક સન્નાટો6:04 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
યુએસ ઓપન ૨૦૨૬: ન્યૂ યોર્કમાં પ્રેક્ટિસ દરમિયાન ૨૪ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નોવાક જોકોવિચને મળી ખાસ સરપ્રાઈઝ ગિફ્ટ; ફેને ભેટમાં આપ્યું 'વાયોલિન કીચેન'! : પોતાની પુત્રી તારા માટે કોર્ટ પર વાયોલિન વગાડવાની ખાસ સિગ્નેચર સ્ટાઈલ માટે જાણીતા જોકોવિચને ચાહકની ભેટ સ્પર્શી ગઈ; વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ.7:08 PM IST
IPL ચાહકો અને ઉડ્ડયનપ્રેમીઓ માટે રોમાંચક ક્ષણ: 'મુંબઈ ઈન્ડિયન્સ'ની થીમ વાળું મલેશિયા એરલાઈન્સનું ખાસ વિમાન પ્રથમ વાર માયાનગરી મુંબઈમાં ઉતર્યું! : કુઆલાલંપુરથી ઉડીને છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ઉતરેલા એરબસ A330-300 વિમાને આકાશમાં ક્રિકેટ અને એવિએશનનો અનોખો સંગમ સર્જ્યો; હવે નિયમિતપણે રૂટ પર સેવામાં રહેશે.7:20 PM IST
શ્રીલંકન બેટ્સમેન સોનલ દિનુષાના શાનદાર પ્રદર્શનથી ગદગદ થયા રાજીવ શુક્લા: સચિન તેંડુલકર સાથે કરી સરખામણી, સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધા આડે હાથ! : ભારત સામે ટેસ્ટ શ્રેણીમાં દિનુષાએ સતત બીજી સદી ફટકારી શ્રીલંકાને હારમાંથી ઉગારી મેચ ડ્રો કરાવી; BCCIના ઉપપ્રમુખે સચિન સાથે સરખામણી કરતા ટ્રોલર્સે કહ્યું- 'તેમનો મતલબ અર્જુન તેંડુલકર હશે!'7:06 PM IST
કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાના સોનલ દિનુષાનું ઐતિહાસિક પરાક્રમ: ફોલો-ઓન બાદ બંને ઇનિંગ્સમાં સદી ફટકારી વિજય હજારેની અનોખી ક્લબમાં મેળવ્યું સ્થાન! : ભારત સામે ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ બેટ્સમેને નોંધાવી આ દિવ્ય સિદ્ધિ; લડાયક ૧૩૩ રનની અણનમ ઈનિંગ વડે પાંચમા દિવસે શ્રીલંકાને હારમાંથી ઉગારી ટેસ્ટ ડ્રો કરાવી.5:34 PM IST
યશની ફિલ્મ ટોક્સિકએ પ્રથમ દિવસે જ રૂ.૧૪૦ કરોડથી વધુની કમાણી કરીઃ ‘જવાન' અને ‘ધુરંધર'ને પાછળ છોડી દીધી : ફિલ્મે શરૂઆતના દિવસે જ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યોઃ દેશની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની : યશની ફિલ્મ 'ટોક્સિક' દેશભરમાં ૨૪,૫૭૯ શોમાં રિલીઝ થઈ હતી અને ઓપનિંગ ડે પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા 10:00 AM IST
તિબેટના ભયાનક પૂરમાં ફસાયા સેંકડો યાત્રાળુઓ: નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ સુરક્ષિત, ક્ષણ-ક્ષણ વિતાવી ભયાનક ખૌફમાં! : કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા દરમિયાન ચીન-તિબેટ સરહદે સર્જાયેલી કુદરતી આપત્તિ વચ્ચે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી આપવીતી; સદ્ગુરુના ઈશા ફાઉન્ડેશન સાથે જોડાયેલા અનેક શ્રદ્ધાળુઓ ફસાયા.3:57 PM IST
નેપાળમાં ભયાનક પૂરનું તાંડવ: આકાશી આફત જોઈ બોલિવૂડ સ્તબ્ધ, સંજય દત્ત, સોનુ સૂદ અને કંગના રનૌતે વ્યક્ત કરી ઊંડી સંવેદના! : ૧૭૭થી વધુ લોકોના મોત અને ૩૦૦થી વધુ ભારતીયો ગુમ થતાં બી-ટાઉન સેલેબ્સ દ્રવી ઊઠ્યા; સોનુ સૂદનું રાહત સામગ્રી મોકલવા આશ્વાસન તો ભૂમિ પેડનેકરે પ્રકૃતિના દોહન સામે ઉઠાવ્યા સવાલ.4:00 PM IST
આણંદ ભાજપના સાંસદ મિતેષ પટેલનો જન્મદિન1:32 PM IST










































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
























































































































































































