<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

સુરતમાં ટ્રેનમાં નવજાત બાળકીને ત્યજી દેનારા આરોપીઓ ઝડપાયા: 2 મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરાઈ

વડોદરા-વલસાડ પેસેન્જર ટ્રેનના શૌચાલયમાંથી નવજાત બાળકી મળી હતી : આરોપીઓમાં નવજાત બાળકીની માતા સગીર હોવાનું સામે આવ્યું

સુરતમાં ટ્રેનમાં નવજાત બાળકીને ત્યજી દેનારા આરોપીઓ ઝડપાયા છે.  પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે.  વડોદરા-વલસાડ પેસેન્જર ટ્રેનના શૌચાલયમાંથી નવજાત બાળકી મળી હતી. બાળકીનો અવાજ સાંભળીને મુસાફરોએ પોલીસને જાણ કરી હતી.  આરોપીઓમાં નવજાત બાળકીની માતા સગીર હોવાનું સામે આવ્યું છે 

વલસાડ રેલવે સ્ટેશન પર 8મી તારીખની રાત્રે વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી જેના કારણે રેલવે પોલીસ સક્રિય બની હતી. બાળકી ટ્રેનના ટોયલેટમાં ત્યજી દેવાઈ હોવાનું જણાયું અને પોલીસે તરત જ ત્યજી દેવાનારા પર શોધખોળ શરૂ કરી.હતી 

તપાસ દરમિયાન, રેલવે પોલીસને ગણતરીના કલાકોમાં આ મામલો ઉકેલવામાં સફળતા મળી. પોલીસે એક સગીરા, તેના પિતા અને બે માસીઓ*ને ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલી સગીરાએ જ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો, અને પરિવારના અન્ય સભ્યો (માતા-પિતા અને માસીઓ) સાથે મળીને બાળકીને ત્યજી આપવાનો પ્લાન બનાવ્યો હ

(1:35 PM IST)